Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ પાગ અંશ હોય તો તે મોક્ષમાર્ગને બદલે બંધનો હેતુ બને છે. તે પરસમય પ્રવૃત્તિથી યુક્ત હોય તો આંશિક રીતે પણ બંધને કારણરૂપ બને છે. અહંતાદિ ભગવંતોની ભક્તિ દુ:ખમોક્ષના કારણરૂપ માનીને ધારવું તે સૂક્ષ્મ રીતે પણ પરસમય છે. ભક્તિમાં અલ્પ અંશે પગ રાગ ભળેલો હોય તો તે જીવ ભક્તિ દ્વારા ઘણાં પુણ્ય મેળવે છે, પણ કર્મક્ષય થતો નથી. અહંત આદિન અને સકળ આગમોના જાણકા અને સાધકને લેશ પાગ પરદ્રવ્ય પ્રતિ રાગ હોય તો તે તેને માટે સ્વસમયનો અભાવ દર્શાવે છે, તે પરસમય છે, મોક્ષમાર્ગમાં બાધક છે.આ ભક્તિ રાગયુક્ત હોવાથી ચિત્ત સ્થિર-એકાગ્ર થઈ શકતું નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તના ભૂમાગથી કર્મબંધ થાય છે તેથી મોક્ષાર્થી જીવે નવ પદાર્થો, તીર્થકરો કે સૂત્રો પ્રત્યે લેશ પણ રૂચિ-પ્રીતિ રાખ્યા વગર વિરક્ત ભાવે, નિ:સંગ રીતે ભક્તિ કરવી જોઈએ તો જ તે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. અન્યથી ભક્તિ અને તપસંયમ દ્વારા તે દેવલોકને પ્રાપ્ત કરે છે, પણ મોક્ષ મેળવી શકતો નથી તેથી મોક્ષના અભિલાષી જીવે સર્વથા વીતરાગી થવું જોઈએ. (૧૬૪-૧૭૨) સમાપન मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया। भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥ १७३ ॥ मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया। भणितं प्रवचनसारं पश्चास्तिकसंग्रहं सूत्रम् ॥ १७३ ॥ અનુવાદ: પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર કહ્યું. (૧૭૩) સમજૂતી : ગ્રંથની સમાપ્તિ કરતાં આચાર્યશ્રીએ વીતરાગ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને જિનપ્રવચનના સારરૂપ પંચાસ્તિકાયસંગ્રહ'ની રચના કરી હોવાનું જણાવ્યું છે. (૧૭૩) ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86