Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 83
________________ અનુવાદ : માટે મોક્ષાર્થી જીવ નિ:સંગ અને મમત્વરહિત થઈને સિદ્ધોની ભક્તિ (- શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે. (૧૬૯) सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स । णिव्वाणं संजमतवसंपउत्तस्स ।। १७० दूरतरं सपदार्थं तीर्थंकरमभिगतबुद्धेः सूत्ररोचिनः । दूरतरं निर्वाणं संयमतर्पः सम्प्रयुक्तस्य ॥ १७० ॥ અનુવાદ : સંયમતપથી યુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકરથી પ્રભાવિત થયેલી છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. (૧૭૦) अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण । जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियादि ।। १७१ ॥ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन । यः करोति तपः कर्म स सुरलोकं समादत्ते ।। १७१ ॥ અનુવાદ : જે (જીવ) અહંત, સિદ્ધ, ચૈત્ય અને પ્રવચન પ્રત્યે ભક્તિ પૂર્વક પ્રવર્તે છે, અને પરમ સંયમ સહિત તપકર્મ કરે છે, તે દેવલોકને સમ્પ્રાપ્ત કરે છે. (૧૭૧) तम्हा णिब्बुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि । सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ॥ तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित् । स तेन वीतरागो भव्यो भवसागरं तरति ।। १७२ ॥ અનુવાદ : તેથી મોક્ષાભિલાષી જીવ, સર્વત્ર કિચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. (૧૭૨) સમજૂતી : જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષમાર્ગરૂપ હોવાથી તેનું સેવન કરવાનો બોધ આપ્યો છે. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં શુભાશ્રમ ભાવનો થોડો ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86