Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004846/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ કુંદકુંદાચાર્યપ્રણીત પંચાતકાયસંગ્રહ (મૂળ પાઠ અને ગુજરાતી અનુવાદ) સંકલન નિરંજના વોરા આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ Jan Education Internation For Drivate Dercone Wee Only jeimettereny org Page #2 -------------------------------------------------------------------------- ________________ આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર પ્રકાશન શ્રેણી પુ. ૩ શ્રીમદ્ કુંદકુંદાચાર્યપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ (મૂળ પાઠ અને ગુજરાતી અનુવાદ) સંકલન નિરંજના વોરા આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શૈલેશ કોદરભાઈ પટેલ કાર્યકારી કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ૩૮૦ ૦૧૪ - © ગુજરાત વિદ્યાપીઠ પ્રથમ આવૃત્તિ, માર્ચ ૧૯૯૮ પ્રત : ૧,૦૫૦ કિંમત રૂ. ૩૦-૦ મુક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ આમુખ આજના યુગમાં પ્રત્યેક ધર્મ કે દાર્શનિક વિચારધારાના વૈજ્ઞાનિક દષ્ટિએ અભ્યાસ કરવાની વૃત્તિ પ્રબળ બની છે. તત્ત્વમીમાંસા અને ધાર્મિક આચારવિચારના નિયમો મનુષ્યના આંતર-બાહ્ય જીવનના વિકાસમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે તે હકીકતને બુદ્ધિ અને તર્કની રીતે તપાસવા મનુષ્ય પ્રેરાય છે. સૃષ્ટિની સંરચના, ઈશ્વરનું અસ્તિત્વ, આત્મા અને પુનર્જન્મ – વગેરે વિશે તર્કગ્રાહ્ય સિદ્ધાંતોને જ સ્વીકારવાની તેની નેમ છે. જૈનદર્શને સૃષ્ટિની ઉત્પત્તિ માટે પોતાની આગવી દષ્ટિકોણ રજૂ કર્યો છે. જૈન મત અનુસાર સૃષ્ટિની રચના જીવ અને અજીવ નામનાં મુખ્ય બે વ્યોમાંથી થઈ છે. અજીવના પાંચ પ્રકાર છે : પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ – આ છે દ્રવ્યોમાંથી જ વિશ્વનું સ્વરૂપ સર્જાયું છે. કુંદકુંદાચાર્યે આ પંચાસ્તિકાય' ગ્રંથમાં કાળ સિવાયના પાંચ ‘અસ્તિકાય’ વિશે વિશદ નિરૂપણ કરીને જૈન તત્ત્વવિજ્ઞાનનો . વિશેષ પરિચય આપ્યો છે. જૈન આચાર્ય પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવતા શ્રી કુંદકુંદાચાર્યના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર – એ ત્રણ ગ્રંથોને ખૂબ મહત્વના ગણવામાં આવે છે. તે ત્રણ ગ્રંથોને કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાંનો એક ગ્રંથ 'પંચાસ્તિકાય'નો ગુજરાતી અનુવાદ અને સમજૂતી મૂળ ગાથાઓ સાથે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને માટે જેનવિદ્યાના અભ્યાસમાં તે માર્ગદર્શક બની શકે તેમ છે. સામ્પ્રત સમયમાં જૈન વિદ્યાના વૈજ્ઞાનિક અભિગમને સમજવા માટે પણ આ ગ્રંથ ઉપયોગી છે. જૈન ધર્મે ભારતની પરંપરા અને સંસ્કૃતિને પોતાના વિશિષ્ટ પ્રદાનથી સમૃદ્ધ કર્યા છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના સિદ્ધાંતોની આજે અપરિહાર્ય મહત્તા છે. ધાર્મિકતા અને સામ્પ્રદાયિક રીતિ-નીતિએ ઊભા કરેલા અનેક પ્રશ્નોનો ઉત્તર જૈનદર્શનના સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના અને આચારવિચારના કેટલાક વૈજ્ઞાનિક નિયમો દ્વારા આપી શકાય તેમ છે. આ ગ્રંથનું સંપાદન પ્રાધ્યાપક નિરંજના વોરાએ કર્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્રમાં શીખવાતા જૈનતત્ત્વજ્ઞાનના પારંગતના પાઠ્યક્રમને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. રામલાલ પરીખ કુલપતિ Page #5 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના રૂપમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની સાથે જ વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં ભારતીય સંસ્કૃતિના ગહન અધ્યયનના ઉદ્દેશથી પ્રાકૃત-પાલિ વગેરે પ્રાચીન ભાષાઓ તથા જેન-બૌદ્ધદર્શનોના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓનો સવિશેષ આરંભ થયો, જેના વિકાસમાં મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, આચાર્ય ધર્માનંદ કોસંબી વગેરે બૌદ્ધ-જૈનવિદ્યાના પ્રખર વિદ્વાનોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. ૧૯૯૩ના એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયન કેન્દ્રની સ્થાપના થયા પછી અહીં જૈનદર્શનના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપનના કાર્યનો પણ આરંભ થયો છે. મહાવીર સ્વામી-કથિત આગમ-સાહિત્યમાં અને તે પછી અન્ય આચાર્યો દ્વારા રચાયેલા જૈન તત્વદર્શન વિષયક સાહિત્યમાં સૃષ્ટિના ઉદ્ભવના-સંદર્ભમાં જીવઅજીવ વગેરે દ્રવ્યો વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે. દિગંબર આગમ સાહિત્યના મહાન પ્રવર્તક આચાર્ય કુંદકુંદાચાર્યે દ્રવ્યાત્મક પદાર્થોનું પોતાના ગ્રંથોમાં વિશિષ્ટરૂપે નિર્માણ કર્યું છે. પ્રસ્તુત ગ્રંથ પંચાસ્તિકાયના પ્રથમ શ્રુતસ્કંધમાં પડ્રદ્રવ્ય અને પાંચ અસ્તિકાયોનું વ્યાખ્યાન છે. અહીં દ્રવ્યનું લક્ષાણ, દ્રવ્યના ભેદ, સપ્તભંગી, ગુણ અને પર્યાય, કાળ દ્રવ્યનું સ્વરૂપ, જીવનું લક્ષણ, સિદ્ધોનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલનો બંધ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાયના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે. બીજા શ્રુતસ્કંધમાં નવ પદાર્થોના પ્રરૂપણ સાથે મોક્ષમાર્ગનું વર્ણન છે. પુગ્ય, પાપ, જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ વિશે આધારભૂત સમજૂતી આપી છે. જૈન તત્વવિજ્ઞાને વિશ્વનું સર્જન, મનુષ્ય અને વિશ્વના સંબંધો વિશે આગવી વિચારણા રજૂ કરી છે. વિશ્વ પરમેશ્વરનું સર્જન છે, એવું જૈન ધર્મ સ્વીકારતો નથી. તેના મતાનુસાર વિશ્વ જીવ અને અજીવ – એ બે પ્રકારનાં દ્રવ્યોમાંથી નિષ્પન્ન થયું છે. જૈનદર્શન વાસ્તવવાદી છે. જગતની રચનાની વાસ્તવિકતા દર્શાવવા માટે સત્તા, સતુ, તત્ત્વ, અર્થ, પદાર્થ વગેરે શબ્દોનો પણ તેમાં ઉપયોગ થયો છે. ઉમાસ્વાતિ વાસ્તવિકતા માટે તત્વ શબ્દને સ્થાને દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરે છે, અને દ્રવ્યની વ્યાખ્યા સતુ દ્વારા કરે છે. સતુ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનું લક્ષણ છે – સત્ દ્રવ્ય નક્ષમ્ | જૈનદષ્ટિએ આ દ્રવ્યોને અસ્તિત્વ છે – સત્તા છે તેથી તે “અસ્તિ' (વિદ્યમાન) કહેવાય છે. આ દ્રવ્યોને અનેક પ્રદેશો છે તેથી તેઓ ‘કાય” (અનેક પ્રદેશોના સમૂહ) કહેવાય છે. આ દ્રવ્યો નિત્ય છે, અનાદિ છે, કદમાં સૂક્ષ્મ કે વિરાટ છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યતાનો ગુણ ધરાવે છે. પ્રદેશ એટલે પુદ્ગલના એક અવિભાજ્ય પરમાણુ દ્વારા રોકાયેલો હોય એવો અવકાશાદિકનો એક ભાગ. પુદ્ગલનો એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રોકે છે, તે પ્રદેશ' કહેવાય. ‘કાય' – એ પ્રદેશયુક્ત વસ્તુને અપાયેલું શાસ્ત્રીય નામ છે. આ રીતે જે દ્રવ્યોમાં અનેક પ્રદેશો હોય છે તે “અસ્તિકાય' કહેવાય છે. જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશને અનેક પ્રદેશો હોવાથી તે અસ્તિકાય છે; જ્યારે કાળ અનસિકાય છે તેને કોઈ પ્રદેશો નથી. દ્રવ્યના અસ્તિ’ અને ‘કાય” વિશેના તત્ત્વજ્ઞાનની ગાથા સ્વરૂપે, પણ સૂત્રાત્મક અને સમગ્રલક્ષી માહિતી આ ‘પંચાસ્તિકાય' ગ્રંથમાં આપવામાં આવી છે. આજના યુગમાં જે સામાજિક ચેતના, સહિષતા અને સહઅસ્તિત્વની આવશ્યકતા છે, તેને માટે પ્રત્યેક ધર્મનું સમન્વયાત્મક અને વૈજ્ઞાનિક દષ્ટિએ અધ્યયન થાય એ જરૂરી છે. પ્રસ્તુત ગ્રંથ જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સુન્દુ પરિચય આપે છે. આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયન કેન્દ્રનાં સંયોજક ડૉ. નિરંજન વોરાએ મૂળ પંચાસ્તિકાયની પ્રાકૃત ગાથાઓ (તેના સંસ્કૃત રૂપાંતર સહિત) સાથે તેનો ગુજરાતી અનુવાદ આપીને આ સંકલન તૈયાર કર્યું છે. તેમના આ સ્તુત્ય પ્રયાસને હું આવકારું છું. જૈનવિઘાના અભ્યાસીઓને તે ઉપયોગી બની રહેશે તેવી શ્રદ્ધા છે. ગોવિંદભાઈ રાવલ કુલનાયક Page #7 -------------------------------------------------------------------------- ________________ આવકાર ગૂજરાત વિદ્યાપીઠે જૈન અભ્યાસ કેન્દ્રની યોજના કરીને જૈન ધર્મના સિદ્ધાંતોના અધ્યયન તથા પ્રસારણ માટે એક ઉમદા મંચ પૂરો પાડ્યો છે. આ કેન્દ્રના ઉપક્રમે જૈન વિદ્યા માટેનો એક અભ્યાસક્રમ પણ તૈયાર થયો છે, થઈ રહ્યો છે, તે એક મહત્ત્વપૂર્ણ બીના છે. આવા અભ્યાસક્રમ દ્વારા જૈન-અજૈન અનેક જિજ્ઞાસુઓને જૈન ધર્મના વિશ્વમંગલકર સિદ્ધાંતોનો પરિચય થશે અને એ રીતે તેમના તેમ જ તેઓ દ્વારા ઘણાબધા જનોના જીવનમાં અહિંસા, અભય, અનેકાંત તથા અપરિગ્રહનાં અજવાળાં પથરાશે. આ અભ્યાસક્રમ અંતર્ગત, બે મહત્ત્વના ગ્રંથો દ્રવ્યસંગ્રહ તથા પંચાસ્તિકાય, જે ગ્રંથો દિગંબર આમ્નાયને અનુસરતા છે, શૌરસેની પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ રચાયેલા છે અને જૈન તત્ત્વજ્ઞાનનું વિશદ તથા સુગમ પ્રતિપાદન આપે છે, તેનો સરળ-સુબોધ અનુવાદ, પૂર્વે થયેલા અનુવાદોને આધારે, કેન્દ્રના વર્તમાન નિયામક વિદુષીબહેન પ્રા. ડૉ. નિરંજનાબહેન વોરાએ કર્યો છે, અને હવે તે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે, તે ઘણા જ હર્ષની વાત ગણાય. નિરંજનાબહેનના અનુવાદો હું અક્ષરશ: જઈ તપાસી ગયો છું, અને મને લાગ્યું છે કે ગ્રંથોના ગહન વિષયોને વિદ્યાથીઓ બરાબર તથા સ્પષ્ટ સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવામાં તેમણે ધારી સફળતા પ્રાપ્ત કરી છે. આવા તત્ત્વજ્ઞાનના ગ્રંથોને આટલા સરળ રૂપમાં રજૂ કરવા બદલ તેઓને ઘણા ઘણા અભિનંદન ઘટે છે. આશા રાખીએ કે આ બધા ગ્રંથોનો પૂરેપૂરો લાભ જિજ્ઞાસુ અભ્યાસાર્થીઓ લેશે અને તત્ત્વજ્ઞાન-પથના રસિક પથિક થવામાં તેઓ ગૌરવ અનુભવશે. શ્રી યશોભદ્ર શુભંકર જ્ઞાનાશાળા જૈન સોસાયટી, ગોધરા (પંચમહાલ) શીલચન્દ્ર વિજય ૩૦ જૂન, ૧૯૯૭ દ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી મહાવીરસ્વામી ઉપદેશિત જ્ઞાનની પરંપરા, તેમના નિર્વાણ પછી, લગભગ ૯૮૦ વર્ષ સુધી શ્રુતકેવલીઓ અને વિદ્વાન આચાર્યો દ્વારા પ્રવર્તમાન રહી હતી. ઈ. સ. ૫૦૦ની આસપાસ વલભીવાચના દ્વારા આગમો રૂપે તેમના ઉપદેશવચનોનું અંતિમ સંકલન થયું. મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાંચમાં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી અને તેમની પરંપરામાં થયેલા શ્રી ધરસેન આચાર્ય, શ્રી ગુણસેન આચાર્ય અને અન્ય વિદ્વાન આચાયોએ મહાવીરસ્વામીના જ્ઞાનોપદેશના પ્રવાહને વહેતો રાખ્યો હતો. તેમ છતાં, તેમાંથી કાળક્રમે આગમજ્ઞાનના કેટલાક ભાગનો લોપ થયો હતો. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીની આસપાસ જૈન ધર્મના મુખ્યત્વે વેતામ્બર અને દિગમ્બર – એમ બે સંપ્રદાયોનો આવિર્ભાવ થયો. તેમાંથી શ્વેતાંબર પરંપરાએ ૪૫ આગમોને માન્ય રાખ્યાં હતાં, પણ દિગંબરોના મતાનુસાર આગમસાહિત્ય વિચ્છિન્ન થઈ ગયું હતું. જોકે, બંને સંપ્રદાયો ગણધરો દ્વારા અર્ધમાગધીમાં રચિત દ્વાદશાંગ આગમોને સ્વીકારે છે. બંને સંપ્રદાય ૧૨મા અંગ દષ્ટિવાદના પાંચ ભેદનો પણ સ્વીકાર કરે છે કે જેમાં ૧૪ પૂર્વોનો સમાવેશ થાય છે, પણ તે સિવાય આગમોની સંખ્યા અને હાસ વિશે દિગંબરોની કેટલીક માન્યતાઓમાં ભિન્નતા જોવા મળે છે. દિગંબર સંપ્રદાય અનુસાર આગમોના મુખ્ય બે ભેદ છે : અંગબાહ્ય અને અંગપ્રવિણ. અંગબાહ્યના ચૌદ ભેદ છે : સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદના, પ્રતિકમણ, વૈનાયિક, કૃતિકર્મ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને નિષિદ્ધિકા. અંગપ્રવિષ્ટના બાર પ્રકાર છે : આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકાંધ્યયન, અંત:કૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર અને દષ્ટિવાદ, દષ્ટિવાદના પાંચ અધિકાર આ પ્રમાણે છે : પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. પરિકર્મના પણ પાંચ ભેદ છે : ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. સૂત્ર અધિકારમાં જીવ તથા વૈરાશિકવાદ, નિયતિવાદ, વિજ્ઞાનવાદ, શબ્દવાદ, પ્રધાનવાદ, દ્રવ્યવાદ અને પુરુષવાદનું વર્ણન છે. પ્રથમાનુયોગમાં પુરાણોનો ઉપદેશ છે. પૂર્વગત અધિકારમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું કથન છે. તેની સંખ્યા Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. ચૂલિકાના પાંચ પ્રકાર છે : જલગતા, સ્થલગતા, માયાગતા, રૂપગતા અને આકાશગતા. દિગંબર પરંપરા અનુસાર દ્વાદશાંગ આગમના ઉચ્છેદ થઈ ગયો છે, કેવળ દષ્ટિવાદનો કેટલોક ભાગ પરખંડાગમના રૂપે ઉપલબ્ધ છે. દિગંબર સંપ્રદાય અનુસાર અન્ય પ્રકારે આગમાને ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે. તેને અનુયોગ કહેવામાં આવે છે : ૧. પ્રથમાનુયોગમાં રવિયાગનું પદ્મપુરાગ, જિનસેનનું હરિવંશપુરાણ અને આદિપુરાણ તથા જિનસેનના શિષ્ય ગુણભદ્રના ઉત્તર પુરાણનો સમાવેશ થાય છે. ૨. કરણાનુયોગમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલાનો સમાવેશ થાય છે. ૩. દ્રવ્યાનુયોગમાં શ્રી કુન્દકુન્દ્રાચાર્યની પ્રવચનસાર, પંચાસ્તિકાય વગેરે કૃતિઓ, ઉમાસ્વાતિનું તત્ત્વાર્થસૂત્ર અને તેની ટીકાઓ, સમન્તભદ્રની આમીમાંસા અને તેમની ટીકાઓ છે. ૪. ચરણાનુયોગમાં વટ્ટકેરરચિત મૂલાચાર અને ત્રિવર્ણાચાર તથા સમંતભદ્રના રત્નકરંડક શ્રાવકાચારનો સમાવેશ થાય છે. દિગંબર સંપ્રદાયમાં મહાવીર સ્વામી અને ગૌતમ ગણધર પછી આચાર્ય કુંકુંદનું સ્થાન મહત્ત્વનું છે. તેમને પદ્મનંદિ, વકગ્રીવ, એલાચાર્ય અને વૃદ્ધપિચ્છના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ તેમનું સાચું નામ પદ્મનંદિ હોવાનું માનવામાં આવે છે. કોડકુડના નિવાસી હોવાને કારણે કુંદકુંદ નામથી ઓળખાતા હતા. તેમનો સમય ઈ. સ.ની પ્રથમ શતાબ્દીની આસપાસનો માનવામાં આવે છે. કુંદકુંદાચાર્યે શૌરસેની પ્રાકૃતમાં જૈન તત્ત્વદર્શનને નિરૂપતા ગ્રંથો રચ્યા છે. તેમના ગ્રંથોને આગમતુલ્ય મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમના પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર ગ્રંથોને નાટકત્રય અથવા પ્રાભૃતત્રય તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દ્રવ્યાર્થિક નયપ્રધાન આધ્યાત્મિક ગ્રંથો છે. અને જૈનદર્શનનું સારભૂત રહસ્ય તેમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં શુદ્ધ નિશ્ચયનય અનુસાર વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ગ્રંથો ઉપરાંત તેમાગે નિયમસાર, રત્નસાર, અષ્ટપાહુડ અને દેશભકિતની રચના પણ કરી છે. પ્રવચનસારમાં જિનપ્રવચનનો સારબોધ મળે છે. તે જ્ઞાનતત્ત્વ, શેયતત્ત્વ અને ચરાગાનુયોગના ત્રાણ અધિકારોમાં વિભક્ત છે. નિયમસારમાં શુદ્ધ નય અનુસાર જીવ, અજીવ, શુદ્ધ ભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગી વગેરેની સાથે મોક્ષમાર્ગનું યથાર્થ આલેખન છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સમયસારમાં શુદ્ધ નય પ્રમાણે નવ તત્ત્વોનું પ્રતિપાદન છે અને પંચાસ્તિકાયમાં કાળ સહિત પાંચ અસ્તિકાયો અને નવ પદાર્થ સહિત મોક્ષમાર્ગનું વર્ણન છે. આ પ્રકાંડ શાસ્ત્રગ્રંથોના પ્રણેતા શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન કેટલું મહત્ત્વનું છે,તેનો ખ્યાલ તેમને માટે રચાયેલા આ શ્લોકને આધારે મેળવી શકાય છે : મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી । મંગલં કુન્દકુન્દાએઁ જૈનધર્મોસ્તુ મંગલમ્ ।। ષટ્કાભૂતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં શ્રી કુંદકુંદાચાર્યની મહત્તા દર્શાવતાં આ પ્રમાણે જણાવ્યું છે : ‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય · એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને સીમંધર ભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે, એવા જે જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ. (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) અહીં તેમને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે, તેના દ્વારા તેમની બહુશ્રુત વિદ્વત્તાનો ખ્યાલ આવે છે. તેમના વિશેના અન્ય કેટલાક ઉલ્લેખો પણ નોંધપાત્ર છે, જેમ કે : વન્દો વિભુર્ભુવિ ન કૈરિહ કૌણ્ડકુંદ: કુન્દ-પ્રભા-પ્રણયિ-કીર્તિ-વિભૂષિતાશ: । યચારુ-ચારણ-કરામ્બુાંચરીક – ચક્રે શ્રૃતસ્ય ભરતે પ્રયત: પ્રતિષ્ઠામ્ । C અર્થ : કુંદકુંદની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં — ચારણૠષિધારી મહામુનિઓનાં સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે પ્રભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી ? જઈ પઉમણંદિણાહો સીમંધરસામિદિવ્યણાણેણ ણ વિવોહઇ તો સમણા કહું સુમÄ પયાણંતિ ॥ અર્થ : શ્રી સીમંધરસ્વામી (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રીકુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માંર્ગને કેમ જાણત ? Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના આવા પ્રકાંડ વિદ્વાને રચેલા પંચાસ્તિકાયસંગ્રહના ગ્રંથમાં જૈનદર્શનના સારભૂત સિદ્ધાંતોનું નિરૂપણ થયેલું છે. તેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયો – એટલે કે ષડુ દ્રવ્યો અને નવ તત્ત્વો સહિત મોક્ષમાર્ગનું વિશદ અને સૂત્રાત્મક રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં ૧૭૩ (જયસેન અનુસાર ૧૮૧) ગાથાઓ છે, જે બે શ્રુતસ્કંધમાં વિભાજિત થયેલી છે. પદ્રવ્ય – પંચાસ્તિકાયવર્ણન નામના પહેલા શ્રુતસ્કંધમાં ૧૦૪ ગાથાઓ છે. પ્રથમ ગાથામાં સમય અર્થાત્ આગમને પ્રણામ કરીને શબ્દ, જ્ઞાન અને અર્થરૂપે – એમ ત્રણ પ્રકારે સમય શબ્દનો અર્થ આપીને ક્રમશ: છ દ્રવ્યોનું સ્વરૂપ વર્ણવ્યું છે. દ્રવ્યનું સ્વરૂપ, તેના પ્રકાર, સમભંગી, ગુણ અને પર્યાય, કાળ, દ્રવ્યનું સ્વરૂપ, જીવનું લક્ષણ, સિદ્ધોનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલનો બંધ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના સ્વરૂપ-લક્ષણનું પ્રતિપાદન તેનો મુખ્ય વિષય છે. જીવ દ્રવ્યમાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો છે. તેનાથી રહિત તે અજીવ દ્રવ્ય છે. જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો છે તે પુદ્ગલ દ્રવ્યો ધર્મ અને અધર્મના વિશિષ્ટ ગુણ ગતિ અને સ્થિતિ હેતુત્વ સહિત છે. આકાશમાં અવગાહન શક્તિ છે અને કાળવર્ગના હેતુત્વનો ગુણ અસ્તિકાય છે. કાળદ્રવ્ય “અસ્તિ” છે, પણ કાય-પ્રદેશયુક્ત નથી તેથી તેની ગણના અસ્તિકામાં કરી નથી. નવ પદાર્થ સહિત મોક્ષમાર્ગ વિશેના બીજા શ્રુતસ્કંધમાં પુણ્ય, પાપ, જીવ, અજીવ, આવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું કથન છે. શુભ અને અશુભ – પુગ્ય અને પાપકર્મોથી બદ્ધ જીવ સંસારમાં કેવી રીતે આવાગમન કરે છે અને કેવી રીતે તેમાંથી મુક્તિ – મોક્ષ મેળવી શકે તેનું અર્થાતુ મોક્ષમાર્ગનું યથાર્થ રીતે આલેખન કરવામાં આવ્યું છે. સંસારમાં આવાગમન કરતા જીવનું સંક્ષેપમાં પાગ માર્મિક રીતે શ્રી કુંદકુંદાચાર્યે સહજભાવે નીચેની ગાથાઓમાં વર્ણન કર્યું છે : જો ખલુ સંસારત્યો જીવો તો દુ હોદિ પરિગામો પરિણામોદો કર્મો કમ્માદો હોદિ ગદિસ ગદી . ૧૨૮. ગદિમધિગદમ્સ દેહો દેહાદો ઇદિયાણિ જયંતે . તેહિ દુ વિસયગ્રહણ તો રાગો વ દોસો વા . ૧૨૯ છે જાયદિ જીવસેવ ભાવો સંસારચકવાલમ્બિા ઈદિ જિણવહિં ભણિદો અનાદિણિધણો સધિણો વા . ૧૩૦ જે જીવ ખરેખર સંસારસ્થિત (તે સંસારી હોવાને કારણે) તેનાથી પરિણામ થાય છે. પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિ પ્રાપ્ત દેહ ધારણ કરે છે, દેહથી દરિયો થાય છે, ઇંદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહાગથી Page #12 -------------------------------------------------------------------------- ________________ રાગ અથવા વૈષ થાય છે. એ પ્રમાણે જીવને સંસારચક્રમાં અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત ભાવ થયા કરે છે એમ જિનવરોએ કહ્યું છે. વિષયને સહજ, સરળ અને સૂત્રાત્મક રીતે રજૂ કરવાનું, તેમનામાં સ્વાભાવિક સામર્થ્ય હતું. સિદ્ધાંત-નિરૂપણમાં પણ તેમની શૈલી જ્ઞાનનો સહજ રીતે અવબોધ કરાવનારી અને વિશદ છે. પંચાસ્તિકાય વિશે શ્રી અમૃતચંદ્રસૂરિએ તત્ત્વદીપિકા અથવા સમ વ્યાખ્યા નામની ટીકા લખી છે. જયસેન આચાર્યએ તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે અને બ્રહ્મદેવે પણ તેના વિશે વિસ્તૃત ટીકા લખી છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહના મૂળ અને સંસ્કૃત પાઠ સાથેનો આ ગુજરાતી અનુવાદ, મુખ્યત્વે વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં અનેક ક્ષતિ રહી હોવાની સંભાવના છે. પ્રસ્તુત સંગ્રહનું પ્રફવાચન શ્રી શોભનાબહેન શાહે કર્યું છે, તે માટે તેમનો આભાર માનું . ગ્રંથના મૂળ તથા સંસ્કૃત પાઠ માટે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) દ્વારા પ્રકાશિત, શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ – અનુવાદિત – શ્રી પંચાસ્તિકાય-સંગ્રહનો આધાર લીધો છે, તે માટે હું તેમના પ્રત્યે ઋણભાવ વ્યક્ત કરું છું. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આ ગ્રંથનું પ્રકાશનકાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે માટે ગૂજરાત વિદ્યાપીઠનો તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરિજીએ અનેક રીતે કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં આ ગ્રંથનો “આવકાર' લખી આવ્યો છે તે માટે હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું. આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ નિરંજના વોરા Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પ્રથમ શ્રુતસ્કંધ ૧. ષડ્તવ્ય પંચાસ્તિકાય-વર્ણન ૨. અનુક્રમણિકા આમુખ : શ્રી રામલાલ પરીખ પુરોવચન : શ્રી ગોવિંદભાઈ રાવલ આવકાર . : આચાર્ય શ્રી શીલચન્દ્ર વિજયસૂરિ પ્રસ્તાવના : નિરંજના વોરા વિષય મંગલાચરણ અને વિષયની ભૂમિકા જીવદ્રવ્ય પુદ્ગલ ધર્મ અને અધર્મ આકાશ અને દ્રવ્યોનું મૂર્તપણું કાળ ફળકથન દ્વિતીય શ્રુતસ્કંધ નવ પદાર્થ અને મોક્ષમાર્ગનું વર્ણન સ્તુતિ અને ભૂમિકા જીવ અજીવ પુણ્ય-પાપ આસ્રવ સંવર નિર્જરા - બંધ મોક્ષ સમાપન १२ ગાથા ૧થી ૨૬ ૨૭થી ૭૩ ૭૪થી ૮૨ ૮૩થી ૨૯ ૯૦થી ૯૯ ૧૦૦થી ૧૦૨ ૧૦૩થી ૧૦૪ ૧૦૫થી ૧૦૮ ૧૦૯થી ૧૨૩ ૧૨૪થી ૧૩૦ ૧૩૧થી ૧૩૪ ૧૩૫થી ૧૪૦ ૧૪૧થી ૧૪૩ ૧૪૪થી ૧૪૬ ૧૪૭થી ૧૪૯ ૧૫૦થી ૧૭૨ ૧૭૩ ३ ४ પૃષ્ઠ * કે * . ૧૩ ૩૩ ૩૮ ૪૧ ૪૭ ૪૮ ૫૪ ૫૬ ૫૮ ૫૯ ૬૧ ૬૨ ૬૩ ૭૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચાસ્તિકાય સંગ્રહ પ્રથમ શ્રુતસ્કંધ ૧. પદ્રવ્ય પંચાસ્તિકાય-વર્ણન મંમલાયણ અને વિષયની ભૂમિકા इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं । अंतातीदगुणां णमो जिणाणं जिदभवाणं ॥ १ ॥ इन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमधुरविशदवाक्येभ्यः । अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ॥ १ ॥ અનુવાદ : સો ઇંદ્રો જેને વંદન કરે છે, જેમની વાણી ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ છે, અનંત ગુણથી યુક્ત છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો. (૧) સમજૂતી : પ્રથમ ગાથામાં રચનાકારે પ્રણાલિકા અનુસાર શ્રી જિનેશ્વરદેવને વંદન કર્યા છે. અનંત ગુણોથી યુક્ત એવા તેમની વાણી ત્રણે લોકને માટે હિતકારી, મધુર અને વિશદ છે. સો સો ઈંદ્રો તેમને વંદન કરે છે, એમ વર્ણવીને કવિએ શ્રી જિનેશ્વરદેવનો મહિમા ગાયો છે. समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सुणह વોચ્છામિ ॥ ૨ ॥ श्रमणमुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणम् । एव प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि ॥ २ ॥ અનુવાદ : શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય, ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત એવા આ સમયને શિરસા પ્રણામ કરીને હું તેનું કથન કરું છું તે સાંભળો. (૨) ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : અહીં કવિ સમય એટલે કે આગમને પ્રણામ કરે છે. શ્રમણના મુખમાંથી નીકળેલી અર્થમય એવી આ આગમરૂપી વાણી ચાર ગતિ મનુષ્ય અને દેવનું નિવારણ કરનાર અને નિર્વાણ અપાવનાર છે. · નારક, તિર્યંચ, समवाओ पंचन्हं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चैव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ।। २ ।। समवादः समवायो वा पंचानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम् । स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ॥ ३ ॥ અનુવાદ : પાંચ અસ્તિકાયનું સમ્યકથન અથવા સમ્યક્ બોધ તે સમય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે, તે જ લોક છે. તેનાથી આગળ અમાપ અ-લોક આકાશસ્વરૂપ છે. (૩) સમજૂતી : — આ ગાથામાં સમય શબ્દની પરિભાષા આપી છે. પાંચ અસ્તિકાયો વિશેનું સમ્યક્ કથન કે બોધ સમય છે. શબ્દ, જ્ઞાન અને અર્થ · એમ ત્રણ પ્રકારે સમયનો અર્થ કહ્યો છે. સમ એટલે પૂર્વગ્રહ કે રાગદ્વેષથી રહિત — વિશુદ્ધ. અને વાદ એટલે વર્ણ, પદ અને વાક્યના સમૂહવાળો પાઠ. પાંચ અસ્તિકાય વિશેનો આવો સમવાદ તે શબ્દસમય કે શબ્દાગમ છે. મિથ્યાદર્શનનો નાશ થતાં પંચાસ્તિકાય વિશેનું જ્ઞાન ઉદ્ભવે છે તે જ્ઞાનસમય કે જ્ઞાનાગમ છે. કથનરૂપે વર્ણવેલા પંચાસ્તિકાયનો પદાર્થરૂપ અથવા વસ્તુરૂપ સમૂહ કે જથ્થો તે અર્થસમય કે અર્થાગમ છે. આ અર્થસમયના લોક અને અલોક એવા ભેદ છે. આ પંચાસ્તિકાયનો જેટલો સમૂહ છે, તેટલો લોક છે. તેનાથી આગળ અમાપ અનંત અલોક છે. જ્યાં જીવાદિપદાર્થો જોવામાં આવે છે, તે લોક છે. અલોક પણ અભાવ માત્ર નથી, પણ તે શુદ્ધ આકાશદ્રવ્ય છે. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥ ४ ॥ जीवाः पुगलकाया धर्माधर्मौ तथैव आकाशम् । अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः ॥ ४ ॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ: જીવો, પુગલકાય, ધર્મ, અધર્મ, તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત, અનન્યમય અને બહુપ્રદેશ છે. (૪) સમજૂતી : પાંચ અસ્તિકાયનાં નામ અને તેના કાયત્વ વિશેનું કથન છે. પાંચ અસ્તિકાયો તે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ. તેમનાં નામો અર્થાનુસારી છે. અસ્તિત્વમાં નિયત છે એટલે કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની નિશ્ચિત લક્ષણવાળાં છે, અનન્યમય છે. તેમને કાયત્વ છે, તેઓ અનેકપ્રદેશ છે. (કાળને અસ્તિત્વ છે પણ કાયત્વ નથી. તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નહિ હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અહીં અસ્તિકાયોની જ વિવક્ષા છે). जेसिं अत्थि सहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तरुलुक्कं ॥५॥ येषामस्ति स्वभावः गुणैः सह पर्ययैर्विविधैः । ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम् ॥५॥ અનુવાદ: જેમને વિવિધ ગુણો અને પ્રદેશો સાથે પોતાનું અસ્તિત્વ છે તે અસ્તિકાયો છે, કે જેમનાથી ત્રણ લોક ઉત્પન્ન થયા છે. (૫) સમજૂતી : ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક – એ ત્રણે લોક પાંચ અસ્તિકાય દ્વારા નિષ્પન્ન થયા છે. આ પાંચ અસ્તિકાયોને પોતાના વિશેષ ગુણો અને પર્યાયો હોય છે. અસ્તિત્વનું સામાન્ય લક્ષણ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્ય આ પંચાસ્તિકાયોમાં પણ છે. આ અસ્તિકાયો અવયવી એટલે કે પ્રદેશવાળાં છે – એટલે કે કાયત્વવાળાં છે. ते चेव अत्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता ॥६॥ ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः । गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङगसंयुक्ताः ॥६॥ અનુવાદ : તે અસ્તિકાયો ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે, નિત્ય છે, અને પરિવર્તનલિંગ સહિત, દ્રવ્યભાવને પામે છે. (૬). Page #17 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : અહીં અસ્તિકાયને દ્રવ્ય તરીકે વર્ણવ્યાં છે. તેઓ નિત્ય છે, અને ત્રિકાળ ભાવના પર્યાયસ્વરૂપે પરિણમતાં હોવાથી દ્રવ્યસ્વરૂપ છે. કાળને કાયત્વ નહીં હોવાથી પંચાસ્તિકાયમાં તેનો ઉલ્લેખ નથી, પણ કાળ દ્રવ્ય હોવાથી તેનો અહીં નિર્દેશ છે. કાળને ‘પરિવર્તનલિંગ’ કહ્યો છે. પુદ્ગલ વગેરેમાં દેખાતાં પરિવર્તનોનું એક નિમિત્ત કાળ છે, તેથી તેને પરિવર્તનલિંગ કહે છે. अण्णोष्णं पविसंता दिंता ओगासमण्णमण्णस्स । मेलंता विय णिच्चं सगं सभावं ण विजर्हति ॥ ७ ॥ अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमयोऽन्यस्य । मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ॥ ७ ॥ અનુવાદ : તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્યને અવકાશ આપે છે, પરસ્પર મળે છે, તોપણ હંમેશા પોતાના સ્વ-ભાવનો ત્યાગ કરતાં નથી. (૭) સમજૂતી : આ દ્રવ્યો પરસ્પર એકબીજામાં ભળી જતાં હોવા છતાં પોતાના સ્વ-ભાવનો ત્યાગ કરતાં નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. सत्ता सव्वपयत्था सविस्सरूवा अणंतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥ ८ ॥ सत्ता सर्वपदार्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादध्रौव्यात्मिका सप्रतिपक्षा भवत्येका ॥ ८ ॥ અનુવાદ : સર્વ પદાર્થમાં સ્થિત સત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક, સવિશ્વરૂપ, અનંત પર્યાયમય સપ્રતિપક્ષ અને એક છે. (૮) સમજૂતી : સત્તા અર્થાત્ સત્પણું, હોવું તે. અર્થાત્ અસ્તિત્વ. તેનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે. સત્તા એટલે કે અસ્તિત્વનાં ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતા એ ત્રણ લક્ષણો છે. સર્વ પદાર્થોની જે સ્થિતિ છે, તે જ અસ્તિત્વ છે. સર્વ પદાર્થો સત છે તેથી સર્વ પદાર્થોમાં સત્તા છે. વિશ્વનાં સર્વ રૂપોના તે વિદ્યમાને છે · એટલે ‘વિ તપે છે. તે અનંત પર્યાયોવાળી છે. એક વસ્તુની સ્વરૂપસત્તા અન્ય વસ્તુની Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસત્તાથી ભિન્ન હોવાને કારણે તેને અનેક માનવામાં આવે છે, પરંતુ સમગ્ર દષ્ટિએ સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી એક છે. दवियदि गच्छदि ताई ताई सम्भावपज्जयाई जं । दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो ॥९॥ द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत् । द्रव्यं तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः ॥९॥ અનુવાદ : તે તે સભાવપર્યાયોને જે દ્રવે છે, પામે છે, તેને ‘દ્રવ્ય' કહે છે કે જે સત્તાથી ભિન્ન નથી. (૯) સમજૂતી : અહીં સત્તા અને દ્રવ્ય અભિન્ન છે એમ જણાવ્યું છે. ઉપરોકત ગાથામાં સત્તાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે, તે જ લક્ષણો દ્રવ્યનાં પાગ છે. સત્તા અને દ્રવ્યની અભિન્નતા જણાવીને દ્રવ્યની પરિભાષા આપી છે : સંભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે. दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुतं । गुणपज्जयासयं वा जं तं भण्णंति सव्वण्हू ॥ १० ॥ द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्तम् । गुणपर्यायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञाः ॥ १० ॥ અનુવાદ : જે સત’ લક્ષાવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે અથવા જે ગુણપર્યાયોના આયરૂપ છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. (૧૦) સમજૂતી : અહીં દ્રવ્યનાં વિશેષ રીતે ત્રાણ લક્ષાગ દર્શાવ્યાં છે : (૧) સત એ દ્રવ્યનું લક્ષણ છે; (૨) તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે અને (૩) ગુણપર્યાયો સહિત છે. उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो। विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥११॥ उत्पत्तिर्वा विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः । विगमोत्पादध्रुवत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः ॥११॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, સત્ સ્વભાવવાળું છે. તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે. (૧૧) સમક્તી : દ્રવ્યાર્થ પર્યાયાર્થિની અપેક્ષાથી દ્રવ્યના બે ભાગ પાડ્યા છે. શુદ્ધ નયની દષ્ટિએ સહવર્તી ગુણો અને કમવર્તી પર્યાયોના સર્ભાવરૂપ અને ત્રણે કાળ ટકનારાં દ્રવ્યનો વિનાશ કે ઉત્પાદ શક્ય નથી, તે અનાદિ-અનંત છે. પણ તેના પર્યાયોમાં, સહવર્તી પયાઁયોમાં ધ્રૌવ્યના ગુણ સાથે વિનાશ અને ઉત્પાદ પણ સંભવે છે, તેથી તે વિનાશ અને ઉત્પાદથી યુક્ત છે; તેથી દ્રવ્ય દ્રવ્યાર્થિક દષ્ટિએ વિનાશરહિત, ઉત્પાદરહિત અને સત્ સ્વભાવવાળું છે અને તે જ પર્યાયાર્થિક કથનથી ઉત્પાદવાળું અને વિનાશવાળું છે. पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥ १२ ॥ पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति । द्वयोरनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति ॥ १२ ॥ અનુવાદ : પર્યાયોથી રહિત દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાયો હોતાં નથી; શ્રમણો બંનેના અપૃથભાવને પ્રરૂપે છે. (૧૨) સમજૂતી : અહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ બતાવ્યો છે. दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि। अन्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥१३॥ द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति । अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात् ॥ १३ ॥ અનુવાદ : દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અન્યોન્યભાવ છે. (૧૩) સમજૂતી : અહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે. જેમ પુદ્ગલ વિના સ્પર્શ – રસ - ગંધ – વાર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વગેરે ગુણો હોતા નથી. જેમ સ્પર્ધાદિથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના દ્રવ્ય હોતું નથી. દ્રવ્ય અને ગુણોનો વસ્તુપણે અભેદ છે. सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सत्तभंगं आदेसवसेण संभवदि ॥ १४ ॥ स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्रितयम् । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ॥ १४ ॥ અનુવાદ : આદેશ અનુસાર દ્રવ્ય ખરેખર સાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિનાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું એમ સાત ભંગવાળું છે. (૧૪) સમજૂતી : દ્રવ્યના સંદર્ભમાં સમભંગીનું નિરૂપણ છે : (૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ’ છે, (૨) દ્રવ્ય સ્માત્ ‘નાસ્તિ’ છે, (૩) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને નાસ્તિ' છે, (૪) દ્રવ્ય ‘સ્યાત્’ અવક્તવ્ય’ છે, (૫) દ્રવ્ય સ્થાત્ અસ્તિ અને અવક્તવ્ય છે, (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય’ છે અને (૭) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય’ છે. દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દૃષ્ટિએ વર્ણવવામાં આવે છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ – સ્વશક્તિ. (૧) દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાથી ‘છે’. (૨) દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી’. (૩) દ્રવ્ય ક્રમશ: સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને નથી’. (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી ‘અવક્તવ્ય છે”. (૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે અને અવક્તવ્ય છે”. (૬) દ્રવ્ય પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘નથી અને અવક્તવ્ય છે’. (૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી ‘છે, નથી અને અવક્તવ્ય છે' . એ પ્રમાણે અહીં સપ્તભંગી કહેવામાં આવી. Page #21 -------------------------------------------------------------------------- ________________ भावस्स णत्थि णासो णत्थि अभावस्स चैव उप्पादो । गुणपज्जयेसु भावा उप्पादव पकुव्वंति ॥ १५ ॥ भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पाद: । गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ॥ १५ ॥ અનુવાદ : ભાવનો નાશ નથી તેમ જ અભાવની ઉત્પત્તિ નથી; ભાવો ગુણપર્યાયોમાં ઉત્પાદ-વ્યય કરે છે. (૧૫) સમજૂતી : ભાવ, જે સત્પુર્ણ પ્રવર્તે છે, અસ્તિત્વ ધરાવે છે તેનો દ્રવ્યસ્વરૂપે વિનાશ થતો નથી. એવી રીતે જે અ-ભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. ભાવો એટલે કે સત્ દ્રવ્યો સન્ના વિનાશ અને અસત્ની ઉત્પત્તિ વગર જ ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પત્તિ કરે છે - અર્થાત્ એક અવસ્થામાંથી નાશ પામીને પછીની નવીન અવસ્થામાં ઉત્પન્ન થાય છે. પહેલાંની અવસ્થાના ગુણપર્યાયો નાશ પામીને પરિણામી બીજી અવસ્થાના ગુણપર્યાયો રૂપે ઉદ્ભવે છે. भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो । सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ।। १६॥ भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः । सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ।। १६ । અનુવાદ : જીવાદિ તે ‘ભાવ’ છે. જીવના ગુણો ચેતના અને ઉપયોગ છે, દેવ-મનુષ્યનારક અને તિર્યંચરૂપે જીવના ઘણા પર્યાયો છે. (૧૬) સમજૂતી : જીવ વગેરે પદાર્થો ‘ભાવ' છે. જીવના મુખ્ય ગુણ તે ચેતના અને ઉપયોગ છે. તેમાં શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિ રૂપે છે અને અશુદ્ધ ચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિસ્વરૂપ છે. ઉપયોગના પણ બે વિભાગ છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. જીવના અનેક પ્રકારો છે. તેમાં પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયરૂપ ગણાય છે તેવા મુખ્ય દેવો-નારક-તિર્યંચ અને મનુષ્યસ્વરૂપ વગેરે મુખ્ય પર્યાયો છે. ८ Page #22 -------------------------------------------------------------------------- ________________ मसत्तणेण णो देही देवो हवेदि इदरो वा । उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥ १७ ॥ मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा । उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ॥ १७ ॥ અનુવાદ : મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી દેવ અથવા અન્ય રૂપે ઉત્પન્ન થાય છે; તે બન્નેમાં જીવભાવ નષ્ટ થતો નથી અને અન્ય ઉત્પન્ન થતો નથી. (૧૭) સમજૂતી : મનુષ્યસ્વરૂપે જન્મેલો જીવ, મનુષ્ય-શરીરનો નાશ થતાં, પોતે નાશ પામતો નથી. તે દેવ કે અન્ય સ્વરૂપે ઉદ્ભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. ‘ભાવનો નાશ થતો નથી’ એમ જે આગળ કહ્યું તે પ્રમાણે તે મનુષ્યસ્વરૂપમાં રહેલો જીવ દેવ, નારક કે તિર્યંચ સ્વરૂપે અન્ય પર્યાયથી ઉત્પન્ન થાય છે. દેહનો નાશ થતાં જીવનો ઉચ્છેદ ન થતાં પરિવર્તન, પરિણામ પામે છે. सो चेव जादि मरणं जादि ण णठ्ठो ण चेव उप्पण्णो । उप्पण्णी य विट्ठो देवो मणुसु ति पज्जाओ ॥ १८ ॥ स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः । उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ॥ १८ ॥ અનુવાદ : તે જ જન્મે છે અને મૃત્યુ પામે છે, છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી; દેવ, મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. (૧૮) સમજૂતી : દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે તે સ્વરૂપી દૃષ્ટિએ એક પ્રકારનું પરિવર્તન છે. પૂર્વે એક દેહમાં આશ્રય લઈને રહેલો જીવ, તે દેહ નાશ પામતાં અન્ય રૂપે પરિણમે છે. જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ – માનવ – વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो । तावदिओ जीवाणं देवो मणुसो ति गदिणामो ॥ १९ ॥ - Page #23 -------------------------------------------------------------------------- ________________ एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः । तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम ॥ १९ ॥ અનુવાદ : એવી રીતે જીવને સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી; જીવોને દેવ, મનુષ્ય એવું ગતિનામકર્મ તેટલા જ કાળનું હોય છે. (૧૯) સમજૂતી : આ પ્રમાણે જીવને સત્નો વ્યય અને અસત્નો ઉદ્ભવ નથી, પણ ગતિનામકર્મના ફળરૂપે ચોક્કસ સમયનું દેવ કે મનુષ્યરૂપનું આયુષ્ય હોય છે. કર્મ જેટલા કાળ સુધી ભોગવવાનું હોય છ, તેટલા કાળ સુધી દેવ કે મનુષ્ય પર્યાયે રહે છે. જીવના ધ્રુવતાના ગુણનો અહીં નિર્દેશ છે. કાર્યફળનો સમય પૂર્ણ થતાં તે અન્ય સ્વરૂપે વિદ્યમાન રહે છે, તેનો નાશ થતો નથી. णाणावरणादीया भावा जीवेण सुठु अणुबद्धा । तेसिमभावं किच्चा अभूद्पुव्वो हवदि सिद्धो ॥ २० ॥ ज्ञानावरणाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धा: । तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ॥ २० ॥ અનુવાદ : જ્ઞાનાવરણાદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે; તેમનો નાશ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. (૨૦) સમજૂતી : સામાન્ય રીતે જીવ દેવાદિરૂપે કોઈ એક સ્વરૂપે ઉત્પન્ન થઈને કર્મફળને ભોગવ્યા પછી તે સ્વરૂપ નાશ પામતા અન્ય, સ્વરૂપે ઉત્પન્ન થાય છે, પણ જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. માટે સંસારપર્યાયના હેતુરૂપ મોહ-રાગ-દ્વેષાદિ કષાયોનો નાશ થાય તો તેનો સંસારપર્યાય નાશ પામે છે. સંસાર અને સિદ્ધપર્યાય બંને એક જ જીવદ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ છે. एवं भावमभावं भावाभावं अभावभावं च । गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥ २१ ॥ एवं भावमभावं भावाभावमभावभावं च । गुणपर्ययैः सहितः संसरन् करोति जीवः ॥ २१ ॥ ૧૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : એ રીતે સંસારમાં ગમનાગમન કરતો, ગુણપર્યાયોથી યુક્ત જીવ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવને કરે છે. (૨૧) સમજૂતી : આ ગુણપર્યાયથી યુક્ત જીવ સંસારમાં ગતિ કરે છે ત્યારે તે ઉદ્ભવ પામતો અને નાશ પામતો જ ગાય છે અથવા સત્નો નાશ અને અસતુનો ઉદ્દભવ થતો અનુભવાય છે. પણ જીવદ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય જ છે. જ્યારે તે પર્યાયની ગૌણતા અને દ્રવ્યના પ્રાધાન્યથી વિવક્ષિત હોય ત્યારે ઉત્પન્ન થતો નથી અને વિનાશ પામતો નથી. પરંતુ પર્યાયનું પ્રાધાન્ય અને દ્રવ્યની ગૌણતા હોય ત્યારે તે ઉત્પન્ન થતો અને વિનાશ પામતો જણાય છે. અહીં અનેકાન્તવાદી દષ્ટિનો સમન્વય છે. जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥ २२ ॥ जीवाः पुद्गलकाया आकाशमस्तिकायौ शेषौ । अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य ॥ २२ ॥ અનુવાદ : જીવો, પુલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અ-મૃતક છે, અસ્તિત્વમય છે અને ખરેખર લોકના કારણભૂત છે. (૨૨) સમજૂતી : અહીં દ્રવ્યોના સ્વરૂપનું વર્ણન છે. તે અકૃતક હોવાને કારણે અસ્તિત્વમય છે. છે પ્રકારનાં દ્રવ્યોમાંથી જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ અને અધર્મ અને અસ્તિત્વ હોવાની સાથે કાયત્વ પણ છે. તે પ્રદેશયુક્ત છે, જ્યારે કાળને પ્રદેશત્વ કે કાયત્વ નથી. सम्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥ २३ ॥ सद्भावस्वभावानां जीवानां तथैव पुद्गलानां च । परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्तः ॥ २३ ॥ અનુવાદ : સત્તાસ્વભાવવાળા જીવો અને પુગલોના પરિવર્તનથી સિદ્ધ થતો એવો કાળ નિયમથી ઉપદેશવામાં આવ્યો છે. (૨૩). ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : જીવો અને પુદ્ગલો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના ગુણોને અનુસરતા પ્રવર્તમાન રહે છે. સત્ સ્વભાવવાળા જીવો અને પુદ્ગલોમાં જે પરિવર્તન જોવામાં આવે છે તેને નિશ્ચયપણે કાળ કહેવામાં આવે છે. ववगदपणवण्णरसो ववगददोगंध अट्ठफासो य । अगुरुलहगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ।। २४ ॥ व्यपगतपञ्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति ॥ २४ ॥ અનુવાદ : કાળ પાંચ વર્ગ ને પાંચ રસ રહિત, બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, અગુરુ – લઘુ, અમૂર્ત અને વર્તનાલક્ષણોથી યુક્ત છે. (૨૪) સમજૂતી : અહીં નિશ્ચયકાળનાં લક્ષણો વર્ણવ્યાં છે. ‘દ્રવ્યસંગ્રહ’માં વર્ણવ્યા પ્રમાણે લોકાકાશના એક એક પ્રદેશ પર એક એક કાળાણુ સ્થિતિ છે. આ કાળાણુ તે નિશ્ચયકાળ છે. અ-લોકાકાશમાં કાળદ્રવ્ય નથી. આ કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે. તે વર્ણાદિથી રહિત હોવાને કારણે અમૂર્ત છે. તે અગુરુલઘુત્વ સ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે એટલે કે સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચેની ખીલી સહકારરૂપ બને છે, તેવી રીતે સ્વયમેવ પરિણમતાં, પરિવર્તન પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો માટે બાહ્ય નિમિત્તરૂપ બને છે. समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारती । मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ॥ २५ ॥ समय निमिषः काष्ठा कला च नाली ततो दिवारात्रः । मासर्त्वयनसंवत्सरमिति काल: परायत्तः || સ્વ્ ।। અનુવાદ : સમય, નિમિષ, કાષ્ઠા, કળા, ઘડી, રાત્રિદિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષ એવો જે કાળ, તે પરાશ્રિત છે. (૨૫) ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : સમયના જુદા જુદા વિભાગો જણાવીને અહીં વ્યવહારકાળનું સ્વરૂપ દર્શાવ્યું છે. કલા, વિકલા, ઘડી, પળ, રાત્રિદિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષ વગેરે કાળવિભાગો વ્યવહારોપયોગી છે. તેમને વ્યવહારકાળ કહે છે. તે પરઆશ્રિત છે. णत्थि चिरं वा खिप्पं मत्तारहिंदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥ २६ ॥ नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा । पुद्गलद्रव्येण विना तस्मात्कालः प्रतीत्यभवः ।। २६ ।। અનુવાદ : ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન પરિમાણ વિના હોય નહિ અને તે પરિમાણ ખરેખર પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; તેથી કાળ આશ્રિત પાગે ઊપજનારો છે. (૨૬) સમજૂતી : સમયના વિભાગો નિરચયકાળના જ પર્યાયો છે. પણ તે પરમાણુ વગેરે દ્વારા પ્રગટ થાય છે. વધારે સમય કે ઓછો સમય એવું જ્ઞાન પરિમાણ વગર શક્ય નથી, તેથી કાળની માત્રા જાણવી પડે. આ માત્રા કે પરિમા - પુદગલ દ્રવ્ય પર આધારિત છે, એટલે કે કાળને બીજા પદાર્થો દ્વારા માપી શકાતા ડાવાથી પરાશ્રિત કહેવામાં આવે છે. કાળનું પરિમાણ અન્ય પદાર્થો પર આધારિત છે તેથી તેને બીજાના આશ્રયે ઉત્પન્ન થનારો કહ્યો છે. जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पह कत्ता । भोत्ता य देहमेत्तो ण हि मुनो कम्ममंजुना ॥ २७ ॥ जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता । भोक्ता च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः ॥ २७ ॥ અનુવાદ : જીવ ચૈતન્યયુકત, ઉપયાગની વિશેષતાવાળા પ્રભુ, કર્તા, ભોકતા, દેહપ્રમાણ, અમૂર્ત, કર્મસંયુક્ત છે. (૨૭) સમજૂતી : આ ગાથામાં જીવદ્રવ્યનાં વિશેષ લક્ષણો નિર્દયાં છે. આત્મા પ્રાગ ધારણ કરવાને કારણે જીવે છે, ચૈતન્યરૂપ હોવાથી ચયિતા છે, જીવ ઉપયોગલક્ષાગવાળો છે, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં જીવ સ્વયં સમર્થ છે તેથી ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ છે. તે સાથે કર્તા-ભોકતા અને સ્વદેહપ્રમાણ છે. અરૂપી સ્વભાવવાળો હોવાને કારા અમૂર્ત છે. પુદ્ગલપરિણામાત્મક કમ સાથે સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે. कम्ममलविप्पमुक्को उड़े लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ॥ २८ ॥ कर्ममविप्रमक्त ऊर्ध्वं लोकस्यान्तमधिगम्य । स सर्वज्ञानदर्शी लभते सुखमनिन्द्रियमनंतम् ॥ २८ ॥ અનુવાદ: કર્મમળથી સંપૂર્ણ રીતે મુકત અને સર્વજ્ઞાન અને દર્શનથી યુક્ત આત્મા ઊર્ધ્વમાં, લોકાગ્રે સ્થિર થઈને અનંત અનિંદ્રિય સુખને પ્રાપ્ત કરે છે. (૨૮). સમજૂતી : જન્મપરંપરામાંથી મુકત થયેલી અવસ્થાવાળા આત્માનું અહીં વર્ણન છે. કર્મરજથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો, સર્વ પ્રકારના કષાયોથી રહિત આત્મા, પોતાના ઊર્ધ્વગમનના સ્વભાવને લીધે ઊર્ધ્વ પ્રતિ ગતિ કરે છે. અ-લોકાકાશમાં ગતિ હેતુનો અભાવ હોવાથી તે લોકાકાશના અંતભાગમાં બિરાજે છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન પામીને અતીન્દ્રિય સુખને અનંતપણે ભોગવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य । पप्पोदि सुहमणंतं अव्वाबाधं सगममुत्तं ॥ २९ ॥ जातः स्वयं स चेतयिता सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम् ॥ २९ ॥ અનુવાદ : સ્વયંભૂ ચતયિતા સર્વજ્ઞ અને સર્વલોકદર્શી, એવો તે સ્વકીય, અમૂર્ત અવ્યાબાધ અનંત સુખને પ્રાપ્ત કરે છે. (૨૯) સમજૂતી : અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ આત્માનો નિજ સ્વભાવ છે. પણ કર્મરજથી મલિન થતાં પોતાના સ્વભાવને વિસરી જાય છે. પણ પુન: સમસ્ત કર્મોનો ક્ષય થતાં જીવ સિદ્ધ બને છે અને લોકાકાશના શિખરે સ્થિર થઈને અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. કર્મકલેશનો સંપૂર્ણ વિનાશ થતાં આત્મા નિજ ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવમાં જાગ્રત બને છે. સ્વયમેવ સર્વ દ્રવ્યક્ષેત્ર કાળભાવનું જ્ઞાન મેળવે છે અને સર્વદર્શી બને છે. તેને અન્ય કોઈ આધારની જરૂર પડતી નથી. पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥३०॥ प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्वम् ।। स जीवः प्राणाः पुनलमिन्द्रियमायुरुच्छ्वासः ।। ३० ॥ અનુવાદ: જે ચાર પ્રાણોથી પૂર્વકાળમાં જીવતો હતો, અત્યારે જીવે છે અને ભવિષ્યમાં જીવશે, તે જીવ છે. બળ, ઈન્દ્રિયો, આયુષ્ય અને ઉચ્છવાસ તે પ્રાણ છે. (૩૦) સમજૂતી : ચાર પ્રકારના પ્રાણોથી જીવ જીવન ધારણ કરે છે. આ ચાર પ્રાણ તે ઇન્દ્રિયો, બળ, આયુષ્ય અને ઉચ્છવાસ છે. તેના દ્વારા તે ભૂતકાળમાં જીવતો હતો, વર્તમાનમાં જીવે છે અને ભવિષ્યમાં આવશે. જે પ્રાણમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણ છે અને પુદ્ગલ સામાન્ય હોય તે દ્રવ્યપ્રાણ છે. अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ॥३१॥ अगुर लघुका अनंतास्तैरनंतैः परिणताः सर्वे । ફેરરસંથાતા: સાન્નિો સર્વમાપના | રૂ?.. केचितु अणावण्णा मिच्छादसणकसायजोगजुदा। विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥ ३२ ॥ केचित्तु अनापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः । વિયુતાય તેવા સિદ્ધાઃ સંસારિનો વાદ છે રૂર છે અનુવાદ: અનંત એવા જે અગૂરૂલઘુ તે અનંત અગુરુલઘુરૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. ઘણા જીવો મિથ્યાદર્શન-કષાયોગસહિત સંસારી છે અને ઘણા મિથ્યાદર્શન-કષાય-યોગરહિત સિદ્ધ છે. (૩૧, ૩૨) ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : અહીં જીવના બે વિભાગ : (૧) અમુક એવા સંસારી તથા (૨) મુકત જીવનો નિર્દેશ કર્યો છે. જીવ અનંતકાળ અગુરુલઘુગુણ રૂપે પ્રવર્તે છે. જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતા સ્વભાવથી જ હંમેશાં અસંખ્ય અંશો થાય છે, તેથી જીવ આવા અસંખ્ય અંશો જેવો હોય છે, એમ કહ્યું છે. જીવોના જે અવિભાગી પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ ભાગ છે તેને પ્રદેશ કહે છે – તે અસંખ્ય છે. તેમાંથી કેટલાક જીવો (કેવળ સમુઘાતને કારણે) આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. તે જીવોમાં જે રાગદ્વેષાદિ કષાયો અને મિથ્યા દર્શનથી યુક્ત છે, તે સંસારી – અમુકત જીવો અને તેનાથી વિમુકત છે તે સિદ્ધ છે. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ॥ ३३ ॥ यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम् । तथा देही देहस्थः स्वदेहमानं प्रभायसति ॥ ३३ ॥ અનુવાદ : જેમ પદ્મસાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકાશે છે, તેમ દેહી જીવ દેહમાં રહ્યો થકો સ્વદેહપ્રમાણ પ્રકાશે છે. (૩૩) સમજૂતી : જીવ શરીરના કર્મના પરિણામરૂપ દેહ ધારણ કરે છે ત્યારે તે દેહના સંકોચવિસ્તારના પ્રમાણમાં તેમાં વ્યાપી રહે છે. અહીં જીવના પ્રમાણમાપનો ઉલ્લેખ છે. અસંખ્યપ્રદેશી જીવદ્રવ્ય નાના કે મોટા દેહ અનુસાર, તેમાં સંકોચ વિસ્તાર પામે છે. જેમ પદ્મરાગમણિને જેટલા પ્રમાણમાં દૂધમાં નાખવામાં આવ્યો હોય, તેટલું દૂધ તેની પ્રભાથી પ્રકાશિત બને છે, તેમ સ્વદેહના પ્રમાણ અનુસાર દેહી પોતાના સહજ ગુણોને તેમાં વ્યાપ્ત કરે છે. सव्वत्य अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ॥ ३४ ॥ सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः । अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ॥ ३४ ॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ: જીવ સર્વત્ર છે અને કોઈ એક શરીરમાં એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે તેનું ઐક્ય નથી; એક દેહમાંથી અન્ય દેહમાં ગમન થતું હોવાને કારણે કમરજથી મલિન બનીને ભ્રમણ કરે છે. (૩૪) સમજૂતી : જીવ કર્મફળ અનુસાર કમવર્તી શરીર ધારણ કરે છે. જેમ એક શરીરમાં તે હોય છે, તેવી જ રીતે કમથી અન્ય શરીરમાં પણ હોય છે. જીવ દેહાંતર કરે છે, પણ તેનું અસ્તિત્વ કાયમ હોય છે. વળી કોઈ એક દેહમાં તે દૂધપાણીની માફક એકરૂપ બનીને રહ્યો હોવા છતાં ભિન્ન સ્વભાવને લીધે તેનાથી અલગ હોય છે, શરીરમાં રહેલો જીવ શરીરરૂપ જ લાગતો હોવા છતાં તે તેનાથી ભિન્ન છે. વિવિધ અધ્યવસાયોને કારણે ઉત્પન્ન થયેલાં કમોંથી મલિન હોવાને કારણે તે ભવાટવિમાં ભ્રમણ કરે છે. વિવિધ કર્મફળને ભોગવવા માટે તેને જુદા જુદા દેહ ધારણ કરવા પડે છે. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥ ३५ ॥ येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य । ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ॥ ३५ ॥ અનુવાદ: જેમને જીવસ્વભાવ નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તેઓ દેહથી જુદા થઈ ગયેલા વચનથી અગોચર એવા સિદ્ધો છે. (૩૫). સમજૂતી : અહીં સિદ્ધ જીવનાં લક્ષણો આપ્યાં છે. સિદ્ધો દેહરહિત છે. તે દ્રવ્યપ્રાણને ધારણ કરનાર શરીરથી રહિત છે. તેથી પ્રાણને ધારણ કરવારૂપ અવસ્વભાવ તેમનામાં હોતો નથી. તેમનામાં જીવસ્વભાવનો સંપૂર્ણ રીતે અભાવ પણ નથી. કારણ કે ભાવપ્રાણના ધારણ સ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યતયા સદ્ભાવ છે. કષાય અને યોગથી રહિત અને સર્વ કર્મોની નિર્જરા થઈ ગઈ હોવાને કારણે લોકાકાશના શિખરે સ્થિર હોવા છતાં અત્યંત દેહરહિત છે, અને વાણીથી અગોચર છે. તેમને વાણીથી વર્ણવવા શક્ય નથી. ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३६॥ www.jainelibrary:org Page #31 -------------------------------------------------------------------------- ________________ न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्ये न तेन सः सिद्धः । उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति ॥ ३६॥ અનુવાદ : તે સિદ્ધ કોઈ કારાગથી ઉત્પન્ન થતા નથી તેથી તે કાર્યરૂપ નથી, અને કાંઈ પણ ઉપજાવતા નથી તેથી તે કારણરૂપ પણ નથી. (૩૬) સમજૂતી : સિદ્ધ કાર્યકારણના ભાવથી પર છે. સંસારી જીવ ભાવકને કારણે આત્માનાં પરિણામોની પરંપરારૂપે સંસારમાં પ્રવર્તમાન રહે છે. અને દ્રવ્યકમને પરિણામે દેહાંતરમાં – જુદા જુદા શરીરરૂપે ઉત્પન્ન થાય છે. કર્મરૂપ કારણ વડે તે દેવ - મનુષ્ય – તિર્યંચ કે નારકના કાર્યરૂપે ઉત્પન્ન થાય છે. સંસારી જીવો માટે કર્મ કારણરૂપ છે અને ઉત્પત્તિ કાર્યરૂપ છે, પણ સિદ્ધ માટે આ કાર્યકારણપરંપરા નથી. કર્મનો સંપૂર્ણ રીતે ક્ષય થતાં તે સ્વયં સિદ્ધરૂપે પ્રકાશે છે. સંસારી જીવ ભાવકર્મ અને દ્રવ્યકર્મના પરિણામરૂપ દેવ – મનુષ્ય – નારક કે તિર્યંચનાં રૂપો ઉત્પન્ન કરીને કર્મફળ ભોગવે છે પણ સિદ્ધ જીવ તેવાં કોઈ રૂ૫ ઉત્પન્ન કરતો નથી. તેઓ બંને પ્રકારનાં કર્મોનો ક્ષય થતા, સ્વયં પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે પણ ભાવદ્રવ્યકર્મના પરિણામરૂપ કોઈ કાર્યરૂપ શરીર ઉત્પન્ન કરતા નથી. सस्सदमध उच्छेदं भवमभव्वं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सम्भावे ॥ ३७॥ शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरश्च । विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ॥ ३७॥ અનુવાદ: જો સદ્ભાવ ન હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન પણ હોય નહિ. (૩૭). સમજૂતી : અહીં મોક્ષમાં પણ જીવની હયાતી હોય છે, એ ભાવ રજૂ કર્યો છે. મુક્તિ એટલે જીવનો અભાવ નહિ, મોક્ષ મળતાં જીવનું અસ્તિત્વ વિલીન થઈ જતું નથી. ‘મુક્તિ એટલે જીવનો અભાવ” એમ હોય તો દ્રવ્યના જે વિવિધ ગુણો વર્ણવ્યા છે, તે મિથ્યા બની જાય. દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, તેના પર્યાયો નાશવંત છે. તેની ભવ્યતા અને અભિવ્યતા, શૂન્યતા અને અશૂન્યતા, સાત્ત અને અનંત જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાવકે લક્ષણોની દષ્ટિએ મોક્ષમાં પણ જીવનો સદ્દભાવ હોય છે, એ હકીકત અહીં સ્વીકારી છે. ૧૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૮૫ कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को । चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८ ॥ कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमथैकः । चेतयति जीवराशि श्वेतकभावेन त्रिविधेन ॥ ३८ ॥ અનુવાદ : ત્રિવિધ ચૈતન્યભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને એક કાર્યને અને એક જ્ઞાનને જાણે છે (અનુભવે છે). (૩૮) સમજૂતી : જીવ પોતાના કર્મફળની પ્રબળતાને આધારે ત્રિવિધ પ્રકારે તેને અનુભવે છે : (૧) અતિ મોહથી મિલન બની ગયેલા આત્માઓ સુખદુ:ખરૂપ કર્મફળને જ મુખ્યત્વે ભોગવે છે. તેમનું કાર્ય કરવાનું સામર્થ્ય નષ્ટ થયું હોય છે. (૨) મોહ અને કર્મરજથી થોડા ઓછા પ્રમાણમાં મલિન બનેલા આત્માઓ કર્મચેતનારૂપ પરિણમે છે. સુખદુ:ખરૂપ કર્મફળ ભોગવવાની સાથે ઇચ્છાપૂર્વક ઇષ્ટ કે અનિષ્ટ કર્મ કરવા તે સમર્થ હોય છે. (૩) અન્ય આત્માઓ અર્થાત્ જેમના સઘળા કષાયો ક્ષીણ થઈ ગયા છે અને જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થયો છે, તેમનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને જ્ઞાનના અનંત સુખને અનુભવે છે. सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ॥ ३९ ॥ सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम् । प्राणित्वमतिक्रांता: ज्ञानं विंदन्ति ते जीवा ॥ ३९ ॥ અનુવાદ : ખરેખર સર્વ સ્થાવરકાય કર્મફળને, ત્રસો ખરેખર કાર્યસહિત કર્મફળને અને પ્રાણિત્વને અતિક્રમી ગયેલા જીવો જ્ઞાનને ઉપલબ્ધ કરે છે. (૩૯) સમજૂતી : અહીં વિભિન્ન પ્રકારના જીવોની અનુભૂતિનું વર્ણન છે. પાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત શુભ કે અશુભ કર્મફળને કારણે સુખદુ:ખનો અનુભવ માત્ર કરે છે, કાર્યરૂપે તેનો પ્રતિભાવ આપતાં નથી. દ્વીદ્રિય વગેરે ત્રસ જીવો ઇષ્ટ કે અનિષ્ટ કર્મો કરવાની સાથે કર્મફળને ભોગવે છે. પણ કેવળજ્ઞાનીઓ, કે જેઓ પ્રાણિત્વને અતિક્રમી ગયા છે, જન્મપરંપરામાંથી મુક્ત થઈ ગયા છે, તેઓ કેવળ જ્ઞાનાનંદને જ ઉપલબ્ધ કરે છે. ૧૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो। जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः । जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि ॥४०॥ અનુવાદ : જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ સર્વ કાળ જીવથી અપૃથક છે. (૪૦) સમજૂતી : જીવમાં રહેલા ઉપયોગગુણનો અહીં નિર્દેશ છે. જીવ ઉપયોગગુણથી યુક્ત છે. ઉપયોગના બે પ્રકાર છે : (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. વસ્તુ કે પદાર્થને સામાન્યપણે સમજવા તે દર્શન છે અને વિશેષપણે તેનું ગ્રહણ કરવું તે જ્ઞાન છે. ઉપયોગ સદા જીવથી અભિન્ન છે. તે બંનેને અન્યોન્ય જુદાં કરી શકાતાં નથી. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचमेयाणि । कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥४१॥ आभिनिवोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चेभेदानि । कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि ॥४१॥ અનુવાદ: મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ એ ત્રાગને પણ જ્ઞાન સાથે જોડવામાં આવેલાં છે. (૪૧) સમજૂતી : જ્ઞાનોપયોગના પ્રકારો અને સ્વરૂપનું વર્ણન છે. જ્ઞાનોપયોગના કુલ આઠ પ્રકાર છે : (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) કુમતિજ્ઞાન, (૪) કુશ્રુતજ્ઞાન, (૫) અવધિજ્ઞાન, (૬) મન:પર્યાયજ્ઞાન, (૭) કેવળજ્ઞાન, (૮) વિભંગ જ્ઞાન. તેમાંથી પ્રથમ પાંચ જ્ઞાનસ્વરૂપ છે, પાછળના ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ સૂચવે છે. दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं । अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ॥ ४२ ॥ दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम् । अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम् ॥ ४२ ॥ ૨૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : દર્શનને પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળદર્શન (એમ ચાર ભેદવાળું) કહ્યું છે. (૪૨) સમજૂતી : દર્શનોપયોગના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : (૧) ચક્ષુદર્શન : ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને સામાન્યપણે જોઈ શકવું તે ચક્ષુદર્શન છે. (૨) અચક્ષુદર્શન : ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સામાન્યપણે જઈ શકવું તે અચક્ષુદર્શન છે. (૩) અવધિદર્શન : (૪) કેવળદર્શન ण वियप्पदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ ४३ ॥ न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवंत्यनेकानि । तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ॥ ४३ ॥ અનુવાદ : જ્ઞાનથી જ્ઞાનીને ભિન્ન માનવામાં આવતો નથી; તોપણ જ્ઞાનના અનેક પ્રકારો છે, તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ કહ્યું છે. (૪૩) સમજૂતી : જ્ઞાની અને જ્ઞાન ભિન્ન નથી, કારણ બંનેના અસ્તિત્વનો આધાર એક જ છે, બંનેને એકદ્રવ્યપણું છે, સમાન પ્રદેશો હોવાના કારણે એકક્ષેત્રપણું છે અને એક જ સમયે અસ્તિત્વમાં હોવાથી એકકાળપણું છે. ભાવની દૃષ્ટિએ પણ તેમનામાં એકરૂપતા છે, તેથી જ્ઞાન અને જ્ઞાનીને એક જ માનવામાં આવે છે પણ જ્ઞાનના અનેક પ્રકારો છે. એક જ આત્મામાં જ્ઞાનના મતિ-શ્રુત વગેરે અનેક પ્રકારો સહવર્તી રૂપે રહે છે. આત્મા એક જ હોવા છતાં, તે અનેક પ્રકારના જ્ઞાનથી યુક્ત હોઈ શકે છે, કારણ જે દ્રવ્યમાંથી તેનું સર્જન થયું છે તે દ્રવ્ય અનેકરૂપ છે. વ્ય સહવર્તી અને ક્રમવર્તી એવા અનેક ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંત રૂપવાળું છે. તે એક હોવા છતાં વિશ્વરૂપ (અનેકરૂપ) છે, તેથી જ એક આત્મા અનેક પ્રકારના જ્ઞાનથી યુક્ત હોય છે એમ કહેવામાં વિરોધ નથી. - ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ जदि हवदि दव्यमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे। दव्वाणंतियमधवा दव्वाभावं पकुवंति ॥ ४४ ॥ यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये । द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ॥ ४४ ॥ અનુવાદ: જો દ્રવ્ય ગુણથી અન્ય હોય અને ગુગ દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા અથવા દ્રવ્યનો અભાવ થાય. (૪૪) સમજૂતી : દ્રવ્ય અને ગુણ એકબીજાથી ભિન્ન નથી, એમ સ્પષ્ટપણે અહીં પ્રતિપાદન કરેલું છે. કારણ કે ગુગ હંમેશાં કોઈકને આધારે જ હોઈ શકે – અને જેને આધારે હોય તે દ્રવ્ય જ હોય. દ્રવ્ય વગર ગુણ સંભવી શકે નહીં. ગુણ એક દ્રવ્યને આધારે ન હોય તો તેને આધાર માટે બીજા દ્રવ્યની જરૂર રહે, બીજા દ્રવ્યને આશ્રયે ન હોતાં ત્રીજા દ્રવ્યનો આધાર લે છે. આમ, દ્રવ્યની પરંપરા સર્જાય છે, જે દ્રવ્યની અનંતતા સૂચવે છે. બીજી રીતે જોઈએ તો દ્રવ્ય ગુણરહિત હોઈ શકે નહિ. દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણ અને તેનો સમુદાય અલગ અલગ હોઈ શકે નહિ. જો ગુણોને દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્ય કેવી રીતે સંભવી શકે ? તે રીતે ગુણોને દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્યનો અભાવ થાય. अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्हू तब्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥ अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वम् । नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेपाम् ॥ ४५ ॥ અનુવાદ: દ્રવ્ય અને ગુણ અવિભકત અને એકરૂપ છે; નિશ્ચયના જાગનારાઓ તેનાથી વિપરીત અથવા તેમને વિભક્ત કે ભિન્ન માનતા નથી. (૪૫). સમજૂતી : દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણે છે. ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा। ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते ॥४६ ॥ અનુવાદ : વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘાણાં હોય છે. પરંતુ તે દ્રવ્યગુણોના પૃથકત્વમાં તેમ જ અપૃથકત્વમાં પણ હોઈ શકે છે. (૪૬) સમજૂતી : કથન, સંસ્થાન, સંખ્યા વગેરે દ્રવ્યગુણોમાં વસ્તુપણે ભિન્ન નથી. णाणं धणं च कुव्वदि धणिण जह णाणिणं च दुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥४७॥ ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्याम् । भणंति तथा पृथकत्वमेकत्वं चापि तत्त्वज्ञाः॥४७॥ અનુવાદ: જેવી રીતે ધન અને જ્ઞાન ‘ધની” અને “જ્ઞાની” કરે છે – એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તત્ત્વજ્ઞો પૃથકત્વ તેમ જ એકત્વને વિશે કહે છે. (૪૭) સમજૂતી : દ્રવ્યનો વસ્તપણે કેવી રીતે ભેદ અને અભેદ હોય છે તે અહીં દર્શાવ્યું છે. ધન અને તેના દ્વારા “ધનવાન” તરીકે ઓળખાતા પુરુષમાં ભિન્નતા છે. ભિન્ન અસ્તિત્વ, સંસ્થાન, સંખ્યા અને વિષયમાં રહેલું ધન ભિન્ન અસ્તિત્વ, સંસ્થાન, સંખ્યા અને વિષયવાળા પુરુષને ધની તરીકે ઓળખાવે છે ત્યારે ધન અને ધનીનો પૃથકત્વનો ભાવ દર્શાવે છે, પણ જ્ઞાન અને જ્ઞાનીમાં તેવું પૃથકત્વ નથી. તે બંને અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, અભિન્ન સંખ્યા, અભિન્ન સંસ્થાન અને અભિન્ન વિષયવાળા છે. જ્ઞાન અને જ્ઞાની પુરુષમાં એકત્વનો ભાવ છે. જ્યાં દ્રવ્યના ભેદથી કથન વગેરે હોય ત્યાં ભિન્નત્ય છે, જ્યાં દ્રવ્યનો અભેદ છે ત્યાં એકત્વ છે. णाणी णाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स। दोण्हं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं ॥४८॥ ज्ञानी ज्ञानं च सदाांतरिते त्वन्योऽन्यस्य । द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतम् ॥ ४८ ॥ ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ: જો જ્ઞાની અને જ્ઞાન સદા પરસ્પર ભિન્ન પદાર્થરૂપે હોય તો બન્નેમાં અચેતનત્વ સંભવે કે જે સમ્યક પ્રકારે જિનોને અમાન્ય છે. (૪૮) સમજૂતી : જ્ઞાની અને જ્ઞાનને ભિન્ન પદાર્થરૂપે માનવામાં આવે તો, જિનેશ્વરના કથન અનુસાર તે યોગ્ય નથી. દ્રવ્ય અને ગુણ જેમ પરસ્પર આશ્રિત છે, અભિન્ન છે તેમ જ્ઞાન અને જ્ઞાની પણ પરસ્પર આશ્રય ધારણ કરે છે. આત્માને કર્તા માનવામાં આવે છે, અને જ્ઞાન તેનું સાધન છે. જ્ઞાનના સાધન દ્વારા આત્મા કાર્ય કરવામાં સમર્થ બને છે. પણ જ્ઞાન તેનાથી પૃથક હોય તો આત્મા સાધન રહિત બનતાં કાર્ય કરવાનું સામર્થ્ય ગુમાવી દે છે, તેથી તેનું ચૈતન્યપણું નષ્ટ થાય છે. તેવી રીતે જ્ઞાન કરણ છે – સાધન છે, પણ આત્માથી ભિન્ન હોય તો જ્ઞાન આત્માનું કાર્ય કરી શકે નહીં કારણ કે સાધન તરીકે તે નિચ્ચેષ્ટ બની રહે. ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि ॥ ४९ ॥ न हि सः समवायादार्थतरितस्तु ज्ञानतो ज्ञानी। .. अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ॥ ४९ ॥ અનુવાદ: જ્ઞાનથી અલગ એવો તે સંયોગથી જ્ઞાની થાય છે એવું ખરેખર નથી. “અજ્ઞાની” એવું વચન એકત્વને સિદ્ધ કરે છે. (૪૯) સમજૂતી : આત્મા અને જ્ઞાનનું એકત્વ જ અહીં સમજાવ્યું છે. समवत्ती समवाओ अपुधन्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिहिट्ठा ॥५०॥ समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ॥ ५० ॥ અનુવાદ: સમવતીપણું તે સમવાય છે; તે જ, અપૃથકપણું અને અયુતસિદ્ધપણું છે, તેથી દ્રવ્ય અને ગુણોનું સહજ ઐક્ય નિર્દેશ્ય છે. (૫૦) ૨૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : દ્રવ્ય અને ગુણોની રચના એક જ અસ્તિત્વરૂપે થઈ હોવાથી અનાદિઅનંતકાળથી તેઓની સહવૃત્તિ – સાથે રહેવાપણું છે – તે જ સમવર્તીપણું તે સમવાય છે. દ્રવ્ય અને ગુણોનો સંજ્ઞા – લક્ષણ – પ્રયોજન વગેરે દષ્ટિએ ભેદ હોવા છતાં વસ્તપણે અભેદ છે. દ્રવ્ય અને ગુણોનું આવું અપૃથકત્વ હોવાથી તેમની અયુતસિદ્ધિ છે, તે કદી ભિન્ન હોતાં નથી. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहि। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥ ५१॥ दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ॥५२॥ वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः । द्रव्याश्च अन्यन्याः अन्यत्वप्रकाशका भवन्ति ॥५१॥ दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुतः हि नो स्वभावात् ५ ५२॥ અનુવાદ : પરમાણમાં જે વર્ગ-રસ-ગંધ-સ્પર્શનું નિરૂપણ કરવામાં આવે છે તે દ્રવ્યથી અભિન્ન હોવા છતાં વિશેષો વડે ભિન્નત્વ પ્રગટ કરે છે એવી રીતે જીવને વિષે સંબંદ્ધ એવાં દર્શન-જ્ઞાન અભિન્ન હોવા છતાં વ્યપદેશ દ્વારા પૃથકપણાને કરે છે, સ્વભાવથી નહિ. (૫૧-૫૨) સમજૂતી : - પરમાણુમાં રહેલાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ દ્રવ્ય સાથે એકત્વ ધરાવતા હોવા છતાં કથન-વર્ણનને કારણે તેનાથી ભિન્ન હોય તેમ લાગે છે, પરંતુ સ્વભાવથી. એકરૂપ છે, તેવી રીતે જીવની સાથે સંબંદ્ધ દર્શન-જ્ઞાન વ્યપદેશને કારણે ભિન્ન હોવાનું જણાય છે, પણ સ્વભાવથી ભિન્ન નથી. जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो। सम्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात् । सद्भावतोऽनंताः पञ्चाग्रगुणप्रधानाः च ॥ ५३ ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ: જીવો અનાદિ-અનંત છે, સાંત છે અને જીવભાવથી અનંત છે કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. (૫૩) સમજૂતી : જીવો સહજપણે અનાદિ-અનંત છે. તેનું મુખ્ય લક્ષણ સહજ ચૈતન્ય છે. તેના પાંચ મહત્વના ગુણો છે : ઔદાયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥ ५४॥ एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः । इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ॥ ५४॥ અનુવાદ: એ રીતે જીવને સત્નો વિનાશ અને અસતનો ઉત્પાદ હોય છે એવું જિનવરોએ કહ્યું છે કે, જે અન્યોન્ય વિરુદ્ધ છતાં અવિરુદ્ધ છે. (૫૪) સમજૂતી : દ્રવ્યાર્થિક નય અનુસાર સત્નો નાશ નથી અને અસતુનો ઉત્પાદ નથી પણ પર્યાયાર્થિક નયના કથન પ્રમાણે સત્નો નાશ અને અસત્ની ઉત્પાદ છે. આ પરસ્પર વિરોધી લાગતાં વચન ખરેખર વિરોધી નથી. નિશ્ચયનય અને વ્યવહારનય અનુસાર તેનું એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવે છે. णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी। कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ॥ ५५ ॥ नारकतिर्यङ्मनुप्या देवा इति नामसंयुताः प्रकृतयः । कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम् ॥ ५५ ॥ અનુવાદ: નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી પ્રકૃતિઓ સત્ ભાવનો નાશ અને અસત્ ભાવને ઉત્પન્ન કરે છે. (૫૫) સમજૂતી : સનો નાશ અને અસનો ઉત્પાદ કયા હેતુથી વર્ણવવામાં આવે છે, તે અહીં જણાવ્યું છે. જીવ, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં, કર્મફળની ગતિ અનુસાર ઉત્પન્ન થાય છે. તે એક જ શરીરમાં અનંત કાળ સુધી રહેતો નથી, Page #40 -------------------------------------------------------------------------- ________________ દેહાંતરમાં (જુદા જુદા શરીરોમાં) કર્મયોગ અનુસાર પ્રવર્તે છે. અહીં વિદ્યમાન પર્યાય અર્થાત્ વર્તમાન શરીરના નાશમાં અને અવિદ્યમાન પર્યાય અર્થાત્ નવા દેહની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે. એ દૃષ્ટિએ સત્ ભાવનો નાશ અને અસત્નો ઉત્પાદ કહ્યો છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा ।। ५६ ।। उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन । विस्तीर्णाः ॥ ५६ ॥ ॥ ॥ युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु અનુવાદ : ઉદયથી, ઉપશમથી ક્ષયથી અને ક્ષમોપશમથી અને પરિણામથી યુક્ત એવા જીવગુણો છે; અને અનેક પ્રકારના અર્થ દ્વારા તેને વિસ્તારવામાં આવ્યા છે. (૫૬) સમજૂતી : જીવના પાંચ ભાવો કે ગુણો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને પરિણામનો ઉલ્લેખ છે. ફળ આપવામાં સમર્થ એવો કર્મનો ઉદ્ભવ તે ઉદય છે, તેનો અનુદ્ભવ (ઉદ્ભવ ન થયો તે) ઉપશમ છે. ઉદ્ભવ તેમ જ અનુદ્ભવ તે ક્ષયોપશમ છે. કર્મમાંથી આત્યંતિક નિવૃત્તિ થવી તે ક્ષય છે અને દ્રવ્ય પોતે અસ્તિત્વ જાળવી રાખે છે તેથી તે પરિણામસ્વરૂપ છે. ――― कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ॥ ५७ ॥ कर्म वेदयमानो जीवो भावं करोति यादृशकम् । स तस्य तेन कर्ता भवतीति च शासने पठितम् ॥ ५७ ॥ અનુવાદ : કર્મને વેદતો થકો જીવ જેવા ભાવને ભાવિત કરે છે, તે ભાવનો તે પ્રકારે તે કર્તા છે એમ શાસનમાં કહેવાયું છે. (૫૭) સમજૂતી : જીવ વડે કર્મફળ ભોગવાય છે. આ દ્રવ્યકર્મને નિમિત્તે જીવ કર્તારૂપે જે કાર્યો કરે છે, તે કાર્યભાવનો તે કર્તા બને છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा । खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं ।। ५८ ।। ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ कर्मणा विनोदयो जीवस्य न विद्यते उपशमो वा। क्षायिकः क्षायोपशमिकस्तस्माद्भावस्तु कर्मकृतः॥५८॥ अनुवाद: કર્મ વિના જીવને ઉદય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિક હોતા નથી, તેથી भाव त छ. (५८) समती: ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ – એ ચતુર્વિધ જીવભાવો કર્મને કારણે છે. કર્મ ન હોતાં કર્મફળનો ઉદય, ઉપશમ વગેરે હોઈ શકે નહીં, તેથી તે કર્મકત છે. भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता। ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥ ५९॥ भावो यदि कर्मकृत आत्मा कर्मणो भवति कथं कर्ता । न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यत् स्वकं भावम् ॥ ५९॥ अनुपा: જો ભાવ કર્મકૃત હોય તો આત્મા કર્મનો કર્યા હોવો જોઈએ. તે કેવી રીતે? કારણ કે આત્મા તો પોતાના સ્વભાવને ત્યજીને બીજું કાંઈ પણ ४२तो नथी. (५८) भावो कम्मणिमित्तो कम्म पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥ ६० ॥ भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति । न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम् ।। ६० ॥ अनुपाह: કર્મ જીવભાવનું નિમિત્ત છે. અને જીવભાવ કર્મનું નિમિત્ત છે, પરંતુ ખરેખર मेचीननi sil नथी; ता विना थाय छे सेम ५॥ नथी. (६०) कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स । ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥ ६१॥ कुवेन् स्वक स्वभाव आत्मा को स्वकस्य भावस्य । न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम् ॥ ६१॥ ૨૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે, કર્મોનો નહિ; આ પ્રમાણે જિનવચન જાણવું. (૬૧) कम्मं पि समं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ॥ ६२ ॥ कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानम् । जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन ॥ ६२ ॥ અનુવાદ : કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી બરાબર પોતાને કરે છે. (૬૨) कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं । कि तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ।। ६३॥ कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम् । कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलम् ।। ६३ ।। અનુવાદ : જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે ? (૬૩) પુદ્ગલ સમજૂતી : આ ગાથાઓમાં (૫૯થી ૬૩) કર્મ, કર્તા, કર્મફળ અને કર્મફળને કોણ ભોગવે છે તે વિશેના મતમતાંતરો વ્યક્ત થયા છે. તેમાં અનેકવિધ ચર્ચાવિચારણાનો અવકાશ રહે છે. ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो 1 सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ॥ ६४ ॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादरैश्वानंतानंतैर्विविधैः ॥ ૬૪ ॥ અનુવાદ : લોકવિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદ્ગલકાયોના વડે અવગાહનથી ગાઢ રીતે ભરેલો છે. (૬૪) ૨૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : સમગ્ર લોક સૂક્ષ્મ તેમ જ સ્થૂળ પુદ્ગલકાયો વડે વ્યાપ્ત છે, તેમનાથી સમગ્ર રીતે ભરાયેલો છે. अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोष्णागाहमवगाढा ।। ६५ ।। आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः । गच्छंति कर्म भावमन्योन्यावगाहावगाढा: ।। ६५ ।। અનુવાદ : આત્મા પોતાના ભાવને વ્યક્ત કરે છે; ત્યાં રહેલાં પુદ્ગલો પોતાના ભાવો વડે જીવને વિષે અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશીને કર્મભાવને પામે છે. (૬૫) સમજૂતી : આત્મા મોહરાગાદિ અવિશુદ્ધ ભાવોને પરિણમે છે ત્યારે જીવના પ્રદેશોમાં પરસ્પર અવગાહરૂપે પ્રવેશેલા પુદ્ગલસ્કંધો કર્મરૂપે પ્રવર્તે છે. जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती । अकदा परेहिं दिट्ठा कम्माणं वियाणाहि ॥ ६६ ॥ यथा पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कंधनिर्वृत्तिः । अकृता परैर्दृष्टा तथा कर्मणां विजानीहि ।। ६६॥ અનુવાદ : જેમ પુદ્ઘ દ્રવ્યોની વિવિધ પ્રકારની સ્કંધરચના અન્યથી કરાયા વગર થયેલી જોવામાં આવે છે, તેમ કર્મોની વિવિધતા પરથી અકૃત હોવાનું જાણો. (૬૬) સમજૂતી : વિવિધ પ્રકારના પુદ્ગલસ્કંધો અન્ય કર્તાની અપેક્ષા વિના સહજ રીતે જ ઉદ્ભવે છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઉદ્ભવે છે. जीवा पुग्गलकाया अण्णोष्णागाढगहणपडिबद्धा । काले विजुज्जमाणा सुहदुक्खं दिति भुंजंति ॥ ६७ ॥ जीवा: पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः । काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ॥ ६७ ॥ ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જીવો અને પુલકાયો અન્યોન્ય-અવગાહને અને ગ્રહણ કરવાથી બદ્ધ છે; સમય થતાં છૂટા પડે છે અને સુખદુ:ખ આપે છે અને ભોગવે છે. (૬૭) સમજૂતી : પુદ્ગલ અને જીવના અન્યોન્ય સંબંધની પ્રગાઢતા નિર્દેશી છે. જીવ અને પુદ્ગલ અન્યોન્ય એકબીજાથી બદ્ધ છે. અને સમય થતાં જીવ અને પુદ્ગલ છૂટા પડે છે, પણ વ્યવહારદષ્ટિએ પુદ્ગલકાય વડે થયેલાં કર્મોનું ફળ જીવ ભોગવે છે. જીવ મોહ રાગાદિ કષાયો વડે સ્નિગ્ધ હોવાને કારણે કર્મરજથી મલિન થાય છે. આ પૌગલિક કર્મોનું ફળ તે ભોગવે છે. નિશ્ચયનય અનુસાર આત્મા સુખદુ:ખરૂપ પરિણામનો ભોક્તા છે. तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स । भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं ॥ ६८ ॥ तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य। भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम् ।। ६८ ॥ અનુવાદ : તેથી જીવના ભાવથી સંયુકત એવું કર્મ કર્તા છે. ચૈતન્યભાવને કારણે કર્મફળનો ભોક્તા જીવ છે. (૬૮). एवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहिं कम्मेहिं । हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥ ६९ ॥ एवं कर्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः। हिंडते पारमपारं संसारं मोहसंछन्नः ॥ ६९॥ અનુવાદ: એ રીતે પોતાનાં કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોક્ષુક્ત થઈને સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. (૬૯) સમજૂતી : અહીં કર્મના કર્તા અને ભોક્તા તરીકે જીવ વિશેનું કથન છે. શરીરરૂપે જન્મ ધારણ કર્યા પછી જીવ સ્વાભાવિક રીતે થતાં કર્મોનો કર્તા બને છે, અને કર્મફળનો ભોકતા પણ બને છે. કર્મમાં કર્મફળને ભોગવતાં ભોગવતાં તે મોહ-રાગાદિ કષાયોનો સ્પર્શ પણ પામે છે. પરિણામે તે સાંત કે અનંત રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૬૮, ૬૯) ૩૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिब्वाणपुरं वजदि धीरो ॥ ७० ॥ उपशांतक्षीणमोहो मार्ग जिनभा पितेन समुपगतः। ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः ॥ ७० ॥ અનુવાદ: જે જિનના ઉપદેશેલા માર્ગને અનુસરીને ઉપશાંત અને ક્ષીણમોહ થઈને આગળ વધે છે તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે. (૭૦) સમજૂતી : જે પુરુષ જિનેન્દ્રએ ઉપદેશેલા ધર્મનું અનુસરણ કરે છે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધાપૂર્વક તે ધર્મમાર્ગે આગળ વધે છે, તેના મોહ-રાગાદિ કષાયો ક્ષીણ થાય છે. મોહાદિનો નાશ થવાથી કર્મફળની નિર્જરા થાય છે, જીવને ભોગવવા પડતાં કમનો ક્ષય થાય છે. નવાં કમનો ઉદય થતો નથી. તેથી તે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि। चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य॥७१ ॥ छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभङ्गसब्भावो। अट्ठासओ णवट्ठो जीवो दसट्ठाणगो भणिदो ॥ ७२ ।। एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति । તુબંધમળો મળતા પ્રાપ્રમુગપ્રધાન છે ? . षट्कापक्रमयुक्तः उपयुक्तः सप्तभङ्गासद्भावः। अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानगो भणितः ॥ ७२ ॥ અનુવાદ: તે મહાત્મા એક જ છે, તે બે ભેદવાળો છે અને ત્રણ લક્ષણથી યુક્ત છે, તેને ચતુર્વિધ ભ્રમણવાળો તથા પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો કહ્યો છે. છ અપક્રમથી યુકત, ઉપયોગ લક્ષણવાળો, સપ્તભંગી સભાવવાળો આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ દશસ્થાનગત કહેવામાં આવ્યો છે. (૭૧-૭૨) સમજૂતી : તે જીવને અહીં મહાત્મા કહ્યો છે અને વિવિધ રીતે એનાં લક્ષણો વર્ણવ્યાં છે : (૧) તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ– ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૩૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨) જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે. (૩) ઉત્પત્તિ, સ્થિતિ અને લય અર્થાત્ ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાના જીવને ત્રણ લક્ષણવાળો ગણવામાં આવે છે અથવા કર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે પણ ત્રણ લક્ષણવાળો કહેવાય છે. (૪) દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ – એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. (૫) પારિણામિક, ઔદાયિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે. (૬) જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે. (૭) અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગથી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે. (૮) જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી અષ્ટ-આશ્રય છે. (૯) નવ પદાર્થ કે તત્ત્વો – જીવ, અજીવ, પાપ, પુણ્ય આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ-અર્થરૂપ છે. (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. આમ, જીવનાં વિવિધ સ્વરૂપો કે પ્રકારભેદનું અહીં વર્ણન છે : पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उटुं गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ॥ ७३ ॥ प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः सर्वतो मुक्तः। ऊर्ध्व गच्छति शेषा विदिग्वर्जा गतिं यांति ॥ ७३ ॥ અનુવાદ: પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વત: મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે, બાકીના જીવો વિદિશાઓ છોડીને ગમન કરે છે. (૭૩) સમજૂતી : ચાર પ્રકારના અનુબંધથી યુક્ત જીવ શુદ્ધ આત્મસ્વરૂપ બનતા, સહજ રીતે જ ઊર્ધ્વગમન કરે છે. સંસારી જીવો, જે કર્મરજથી મલિન છે, તેઓ જન્મજન્માંતરમાં ભ્રમણ કરે છે. પુદ્ગલ खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू। इदि ते चदुब्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ।। ७४ ॥ ૩૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः । इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।। ७४ ॥ અનુવાદ : સ્કંધો, સ્કંધદેશો, અંધ પ્રદેશો અને પરમાણુઓ – એમ તે પુદ્ગલકાયના ચાર પ્રકારો જાણવા. (૭૪) खंधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसो त्ति। ગદ્ધદ્ધ સો પરમાણૂ રેવ ગરિમા ૭% છે. स्कंधः सकलसमस्तस्तस्य त्वधु भणन्ति देश इति । अर्धार्ध च प्रदेशः परमाणुश्चैवाविभागी॥ ७५ ।। અનુવાદ : સકળ-સમસ્ત તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અધે તે પ્રદેશ છે અને અવિભાગી તે ખરેખર પરમાણુ છે. (૭૫) સમજૂતી : જીવદ્રવ્યનું વર્ણન સમાપ્ત કરીને હવે અજીવદ્રવ્યના ભેદોનું ક્રમશ: વર્ણન શરૂ થાય છે. અહીં પુદ્ગલ દ્રવ્યના મુખ્ય ચાર ભેદ : અંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ હોવાનું જણાવ્યું છે. પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ એક આખી વસ્તુ – એના અખંડ સ્વરૂપમાં કંધ છે. તેના અર્ધ ભાગને દેશ કહે છે. દેશના અર્ધ ભાગને પ્રદેશ અને તેનો જે છેલ્લો વિભાગ કે જેના આગળ વિભાગ કે ખંડ થઈ શકે નહીં તેને પરમાણુ કહે છે. પ્રદેશનો છેવટનો અવિભાગી તે પરમાણુ છે. (૭૪, ૭૫) बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो। ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥ ७६ ॥ बादरसौम्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः। ते भवन्ति षट्प्रकारात्रैलोक्यं यैः निष्पन्नम् ॥ ७६ ॥ અનુવાદ: બાદર ને સૂક્ષ્મપણે પરિણત સ્કંધો વ્યવહારથી પુગલ' તે છે પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નિષ્પન્ન થયા છે. (૭૬) સમજૂતી : સૃષ્ટિમાં નાના કે મોટા અથવા સૂક્ષ્મ કે સ્થૂળ સ્વરૂપે જણાતા સ્કંધો વાસ્તવમાં ૩૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ જ છે, અને તેનાથી જ ત્રણે લોકનું સર્જન થયું છે. તેના છ પ્રકાર છે : (૧) બાદર-ખાદર : પથ્થર, લાકડું વગેરે રૂપ સ્કંધો કે જે છેદાયા પછી સ્વયં જોડાઈ શકતા નથી. (૨) બાદર : દૂધ, ઘી, તેલ, જળ વગેરે કંધો – જે છેદાવા છતાં સ્વયં જોડાઈ શકે છે. (૩) બાઠરસૂક્ષ્મ : છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગેરે સ્થૂળ જણાતા સ્કંધો કે જે છેદી, ભેદી કે ગ્રહી શકાતા નથી. (૪) સૂક્ષ્મબાદર : સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ સૂક્ષ્મ હોવા છતાં અનુભવી શકાય છે. આ આંખ સિવાયની ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો છે. આંખથી ન જોઈ શકાવા છતાં સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે અને કાનથી સાંભળી શકાય છે. (૫) સૂક્ષ્મ : કર્મવર્ગણા વગેરે કંધો કે જે સૂક્ષ્મ છે અને ઇંદ્રિયોથી જાણી શકાતા નથી. (૬) સૂક્ષ્મસૂક્ષ્મ : કર્મવર્ગણાથી નીચેના સ્કંધો કે જે અત્યંત સૂક્ષ્મ છે. सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असो एक्को अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुम् । स शाश्वतोऽशब्दः एकोऽविभागी मूर्तिभवः ॥ ७७ ॥ અનુવાદ : સર્વ સ્કંધોના અંતિમ ભાગને પરમાણુ જાણો. તે અવિભાગી, એક, શાશ્વત, મૂર્તરૂપે ઉત્પન્ન થનારો અને અશબ્દ છે. (૩૭) आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु । सो ओ परमाणू परिणामगुणो सयमसहो ॥ ७८ ॥ आदेशमात्रमूर्त्तः धातुचतुष्कस्य कारणं यस्तु । स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ॥ ७८ ॥ અનુવાદ : જે આદેશમાત્રથી મૂર્ત છે, ચાર ધાતુઓનું કારણ છે, પરિણામગુણવાળો છે અને સ્વયં અશબ્દ છે, તેને પરમાણુ જાણવો. (૭૮) /૩૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : અહીં પરમાણુનું સ્વરૂપ વર્ણવ્યું છે. સ્કંધનો અવિભાગી નાનામાં નાના અંશને સ્કંધરૂપી પર્યાયનો અંતિમ ભાગ – જેનો આગળ ભેદ થઈ શકતો નથી તે પરમાણુ છે. તેનો પુન: વિભાગ થઈ શકતો નથી, માટે અવિભાગી છે. તે એક જ પ્રદેશવાળો હોવાથી એક છે. મૂર્ત દ્રવ્યસ્વરૂપ હોવાથી અવિનાશી હોઈને નિત્ય છે. મૂર્તરૂપે ઉત્પન્ન થનારો અને અશબ્દ છે. બધા પરમાણુઓ સમાન ગુણવાળા છે, ભિન્ન ભિન્ન જાતિના નથી. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપ ચાર ધાતુઓના કારણરૂપ છે. (૭૭, ૭૮) सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो ॥ ७९ ॥ शब्द स्कंधप्रभवः स्कंधः परमाणुसङ्गसङ्घातः । स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः ॥ ७९ ॥ અનુવાદ : શબ્દ અંધજન્ય છે. સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, અને તે સ્કંધો સ્પર્શતાં અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે નિયતપણે ઉત્પાઘ છે. (૭૯) સમજૂતી : સ્કંધ પરમાણુઓના સમૂહથી બનેલો છે. અને આ સ્કંધોના અથડાવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. એટલે શબ્દ સ્કંધજન્ય છે. શબ્દના અનેક પ્રકાર છે પરંતુ સર્વ શબ્દનું ઉત્પન્ન થવાનું કારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ છે. તે વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમે છે. જીભ, ઢોલ, મેઘ વગેરે માત્ર નિમિત્તરૂપ છે. णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥.८० ॥ नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता। स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः ॥ ८ ॥ અનુવાદ : પરમાણુ પ્રદેશ દ્વારા નિત્ય છે, તે અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કંધોનો નાશ કરનાર તેમ જ રચના કરનાર છે તથા કાળ અને સંખ્યાનો વિભાગ કરનાર છે. (૮૦) ૨૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं । खंधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ॥ ८१ ॥ एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दम् । स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानीहि ॥ १॥ અનુવાદ : તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે એમ જાણો. (૮૧) સમજૂતી : પરમાણુના સ્વરૂપનું વિશેષ વર્ણન કર્યું છે. તે દ્રવ્ય પુદ્ગલસ્વરૂપ હોવાથી અવિનાશી અર્થાત્ શાશ્વત છે. પરમાણુ એકપ્રદેશી હોવાથી તેનાથી અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્શ વગેરે ગુણોને અવકાશ આપતો હોવાથી અવકાશરહિત નથી તથા તેનામાં અન્ય પ્રદેશોનો અભાવ હોવાથી પોતે જ પોતાનો આદિ, મધ્ય અને અંત છે, તેથી સાવકાશ નથી. તે સ્કંધોનું સર્જન કરે છે અને તેનો ભેદ પણ કરે છે. તથા સંખ્યા અને કાળનો વિભાગ કરનાર છે. કાળના માપનો એકમ સમય છે. સમયની વ્યાખ્યામાં પરમાણુનો આધાર લેવાય છે. કાળની જેમ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવના પરિમાણને જાણવા માટે પરમાણુ મહત્ત્વનો માપદંડ છે. આ પરમાણુમાં રસ-વર્ણ-ગંધ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક પ્રકારના રસ-વર્ણ કે ગંધસહિત હોય છે. પાંચ રસપર્યાયોમાંથી એક વખતે કોઈ એક જ રસપર્યાય – સહિત હોય છે. જેમ કે અથાણું ગળ્યું, તીખું કે ખાટું. તેવી રીતે સુગંધ અને દુર્ગધ એમ બે ગંધ પર્યાયોમાંથી એક સમયે એક જ ગંધ પર્યાય સહિત હોય છે. સ્પર્શપર્યાયનાં ચાર જોડકાં છે : શીત-સ્નિગ્ધ, શીત-રુક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ અને ઉષ્ણ-રૂક્ષ પરમાણુ કોઈ એક વખતે સ્પર્શના એક જોડકા સહિત એટલે કે બે પ્રકારના સ્પર્શ સહિત પ્રવર્તે છે. આ પરમાણુ શબ્દસ્કંધરૂપે પરિણમવા સમર્થ છે, તેથી શબ્દનું કારણ છે. પણ તે પોતે એક પ્રદેશી હોવાથી અશબ્દ છે. તે સ્કંધરૂપે, કંધની અંદર હોય તો પણ પરિપૂર્ણ સ્વતંત્ર દ્રવ્ય છે. (૮૦-૮૧) उवभोज्जमिदिएहिं य इंदियकाया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सब् पुग्गलं जाणे ॥ ८२ ॥ ૩૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियकाया मनश्च कर्माणि । यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात् ॥ ८२ ॥ અનુવાદ : ઇંદ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, ઇંદ્રિયો, શરીરો, મન, કર્મો અને અન્ય જે કાંઈ भूत खोय ते सपने पुरा गो. (८२) समजूती: જે કાંઈ મૂર્તિ છે, તે સર્વ પૂગલ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દરૂપ એ પાંચ द्रियविषयो, या, (म, , सु ने क्षोत्र३५ पाय छन्द्रियो, मौरि४, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્યણરૂપ પાંચ પ્રકારનાં શરીર કે કાય, દ્રવ્યમન, દ્રવ્યકર્મો, વિવિધ વર્ગણાઓ તથા પરમાણુ – જે કાંઈ મૂર્તિ છે, તે સર્વ પુદગલ છે. ધર્મ અર્થે અધર્મ धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं । लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं ॥ ८३ ॥ धर्मास्तिकायोऽरसोऽवर्णगंधोऽशन्दोऽस्पर्शः । लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः ॥ ८३ ॥ અનુવાદ : ધર્માસ્તિકાય અસ્પૃશ્ય, રસરહિત, ગંધરહિત અવર્ણ અને અશબ્દ છે; सोप्या५ छ; 3, विमने असंन्यातप्रदेशी छ. (८3) अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकज्जं ॥ ८४ ॥ अगुरुकलघुकैः सदा तैः अनंतैः परिणतः नित्यः। गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः ॥ ८४ ॥ अनुवाद: તે અનંત એવા જે અગુરુલઘુ ગુણોરૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયાયુક્તને કારણભૂત છે અને પોતે કૃત (સ્વયંસિદ્ધ) છે. (૮૪) उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए। तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाणाहि ॥ ८५ ॥ उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके। तथा जीवपुद्गलानां धर्मद्रव्यं विजानीहि ॥ ८५ ॥ 3८ Page #52 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જેમ જગતમાં પાણી માછલાંઓને ગતિ કરવામાં સહાયરૂપ બને છે તેમ ધર્મદ્રવ્ય (જીવ-પુદ્ગલોને ગતિ કરવામાં સહાય કરે છે, એમ જાણો. (૮૫) સમજૂતી : અહીં ધર્મના સ્વરૂપનું વર્ણન છે. તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરહિત હોવાથી અમૂર્ત છે. તે સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો, શબ્દરહિત, અખંડ અને સ્વભાવથી જ સર્વત: વિસ્તૃત હોવાથી વિશાળ છે. નિશ્ચયનય અનુસાર એકપ્રદેશી છતાં વ્યવહારનય પ્રમાણે અસંખ્યપ્રદેશી છે. તે ઉત્પાદ-વ્યયથી યુક્ત છે, પણ સ્વભાવથી ચુત નહિ થતો હોવાને કારણે નિત્ય છે. ગતિ કરવા ઇચ્છતા જીવ-પુગલોને તે સહાયક થાય છે. તે અન્ય કોઈથી ઉત્પન્ન થયો ન હોવાને કારણે સ્વયંસિદ્ધ છે, કોઈ નિશ્ચિત કારણના કાર્યરૂપે ઉત્પન્ન થયો નથી. જીવપુગલો પોતે ગતિ કરતા હોય તો જ ધર્મદ્રવ્ય તેમને સહાયક થાય છે. તે તેમને ગતિ માટે પ્રેરક બનતો નથી. તેને (૮૩-૮૪-૮૫). जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम् । स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ॥ ८६ ॥ અનુવાદ : જેમ ધર્મદ્રવ્ય હોય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે પૃથ્વીની જેમ સ્થિતિક્રિયા પરિણત જીવ-પુગલનાં માટે નિમિત્તરૂપ છે. (૮૬) સમજૂતી : અહીં અધર્મ દ્રવ્યની વ્યાખ્યા છે. તે સ્થિર થવા ઇચ્છતા જીવ-પુદ્ગલને પૃથ્વીની માફક સ્થિર થવામાં સહાયક બને છે. સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમવા ઇચ્છતા જીવપુદ્ગલને માટે તે સ્થિતિનું કારણ નથી, પણ ઉદાસીનભાવે કેવળ સહાયરૂપ બને છે.. जादो अलोगलोगो जेसिं सन्भावदो य गमणठिदी। दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य॥ ८७ ।। जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिति। द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ॥ ८७॥ 30 Page #53 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : તે બેના સદ્ભાવથી (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ તથા અલોક અને લોક થાય છે. વળી તે બંને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણ કહેવામાં આવ્યાં છે. (૮૭) ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स। हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ।। ८८ ॥ न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य। મતિ મત્તે સ: પ્રસી નવાનાં મુદ્રનાનાં ર. ૮૮ અનુવાદ : ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે, ગતિ કરતા જીવો તથા પુગલોને માટે આશ્રયરૂપ છે. (૮૮). विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति । ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।। ८९ ॥ અનુવાદ: જેમને ગતિ હોય છે તેમને જ વળી સ્થિતિ હોય છે તેઓ તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે. (૮૯) સમજૂતી : અહીં ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશિષ્ટતાઓ દર્શાવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે જ બની શકે છે, માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું અસ્તિત્વ છે. જીવ-પુગલના ગતિ અને સ્થિતિના બહિરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એકક્ષેત્રી હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલા જીવપુલોને ગતિ-સ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, લોકપ્રમાણ છે. આ ધર્મ અને અધર્મ જીવપુગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે, પણ ગતિ કે સ્થિતિ કરવા ઇચ્છતા જીવને તેમ કરવામાં મદદરૂપ બને છે તે રીતે આ બંને દ્રવ્યો ધર્મ અને અધર્મ પોતે ગતિ કે સ્થિતિ કરતા નથી, પણ જીવપુદ્ગલો તેમને આધારે ગતિ-સ્થિતિ કરે છે અને ૪૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ જે જીવ ગતિ કરતો હોય છે તે અન્ય સમયે સ્થિતિ પણ કરે છે અને સ્થિતિ પરિગત જીવ અન્ય સમયે ગતિ કરતો હોય છે. ધર્મ અને અધર્મ તેના મુખ્ય હેતુરૂપ નથી. પરંતુ સમસ્ત ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે छ भने धर्म-अधर्म तम सखाय3 माश्रय३५ जने छ. (८७-८८-८८) આકાશ અળે કળ્યોતું મૂપિણું सव्वेसिं जीवाणं सेसासं तह य पुग्गलाणं च । जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं ॥ ९ ॥ सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च। यद्ददाति विवरमखिलं तल्लोके भवत्याकाशम् ।। ९० ॥ अनुवाद: પુગલોને, આવોને અને બાકી રહેલાં સર્વ દ્રવ્યોને લોકમાં જે સંપૂર્ણ અવકાશ मा छ, ते मा छे. (८०) जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ॥ ९१॥ जीवाः पुद्गलकायाः धर्माधर्मौ च लोकतोऽनन्ये । ततोऽनन्यदन्यदाकाशमंतव्यतिरिक्तम् अनुवाद: જીવો, પુલકાયો, ધર્મ અને અધર્મ લોકથી અનન્ય છે; અંત રહિત એવું આકાશ તેનાથી અનન્ય તેમ જ અન્ય છે. (૯૧) आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि। उटुंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ॥ ९२ ॥ आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि । ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र । मनुवाद: આકાશ ગતિ-સ્થિતિના કારાણ સહતિ અવકાશ આપતું હોય તો જેમને માટે ઊર્ધ્વગતિ જ મુખ્ય છે તેવા સિદ્ધો તેમાં કેમ સ્થિર હોય? (૨) जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं । तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति ॥ ९३ ॥ ॥ ९१॥ ४१ Page #55 -------------------------------------------------------------------------- ________________ यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम् । तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति ॥ ९३ ॥ सनुपा: જેથી જિનવરોએ સિદ્ધોની સ્થિતિ લોકના અગ્ર ભાગે કહી છે, તેથી ગતિસ્થિતિ આકાશમાં હોતી નથી એમ જાણો. (૯૩) जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स च अंतपरिवड्डी ॥ ९४ ॥ यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम् । प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः ॥ ९४ ॥ अनुपाई : જો આકાશ જીવ-પુદ્ગલોને માટે ગતિeતુ અને સ્થિતિહેતુ હોય તો અલોકની नि भने सोना अंतनी वृद्धि समवे. (८४) तम्हा धम्माधम्मा गमणढिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणताणं ॥ ९५ ॥ तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाकाशम् । इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम् ॥ ९५ ॥ सनुवाद: તેથી ગતિ અને સ્થિતિનાં કારણ ધર્મ અને અધર્મ છે, આકાશ નહિ. આમ લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે જિનવરોએ કહ્યું છે. (૯૫) धम्माधम्मागासा अपुधभूदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ॥ ९६ ॥ धर्माधर्माकाशान्यपृथग्भूतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुर्वत्येकत्वमन्यत्वम् ॥ ९६ ॥ अनुवाद: ધર્મ, અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં અપૃથભૂત હોવા છતાં પૃથક રીતે ઉપલબ્ધ થઈ શકે તેવી વિશેષતાવાળાં હોવાથી એકત્વ તેમ જ अन्यत्पने ४२ छे. (८६) Page #56 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : આકાશ દ્રવ્ય અને ધર્મ-અધર્મ સાથેનો તેનો સંબંધ સમજાવ્યો છે. આ ષ દ્રવ્યાત્મ લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે (આકાશ સિવાયનાં દ્રવ્યો લોકાકાશમાં અસ્તિત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં, જેને અલોકાકાશ કહેવામાં આવે છે, તે અનંત અને લોકથી અન્ય છે, અને અનન્ય પણ છે. તેમાં ગતિ સ્થિતિ હોતી નથી, તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે સ્થિર થાય છે. ગતિસ્થિતિનો હેતુ આકાશને વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે, એમ જિનેશ્વરે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ધર્મ-અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલાં હોવાને કારણે જ એકત્વવાળાં છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મ – ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ અને અવગાહહેતુત્વ – ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. (૯૦-૯૬) आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु ॥ ९७ ॥ आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूर्तं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ॥ ९७ ॥ અનુવાદ : આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે. (૯૭) जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु॥९८ ॥ जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः । पुद्गलकरणा जीवाः स्कंधा खलु कालकरणास्तु ।। ९८ ॥ અનુવાદ : બાહ્ય કારણ સહિત રહેલા જીવો અને પુગલો સક્રિય છે, બાકીનાં (દ્રવ્યો સક્રિય) નથી; જીવો પુદ્ગલકરણવાળા છે અને સ્કંધો (અર્થાત્ પુગલો) તો કાળકરાણવાળા છે. (૯૮) ૪૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ जे खलु इंदियगेज्झा विसया जीवेहिं होंति ते मुत्ता । सेसं हवदि अमुत्तं चित्तं उभयं समादियादि ।। ९९ ।। खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्ताः । भवत्यमूर्तं चित्तमुभयं समाददाति ।। ९९ ।। ये शेषं अनुवाद : ने ( पहार्थी) पोना हैद्रियग्राह्य विषयो छे ते भूर्त छे जने जाडीनां (पहार्थसमूह ) अमूर्त छे थित्त ते जनेने ग्रहाग रे छे. (एए) समभूती : આ ગાથાઓમાં દ્રવ્યોની મૂર્તતા, અમૂર્તતા, સક્રિયતા, નિષ્ક્રિયતા વગેરેનું કથન छे. स्पर्श, रस, गंध जने वार्ग सहित छे, ते भूर्त छे जने स्पर्श-रस-गंधवार्ग रहित छे, ते अभूर्त छे ५ द्रव्योमाथी आश, ण, ̈व, ધર્મ અને અધર્મ મૂર્ત છે અને પુદ્ગલદ્રવ્યો મૂર્ત છે. આ લોકમાં ઇંદ્રિયો દ્વારા ગ્રાહ્ય પદાર્થો મૂર્ત છે અને ઇંદ્રિયો દ્વારા જેનું ગ્રહણ થઈ શકતું નથી તે અમૂર્ત છે. જોકે, ચિત્ત મૂર્ત-અમૂર્ત બંનેનું ગ્રહણ કરે છે. જીવ સ્વરૂપે અમૂર્ત છે પણ પુદ્ગલ દ્રવ્યોનો સંયોગ થતાં મૂર્ત બને છે. જીવમાં ચૈતન્યનો સદ્ભાવ હોવાથી તે ચેતન, જ્યારે અન્ય દ્રવ્યો અચેતન છે. જીવ-પુદ્ગલો સક્રિય છે અને દ્રવ્યો निष्ठिय छे. ( ८७-८८-७८) Ꭶ10 कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो । दोहं एस सहावा कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ काल: परिणामभवः परिणामो द्रव्यकालसंभूतः । द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ॥ १०० ॥ અનુવાદ : કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે; પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે. આ બંનેનો સ્વભાવ છે. કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે. (૧૦૦) कालो त्तिय ववदेसो सब्भावपरूषगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो दीनंतरट्ठाई ॥ १०१ ॥ काल इति च व्यपदेश: सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो दीर्घातरस्थायी ૪૪ ॥ १०१ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : ‘કાળ’ એવો વ્યપદેશ સદ્ભાવનો પ્રરૂપક છે તેથી તે નિત્ય છે. ઉત્પન્ન થતાં જ નષ્ટ થનારો બીજો જે (વ્યવહારકાળ) તે દીર્ઘ સ્થિતિનો પણ છે. (૧૦૧) एदे कालागासा धमाधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स द णत्थि कायत्तं ॥ १०२ ॥ एते कालाकाशे धर्माधर्मौ च पुद्गला जीवाः । लभते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वम् ॥ १०२ ॥ અનુવાદ : આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલો અને જીવો ‘દ્રવ્ય’ સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયત્વ નથી. (૧૦૨) સમજૂતી : આ ગાથાઓમાં કાળદ્રવ્યનું વર્ણન છે. તેના વ્યવહારકાળ અને નિશ્ર્ચયકાળ એવાં બે સ્વરૂપ છે. જેને આપણે ક્ષણ, મુહૂર્ત અથવા સેકંડ, મિનિટ, કલાક, દિવસ, રાત્રિ વગેરે એકમોમાં વિભાજિત કરીને ઓળખીએ છીએ તે વ્યવહારકાળ છે. તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે. વ્યવહારકાળ ક્ષણભંગુર છે, કારણ દરેક ક્ષણે તે નવી રીતે પરિણમે છે પણ કાળ દ્રવ્ય હોવાને કારણે નિશ્ચય દષ્ટિએ નિત્ય અને અવિનાશી છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશમાં દ્રવ્યનાં સઘળાં લક્ષણો હોવાથી તેને દ્રવ્ય કહેવામાં આવે છે. કાળમાં પણ તે લક્ષણો હોવાથી તેને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પરંતુ જીવાદિ દ્રવ્યોમાં પ્રદેશપણાનું જે લક્ષણ છે જેમ કે દ્વિપ્રદેશી, બહુપ્રદેશી, અનંતપ્રદેશી વગેરેને કારણે તેમને અસ્તિકાય કહેવામાં આવે છે. કાળમાં પ્રદેશત્વ નથી, તેથી તે અસ્તિકાય નથી. આ કારણથી પ્રસ્તુત ગ્રંથમાં કાળ અસ્તિકાય નહીં હોવાથી તેનું વિશદ વર્ણન નથી, પણ અન્ય પાંચ દ્રવ્યોનું અસ્તિકાય સ્વરૂપે વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે. ફળકથન एवं पवयणसारं पंचत्थियसंग्रहं वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ।। १०३ ।। एवं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं विज्ञाय । यो मुञ्चति रागद्वेषौ स गाहते दुःखपरिमोक्षम् ॥ १०३ ॥ ૪૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : એ પ્રમાણે પ્રવચનના સારભૂત ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તે દુ:ખમાંથી મુક્તિ મેળવે છે. (૧૦૩) मुणिण एतदट्ठे तदणुगमणुज्जदो हिदमोहो । पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो ॥ १०४ ॥ ज्ञात्वैतदर्थं तदनुगमनोद्यतो निहतमोहः प्रशमितरागद्वेषो भवति हतपरापरो जीवः ॥ १०४ ॥ અનુવાદ : જીવ આ અર્થને જાણીને તેને અનુસરવાનો પ્રયત્ન કરતાં મોહરહિત થઈને રાગદ્વેષને નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. (૧૦૪) સમજૂતી : પંચાસ્તિકાય ગ્રંથના અધ્યયનનું ફળ અહીં વર્ણવ્યું છે. તેનો અર્થ જાણી, તેનું અનુસરણ કરનારના રાગદ્વેષાદિ કષાયોનો નાશ થાય છે અને સર્વ પ્રકારનાં કર્મોનો ક્ષય થતાં પોતાના મૂળ વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. (૧૦૩-૧૦૪) ૪૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રુતસ્કંધ ૨. નવ પદાર્થ અને મોક્ષમાર્ગનું વર્ણન સ્તુતિ અને ભૂમિકા अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ।। १०५ ।। अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरम् । तेषां पदार्थभङ्ग मार्गं मोक्षस्य वक्ष्यामि ॥ १०५ ॥ अनुवाद : મોક્ષના નિમિત્તરૂપ શ્રી મહાવીરને શિરથી વંદન કરીને, તેમનો પદાર્થ-ભેદ તથા भोक्षनो मार्ग ऽधुं छं. (104) सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं । मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ।। १०६ ।। सम्यक्त्वज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीणम् । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनाम् ।। १०६ ।। अनुवाद : સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત, રાગદ્વેષથી રહિત લબ્ધબુદ્ધિ ભગવાન માટે भोक्षनो मार्ग छे. (१०६ ) समजूती : પુનર્જન્મનો ક્ષય કરનાર ભગવાન મહાવીરને પ્રણામ કરીને કર્તા સમ્યક્ત્વ અને જ્ઞાનથી સંયુક્ત, રાગદ્વેષથી રહિત અને ભવ્યજીવોને માટે માક્ષમાર્ગનું વર્ણન કરે छे. (१०५-१०६) सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं । चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ।। १०७ ।। सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम् । चारित्रं समभावो विषयेषु विरूढमार्गाणाम् ॥ १०७ ॥ अनुवाद : રૂપ ભાવમાં શ્રદ્ધા હોવી તે સમ્યકત્વ છે; તેમને જાણવા ४७ ज्ञान ; Page #61 -------------------------------------------------------------------------- ________________ જેમનો માર્ગ વિશેષ રીતે માર્ગારૂઢ (પુરુષોને માટે) વિષયો પ્રત્યેનો સમભાવ ચારિત્ર છે. (૧૦૭) जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं। संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥ १०८ ॥ जीवाजीवौ भावो पुण्यं पापं चासवस्तयोः । संवरनिर्जरबंधा मोक्षश्च ते अर्थाः ॥ १०८॥ અનુવાદ: જીવ અને અજીવ – બે ભાવો તથા તે બેનાં પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ તત્ત્વો છે. (૧૦૮). સમજૂતી : મોક્ષમાર્ગના નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવના તરીકે પ્રથમ સમન્ દર્શન, સમગૂ જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સૂચન છે. કાળસહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થોને “ભાવ” કહેવામાં આવે છે. મિથ્યા દર્શનનો નાશ થતાં આ નવ પદાર્થરૂપ ભાવમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી તે સમ્ય દર્શન છે. તેના વિશેનો બોધ થવો તે સમ્યગું જ્ઞાન છે અને ઇન્દ્રિય તથા મનના વિષયભૂત પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષમોહાદિનો ક્ષય થતાં, જ્ઞાનમાર્ગે આરૂઢ થવું, આગળ વધવું, તે સમ્યક ચારિત્ર છે. આ સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રને ત્રિરત્ન અને તેના વડે મોક્ષમાર્ગને ‘ત્રિલક્ષણવાળો” પણ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગના નવ પદાર્થો કે તત્ત્વો આ પ્રમાણે છે : જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેમાં જીવ અને અજીવ એ બે મુખ્ય પદાર્થો છે. જીવ ચૈતન્યયુકત છે, અજીવ અચેતન છે. (૧૦૭-૧૦૮) જીવ जीवा संसारत्था णिव्वादा चेदणप्पगा दुविहा। उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥१०९ ॥ जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ॥१०९ ॥ અનુવાદ : વાં બે પ્રકારના છે : સંસારી અને સિદ્ધ, તેઓ ચૈતન્યમય તેમ જ ઉપયોગના લક્ષણવાળા છે. (સંસારી જીવો) દેહસહિત છે અને (સિદ્ધ જીવો). દેહરહિત છે. (૧૯) ૪૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : જીવોના મુખ્ય બે પ્રકાર છે : સંસારી અને સિદ્ધ. તે બંને ચૈતન્યયુક્ત અને ઉપયોગ-લક્ષણવાળા · અર્થાત્ દર્શન અને જ્ઞાનસહિત છે. તેમાંથી સંસારી જીવ દેહસહિત છે, અને સિદ્ધ જીવો દેહરહિત હોય છે. (૧૯) ---- पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया । देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ॥ ११० ॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्शं बहुका अपि ते तेषाम् ॥ અનુવાદ : ११० ॥ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ જીવસહિત છે. તેમની ઘણી સંખ્યા હોવા છતાં તે સર્વ ખરેખર અતિ મોહથી યુક્ત સ્પર્શ આપે છે. (૧૧૦) ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥ १११ ॥ त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः । मन: परिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥ १११ ॥ અનુવાદ : તેમાંના ત્રણ જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો ત્રસ છે; તે બધા મનપરિણામરહિત એકેદ્રિય જીવો જાણવા. (૧૧૧) एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ।। ११२ ।। एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः । મનઃ नः परिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ।। ११२ ।। અનુવાદ : આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવનિકાયોને મનપરિણામરહિત એકેંદ્રિય જીવો કહ્યા છે. (૧૧૨) સમજૂતી : જીવના અન્ય પ્રકારોનું વર્ણન છે. જીવ પુદ્ગલ સાથેના સાહચર્યથી શરીર ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ धारा ४२ छ, जय अति शरी२. पृथ्वी४ाय, अ५(पागी)य, तनय, વાયુકાય અને વનસ્પતિકાય પાંચ મુખ્ય પ્રકારો છે. તેના અનેક અવાંતર ભેદ પણ છે. તેમાંથી પૃથ્વીકાયિક, અપ્રકાયિક અને વનસ્પતિકાયિક જીવો સ્થાવર (બાદર) શરીરના સંયોગવાળા તથા વાયુકાયિક અને અગ્નિકાયિક જીવો ત્રસ એટલે ગતિશીલ છે. તે સર્વ મનપરિણામરહિત અને એક ઇન્દ્રિયવાળા જીવો છે. આ ®ो भनरखित अने स्पशेन्द्रियाणा डोय छे. (११०, १११, ११२) अंडेसु पवटुंता गम्भत्था माणुसा य मुच्छगया। जारिसया तारिसया जीवा एगेंदिया णेया ॥११३ ॥ अंडेषु प्रवर्धमाना गर्भस्था मानुषाश्चमूच्र्छा गताः । यादृशास्तादृशा जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥ ११३ ॥ खनुवा: ઈંડામાં વૃદ્ધિ પામતાં પ્રાણીઓ, ગર્ભમાં રહેલાં પ્રાણીઓ અને મૂછ પામેલા મનુષ્યો, જેવાં જે જીવો છે તેવા એકેંદ્રિય જીવો જાણવા. (૧૧૩) संबुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा ॥११४ ॥ शंबूकमातृवाहाः शङ्खाः शुक्तयोऽपादकाः च कृमयः। जानन्ति रसं स्पर्श ये ते द्वीन्द्रियाः जीवाः ॥११४ ॥ अनुवाद: જે શબૂક, માતૃવાહ, શંખ, છીપ અને પગ વગરના કૃમિ – રસ અને સ્પર્શને नागेछ तमो वीद्रिय पो छे. (११४) जूगागुंभीमक्कणपिपीलिया विच्छुयादिया कीडा। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ॥ ११५ ॥ यूकाकुंभीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः। जानन्ति रसं स्पर्श गंधं त्रींद्रियाः जीवाः ॥ ११५ ॥ मनुवाद: જુ, કુંભી, માકડ, કીડી અને વીંછી વગેરે જંતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે छ; ते त्रीद्रिय वो ७. (११५) उद्दसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया। रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति ॥ ११६ ।। ५० Page #64 -------------------------------------------------------------------------- ________________ उद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गायाः । रूपं रसं च गंधं स्पर्श पुनस्ते विजानन्ति ॥ ११६ ॥ અનુવાદ : વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયાં વગેરે જીવો રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે. (૧૧૬) सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्डू । जलचरथलचरखचरा बलिया पंचेंदियाजीवा ॥ ११७ ॥ सुरनरनारकतिर्यचो वर्णरसस्पर्शगंधशब्दज्ञाः । जलचरस्थलचरखचरा बलिनः पंचेन्द्रिया जीवाः ॥ ११७ ॥ અનુવાદ : વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારા દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ કે જેઓ જળચર, સ્થળચર, કે ખેચર હોય છે તેઓ બળવાન પંચેદ્રિય જીવો છે. (૧૧૭) સમજૂતી : ઇન્દ્રિય અનુસાર જીવના પ્રકારભેદો સમજાવ્યા છે. અંડસ્થ, ગર્ભમાં રહેલા તથા મૂર્છાગત જીવો એકેન્દ્રિયયુક્ત છે. તેમને સ્પર્શેન્દ્રિય હોય છે. શંબૂક, માતૃવાહ, શંખ, છીપ, પગ વગરના કૃમિ વગેરે દ્રિન્દ્રિય જીવોમાં સ્પર્શેન્દ્રિયની સાથે રસનેન્દ્રિયનો ઉદય થયેલો હોય છે. જૂ, કુંભી, માંકડ, કીડી તેમ જ વીંછી વગેરે જંતુઓને ત્રણ ઈન્દ્રિયો હોય છે : સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. મધમાખી, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર, વગેરે ચાર ઇન્દ્રિયોથી યુક્ત જીવોમાં સ્પર્શ, રસ અને ગંધ ઉપરાંત રૂપને જાણવા માટે ચક્ષુરિન્દ્રિયનો પણ ઉદય થયો હોય છે. આ સર્વ જીવો મનરહિત હોય છે. જ્યારે દેવ-મનુષ્ય-નારક અને તિર્યંચ પ્રકારના જીવો પંચેન્દ્રિય છે. તેઓ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ક્ષોત્રેન્દ્રિય એ પાંચે ઇન્દ્રિયોથી યુક્ત હોય છે. તેમાંથી દેવમનુષ્ય અને ચાર નારકોના મનના આવરણનો ક્ષયોપશમ થયો હોવાથી મનહિત હોય છે. જ્યારે તિર્યંચો મનરહિત અને મનસહિત એમ બંને પ્રકારે હોય છે. તેઓ જળમાં, પૃથ્વી પર કે આકાશમાં રહેનારાં અને વર્ણ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણનારાં હોય છે. देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ॥ ११८ ॥ ૫૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ देवाश्चतुर्णिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः । तिर्यंच: बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः ॥ ११८ ॥ અનુવાદ : દેવોના ચાર નિકાય છે; મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચોના અનેક પ્રકાર છે, અને નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે. (૧૧૮) સમજૂતી : અહીં, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકોના ભેદ નિર્દેશ્યા છે. દેવોના ચાર પ્રકાર છે : ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈજ્ઞાનિક, મનુષ્યોના કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા બે ભેદ છે. તિર્યંચોના પૃથ્વી, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ વગેરે અનેક પ્રકાર છે. નારકોના સાત પ્રકાર આ પ્રમાણે છે : રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમ:પ્રભાભૂમિજ અને મહાતમ:પ્રભાભૂમિજ. જીવો ચતુર્ગતિનામકર્મના ફળ સ્વરૂપે દેવ-મનુષ્ય-નારક કે તિર્યંચ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. खीणे पुब्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु । पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ।। ११९ ।। क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु । प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात् ॥ ११९ ॥ અનુવાદ : પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષ્યકર્મ ક્ષીણ થતાં તે જીવો પોતાની લેશ્યાને અનુસાર ખરેખર અન્ય ગતિ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. (૧૧૯) एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ।। एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । વૈવિદ્દીના સિદ્ધા' મળ્યા. સંસારિગોડમવ્યાસ્ત્ર | ૨૦ || અનુવાદ : આ જીવનિકાયો દેહમાં આશ્રય લઈને વિચરનારા કહેવામાં આવ્યા છે. સિદ્ધો દેહરહિત છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે. (૧૨૦) પર Page #66 -------------------------------------------------------------------------- ________________ ण हि इंद्रियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।। १२१ ॥ न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ॥ १२१ ॥ અનુવાદ : ઇન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ પ્રરૂપે છે. (૧૨૧) जाणदि पस्सदि सव्वं इच्छति सुक्खं बिभेदि दुक्खादो । कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ॥। १२२ ।। जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति દુઃવાત્ । करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ॥ १२२ ॥ અનુવાદ : જીવ બધું જાણે છે અને જુએ છે, સુખને ઇચ્છે છે, દુ:ખથી ભય પામે છે, હિત-અહિતને કરે છે અને તેમનાં ફળને ભોગવે છે. (૧૨૨) સમજૂતી : જીવ વિશેની કેટલીક વિશેષ માહિતી અહીં આપી છે, જીવ પોતાનાં ગતિનામકર્મ અને આયુષ્યકર્મ અનુસાર જન્મપ્રાપ્તિ કરે છે. દરેક જીવને પોતાના મનોભાવો અને કર્મ અનુસાર લેશ્યા હોય છે. નીલ, કપોત, કૃષ્ણ, પદ્મ, પીત, અને શુક્લ વર્ણની આભાથી તે યુક્ત હોય છે. આ લેશ્યા અનુસાર ગતિનામકર્મ અને આયુષ્યકર્મ બંધાય છે, અને જીવ તે અનુસાર જન્મ ગ્રહણ કરે છે. દેવરૂપ રહેલો જીવ પુન: દેવયોનિ જ પ્રાપ્ત કરે તે અનિવાર્ય નથી. તે કર્મ અનુસાર પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી, પણ પૌદ્ગલિક કર્મો તેમાં કારણરૂપ છે. સિદ્ધ સિવાયના સર્વ જીવો દેહસહિત છે, અને સંસારીના બે પ્રકાર છે : ભવ્ય અને અભવ્ય. અર્થાત્ જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા અસમર્થ છે તેવા અને અભવ્ય અર્થાત્ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા મર્થ છે. જીવ પૌદ્ગલિક કાયા દ્વારા વ્યકત થાય છે પણ શરીરની ઇન્દ્રિયો અથવા છ પ્રકારના શાસ્ત્રોક્ત કાય જીવ નથી, પણ તેનામાં જે જ્ઞાન છે તે જ વાસ્તવમાં જીવ છે. તેને કારણે જ જીવ સર્વ વસ્તુને જોવા-સમજવા સમર્થ બને છે. તે જીવ છે. તે પદાર્થોની સાથે રહે છે. તે ચૈતન્ય સ્વભાવવાળો જેને જ્ઞાનીઓ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે – તેની અસાધારણ કિયાઓ દ્વારા અનુમેય પણ छ. (११८- १२२) एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं गाणंतरिदेहिं लिंगेहिं ।। १२३ ॥ एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः । अभिगच्छत्वजीवं ज्ञानांतरितैलिँङ्गैः॥ १२३ ॥ अनुपाई : આ પ્રમાણે બીજા પણ અનેક પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવાં લિંગો વડે અજીવને જાણો. (૧૨૩) અજીવ आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा ॥ १२४ ॥ आकाशकालपुद्गलधर्माधर्मेषु न सन्ति जीवगुणाः। तेषामचेतनत्वं भणितं जीवस्य चेतनता ॥ १२४ ॥ मनुवाद: આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; તેમનામાં ચૈતન્યરહિતતા અને જીવમાં ચૈતન્ય હોવાનું કહ્યું છે. (૧૨૪) सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं । जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ॥ १२५ ॥ सुखदुःखज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वम् । यस्य न विद्यते नित्यं तं श्रमणा विंदंत्यजीवम् ॥ १२५ ॥ अनुवाद: જેમનામાં સુખદુ:ખનું જ્ઞાન, હિત માટેની પ્રવૃત્તિ અને અહિતનો ભય સદાકાળ होतi नथी, तेने श्रभागो म०१ ४ छ. (१२५) संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होंति गुणा पज्जया य बहू ॥ १२६ ॥ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिहिट्ठसंठाणं ॥ १२७ ॥ ૫૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्व । पुद्गलद्रव्यप्रभवा भवन्ति ગુળા: પર્યાયાર્થે હવઃ ।। ૬ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम् । जानीह्यलिङ्गग्रहणं जीवननिर्दिष्टसंस्थानम् ॥ १२७ ॥ અનુવાદ : સંસ્થાનો, સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ અને પર્યાયો છે, તે પુદ્ગલદ્રવ્ય નિષ્પન્ન છે. જે રસરહિત, રૂપરહિત તથા ગંધરહિત અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે, ચેતનાગુણવાળો છે અને ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય છે, તે જીવ જાણો. (૧૨૬-૧૨૭) સમજૂતી : નિશ્ચયનય અને વ્યવહારનયના વિવિધ પર્યાયો વડે જીવનું વર્ણન કરીને હવે અજીવની વ્યાખ્યા કરે છે. અજીવના પાંચ ભેદ છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, અને કાળ. જીવમાં જે ચૈતન્યગુણ પ્રવર્તે છે, તે અજીવના ભેદરૂપ પુદ્ગલાદિમાં હોતો નથી, તેથી તેમનામાં સુખદુ:ખાદિનું જ્ઞાન, હિતમાં પ્રવૃત્તિ અને અહિતની નીતિ હોતાં નથી. વળી, અચેતન એવા પુદ્ગલદ્રવ્યના અને ચેતન એવા જીવ દ્રવ્યનાં લક્ષણો વડે જીવ-અજીવનો વાસ્તવિક ભેદ પણ દર્શાવ્યો છે. જીવ અને શરીરના સંયોગમાં જે સ્પર્શ-રસ-વર્ણ-ગંધ-શબ્દસહિત હોવાને કારણે ઇન્દ્રિયગ્રાહ્ય છે અને સંસ્થાનસંઘાતાદિ પર્યાયો રૂપે પરિણત થાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે તે અચેતન છે. જ્યારે ચૈતન્યતત્ત્વથી યુક્ત જીવ સ્પર્શાદિ ગુણોથી રહિત અને અનિર્દેષ્ટ સંસ્થાન હોવાને લીધે અવ્યક્ત છે. અને તેથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી. જીવ અને અજીવ એ બે મૂળ પદાર્થો છે. પરસ્પરના સંયોગથી નિષ્પન્ન થતા અન્ય સાત પદાર્થો વિશે ક્રમશ: નિરૂપણ કર્યું છે. (૧૨૩-૧૨૭) जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो । परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी ।। १२८ ॥ यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः । परिणामात्कर्म कर्मणो भवति गतिषु गतिः ॥ १२८ ॥ - એમ જે બહુ ગુણો मधिगस्स देहो देहादो इंदियाणि जायंते । तेहिं द विसयग्गहणं तत्तो रागो व दोसो वा ।। १२९ ।। दु ૫૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायंते । तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ।। १२९ ।। जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्भि । इदि जिणवरेहिं भणिदो अणादिणिघणो सणिधणो वा ॥ १३० ॥ जायते जीवस्यैवं માવ संसारचक्रवाले । इति जिनवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ॥ १३० ॥ અનુવાદ : જે જીવ ખરેખર સંસારસ્થિત (સંસારી) હોવાને કારણે તેનાથી પરિણામ થાય છે, પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાપ્ત દેહ ધારણ કરે છે, દેહથી ઇંદ્રિયો થાય છે, ઇંદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે. એ પ્રમાણે જીવને સંસારચક્રમાં અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત ભાવ થયા કરે છે, એમ જિનવરોએ કહ્યું છે. (૧૨૮-૧૨૯-૧૩૦) સમજૂતી : સંસારી જીવ કેવી રીતે ક્રમશ: ભવચક્રમાં પરિભ્રમણ કરે છે તે દર્શાવ્યું છે. સંસારમાં રહેલો જીવ નાનાવિધ કર્મો કરવાને કારણે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક વગેરે ગતિઓમાં ગમન કરે છે. તેને કારણે તે દેહ ધારણ કરે છે. દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પુન: સ્નિગ્ધ પરિણામ (એટલે કર્મરજનું આવરણ થવું), તેનાથી કર્મપરંપરા અને ક્રમશ: જન્મપરંપરા ચાલ્યા કરે છે. અહીં એ સૂચિત છે કે સંસારનું કારણ પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ છે, જ્યારે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. હવે આગળની ગાથાઓમાં આ તત્ત્વોનું નિરૂપણ થશે (૧૨૮-૧૩૦) પુણ્ય-પાપ मोहो रागो दोस्रो चित्तपसादो य जस्स भावम्मि । विज्जदि तस्स हो वा असुहो वा होदि परिणामो ॥ १३१ ॥ मोहो रागो द्वेषश्चित्तप्रसादः वा यम् धावे । विद्यते तस्य शुभ वा अशुभो वा भवति परिणामः ॥ १३१ ॥ અનુવાદ : જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ, અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. (૧૩૧) ૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स । दोहं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो ॥ १३२ ॥ शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य । द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः ।। १३२ ॥ अनुवाद : જીવનું શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; તે બંને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે. (૧૩૨) समजूती : કર્મો દ્વારા જીવને પ્રાપ્ત થતા શુભ અને અશુભના પરિણામો અને પુણ્ય-પાપનું प्रथन छे. (१३१-१३२ ) जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं । जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि ।। १३३ ।। यस्मात्कर्मणः फलं विषयः स्पर्शैर्भुज्यते नियतम् । जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि ।। १३३ ।। अनुवाद : કારણ કે કર્મનું ફળ જે વિષય તે નિયમથી સ્પર્શનાદિઇન્દ્રિયો દ્વારા જીવ વડે સુખે अथवा हुने भोगवाद छे, तेथी अभ भूर्त छे (133) मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणुहवदि । जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि ।। १३४ ॥ मूर्तः स्पृशति मूर्तं मूर्ती मूर्तेन बंधमनुभवति । वो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते ॥ १३४॥ अनुवाद : મૂર્ત મૂર્તને સ્પર્શે છે, મૂર્ત મૂર્તની સાથે બંધ પામે છે; મૂર્તત્વરહિત જીવ મૂર્ત કર્મોને અવગાહે છે અને મૂર્તકર્મો જીવને અવગાહે છે. (૧૩૪) समभूती : કર્મનું કળ મૂર્ત ઇન્દ્રિયો દ્વારા ભોગવવાનું હોવાથી કર્મને પણ મૂર્ત કહ્યું છે. મૂર્ત તેનું હ કર્મ સાથેના બંધ પ્રકારનું અને અમૂર્ત એવા જીવનો મૂર્ત કર્મ સાથેનો અન્યોન્યના અવગાહને કારણે થતા કર્મબંધના પ્રકારનું સૂચન છે. (૧૩૩-૧૩૪) ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ આસ્ત્રાવ रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो। चित्तम्हि णत्थि कलुसं पुण्णं जीवस्स आसवदि ॥ १३५ ॥ रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः। चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्याम्रवति ॥ १३५ ॥ अनुपा: જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં કલુષતાનો अभाव छ, ते वने पुश्य भासवे छ. (१३५) अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो ति वुच्चंति ॥ १३६ ॥ अर्हत्सिद्धसाधुषु भक्तिधर्मे या च खलु चेप्टा। अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ॥ १३६ ॥ अनुवाद : અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભકિત, ધર્મમાં ખરેખર પ્રવૃત્તિ અને ગુરુઓનું अनुगमन, ते 'प्रशस्त २।।' ५४ाय छे. (१३६) तिसिदं व भुक्खिदं वा दुहिंदं दट्ठण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा ॥ १३७ ॥ तृषितं बुभूक्षितं वा दुःखितं दृष्टवायस्तु दुःखितमनाः । प्रतिपद्यते तं कृपया तस्यैवा भवत्यनुकम्पा ॥ १३७ ॥ अनुवाई : તૃષાતુર, સુધાતુર અથવા દુ:ખીને જોઈને મનથી દુ:ખી થતો જીવ તેમના પ્રત્યે सुरुमाथी पर्त छ, त। अनु। छ. (१७) कोघो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज। जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा वेंति ॥ १३८ ॥ क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य । जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा ब्रुवन्ति ॥ १३८ ॥ ૫૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જ્યારે ક્રોધ, માન, માયા અથવા લોભ ચિત્તનો આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ ‘કલુષતા’ કહે છે. (૧૩૮) સમજૂતી : પુણ્યતત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રશસ્ત રાગ, કરુણાનો ભાવ અને કલુષતારહિત ચિત્ત - એ ત્રણ શુભ ભાવો ભાવ પુણ્યાસવ છે અને એ ભાવના નિમિત્તરૂપે થતાં શુભ કર્મોનું પરિણામ દ્રવ્યપુણ્યાસવ છે. પ્રશસ્ત રાગ એટલે અર્હત-સાધુ-સિદ્ધ પ્રત્યેની ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુઓનું અનુસરણ. કૃષિત, ક્ષુધાતુર કે દુ:ખીને જોઈને મનમાં દુ:ખ અનુભવે અને તેમના પ્રત્યે કરુણાથી વર્તે તે અનુકંપા છે. મદ, મોહ, લોભ, દ્વેષ વગેરેથી ચિત્તને થતો ક્ષોભ તે કલુષતા છે. (૧૩૫-૧૩૮) चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु । परपरिदावपवादो पावस्स य आसवं कुणदि ॥ १३९ ॥ चर्या 'प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु । परपरितापापवादः पापस्य चास्रवं करोति ॥ १३९ ॥ અનુવાદ : બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા · એ પાપનો આસવ કરે છે. (૧૩૯) ――― सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि । णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंति ।। १४० ॥ संज्ञाथ त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे । ज्ञानं च दुःप्रयुक्तं मोह: पापप्रदा भवन्ति ।। १४० ॥ અનુવાદ : સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્ર ધ્યાન, દુ:પ્રયુક્ત જ્ઞાન અને એ ભાવો પાપપ્રદ છે. (૧૪૦) સંવર મોહ . ―― इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठ मग्गम्हि । जावत्तावत्तेसिं पिदिं ૧૯ પાવાસનજીવું। ૪ । Page #73 -------------------------------------------------------------------------- ________________ મેઃ इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठु मार्गे । यावत्तावत्तेषां पिहितं पापास्रवछिद्रम् ॥ १४१ ॥ અનુવાદ : જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે, તેટલું તેમનું પાપાસવનું છિદ્ર બંધ થાય છે. (૧૪૧) સમજૂતી : પાપાસવનું સ્વરૂપ વર્ણવ્યું છે. કાર્યમાં થતો પ્રમાદ, ચિત્તની કલુષતા, વિષયો પ્રત્યેની તીવ્ર આસક્તિ, અન્યને દુ:ખ દેવું અને અપવાદ આપવો ~~~ તે પાપાસવના કારણરૂપ છે. તીવ્ર મોહને કારણે ઉત્પન્ન થતી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા; કષાયને કારણે ઉદ્ભવતી કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યાઓની રાગદ્વેષજનિત ઇન્દ્રિયવશતા; આર્ટ અને રૌદ્ર ધ્યાન; અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન અને દર્શન-ચારિત્ર, મોહનીયથી ઉત્પન્ન મોહ ~ આ ભાવ-પાપાસવ છે. પૌદ્ગલિક કર્મોને કારણે થતા દ્રવ્યપાપાસવમાં આ ભાવો નિમિત્તરૂપ બને છે. ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો યથાશક્ય નિગ્રહ પાપાસવનો નિરોધ કરે છે. (૧૩૯-૧૪૧) जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु । णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ।। १४२ ।। यस्य न विद्यते राग द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नास्रवति शुभमशुभं समसुखदु:खस्य भिक्षोः || १४२ ॥ અનુવાદ : જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તેવા સુખ દુ:ખમાં સમત્વ રાખનાર ભિક્ષુને શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. (૧૪૨) जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥ १४३ ॥ यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य । संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ॥ १४३ ॥ અનુવાદ : જે વિરક્તને યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મનો સંવર થાય છે. (૧૪૩) ૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : રાગ, દ્વેષ, મોહભાવથી રહિત અને સુખદુ:ખમાં સમત્વ ધારણ કરનાર ભિક્ષુને કર્મનો આસ્રવ થતો નથી, પણ સંવર થાય છે. મોહરાગદ્વેષજનિત પરિણામનો નિરોધ તે ભાવસંવર છે. પુદ્ગલોના શુભ-અશુભ કર્મપરિણામને નિરોધ તે દ્રવ્યસંવર છે. મન, વચન અને કાયાથી નિરપેક્ષભાવે વર્તતા યોગીને પાપ કે પુણ્ય હોતાં નથી. તેથી તેને સહજ રીતે શુભાશુભ ભાવ કે કર્મોના પરિણામરૂપ ભાવાગ્નવ द्रव्याप खोती नथी, पारा ते संव२ माटे निमित्त३५ बने छ. (१४२ - १४3) નિશ संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं । कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं ॥ १४४ ॥ संवरयोगाभ्यां युक्तस्तपोभिर्यश्चेष्टते बहुविधैः । कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम् ।। १४४ ॥ सनुवाद : સંવર અને યોગથી યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કમની નિર્જરા કરે છે. (૧૪૪) जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं । मुणिऊण झादि णियदं गाणं सो संधुणोदि कम्मरयं ॥ १४५ ॥ यः संवरेण युक्तः आत्मार्थप्रसाधको ह्यात्मानम् । ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः ॥ १४५ ॥ अनुवाई : સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક છે તે આત્માને જાણીને જ્ઞાનનું નિયતપણે ધ્યાન કરે છે અને કર્મરજને ખેરવી નાખે છે. (૧૪૫) जस्स ण विज्जदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो झाणमओ जायदे अगणी ॥ १४६ ॥ यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म । तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ॥ १४६ ।। Page #75 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : જેને રાગદ્વેષ અને મોહ યોગોનું પરિકર્મ નથી, તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. (૧૪૬) સમજૂતી : નિર્જરાના સ્વરૂપનું વર્ણન છે. નિર્જરા એટલે કમનો આંશિકપણે ક્ષય થવી તે. શુભાશુભ પરિણામનો નિરોધ તે સંવર છે. અને યોગ એટલે જીવના લક્ષણરૂપ શુદ્ધોપયોગ. સંવર અને ઉપયોગથી યુક્ત પુરુષ વિવિધ પ્રકારનાં બહિરંગ અને અંતરંગ તપ કરીને, અનેક કમની નિર્જરા કરે છે. બહિરંગ અને અંતરંગ તપ વડે વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી ઉપાર્જિત કર્મયુગલોનો સમ્યક પ્રકારે ક્ષય થવો તે દ્રવ્યનિર્જરા છે. કર્મરજને ખેરવી નાખવામાં – એટલે કે નિર્જરા માટે શુદ્ધભાવરૂપ ધ્યાન મહત્ત્વનું છે. રાગ, દ્વેષ, મોહથી રહિત અને મન, વચન, કાયા પ્રત્યે ઉપેક્ષિત ભાવે વર્તનાર ભિક્ષુના ચિત્તમાં ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે અને શુભાશુભ કમનું દહન કરે છે. આ પ્રમાણે કર્મોની નિર્જરા થાય છે. (૧૧૪-૧૪૬) બંધ जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण ॥ १४७॥ यं शुभमशुभमुदीर्ण भावं रक्तः करोति ययात्मा। स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ॥ १४७ ॥ અનુવાદ : : જો રાગયુક્ત આત્મા ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા ને ભાવ વડે વિવિધ પુલકર્મથી બદ્ધ થાય છે. (૧૪૭) जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो। भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥ योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः। भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ॥ १८ ॥ અનુવાદ : ગ્રહણનું નિમિત્ત યોગ છે; યોગ મનવચનકાયજનિત છે. બંધનું નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત છે. (૧૪૮). Page #76 -------------------------------------------------------------------------- ________________ हेद् चदुब्बियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं । तेसिं पि य रागादी तेसिमभावे ण बझंति ॥ १४९ ॥ हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम् । तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।। १४९ ।। અનુવાદ: ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, તેમને માટે પણ (જીવના) રાગાદિભાવો કારણરૂપ છે; તેના અભાવમાં જીવો બંધાતા નથી. (૧૪૯) સમજૂતી : અહીં બંધનું સ્વરૂપ સમજાવ્યું છે. રાગયુક્ત જીવ જે શુભાશુભ ભાવનું ગ્રહણ કરે છે, તે ભાવબંધ છે અને તેનાથી પ્રેરિત શુભાશુભ પૌગલિક કમ દ્રવ્યબંધ છે. મનવચનકાયાના યોગને કારણે ભાવનું ગ્રહણ થાય છે. આ ભાવ મોહરાગાદિથી યુક્ત છે. તે બંધનું નિમિત્ત છે. ચાર પ્રકારના હેતુઓને એટલે કે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગને કર્મના કારણરૂપ કહ્યો છે. અને કર્મ બંધના હેતુરૂપ છે. સર્વના મૂળ કારાગરૂપ રાગાદિ ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોનો ક્ષય કર્મરજથી બંધાયેલા આત્માને શુદ્ધ કરવામાં મુખ્ય હેતુરૂપ છે. (૧૪૭-૧૪૯) મોક્ષા हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो। आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ॥ १५० ॥ कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य । पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ॥ १५१ ॥ हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः । आम्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ॥ १५ ॥ कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तम् ।। १५१ ॥ અનુવાદ : હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આસવભાવના અભાવમાં કર્મનો નિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી Page #77 -------------------------------------------------------------------------- ________________ તે સર્વજ્ઞ અને સર્વલોકદર્શી બનીને ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ, અનંત સુખને પામે છે. (૧૫૦-૧૫૧) दंसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।। १५२ ॥ दर्शनज्ञानसमग्रं ध्यानं नो न्यद्रव्यसंयुक्तम् । जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।। १५२ ।। અનુવાદ : સ્વભાવસહિત સાધુને (કેવળીભગવાનને) દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાના હેતુ રૂપ બને છે. (૧૫૨) जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ।। १५३ ।। यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि । व्यपगतवैद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः || १५३ ॥ અનુવાદ : જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોની નિર્જરા કરતો થકી વેદનીય અને આયુષ (કર્મોથી) રહિત થઈને ભવને ત્યજે છે; તેથી તે મોક્ષ છે. (૧૫૩) સમજૂતી : મોક્ષનું માહાત્મ્ય અહીં વર્ણવ્યું છે. આસવ, સંવર, નિર્જરા આદિથી કર્મોનો જ્યારે સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે કર્મોનો અભાવ થવાથી આત્મા તેના મૂળ વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભાવકર્મનો સર્વથા ક્ષય થવો તે ભાવમોક્ષ છે અને પૌદ્ગલિક કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તે દ્રવ્યમોક્ષ છે. આ મોક્ષની અવસ્થામાં જીવ ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ અને અનંત સુખને પામે છે. ધ્યાનાગ્નિ વડે સર્વ કર્મોની નિર્જરા કરીને જ્ઞાની પુરુષ ભવનો ત્યાગ કરે છે. (૧૫૦-૧૫૩) जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं । चरियं च तेसु णियदं अत्थित्तमणिदियं भणियं ॥ १५४ ॥ ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम् । जीवस्वभावं चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम् ।। १५४ ।। ૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ अनुवाद : અનન્યમય જ્ઞાન અને અપ્રતિહત દર્શન જીવનો સ્વભાવ છે. તેના નિયત, अनिन्हित मस्तित्पने यात्रि | छ. (१५४) जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ। जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥ १५५ ॥ जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः । यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात् ॥ १५५ ॥ अनुवाद : જીવ, સ્વભાવનિયત હોવા છતાં, જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. જો તે સ્વસમયને કરે છે તો કર્મબંધથી છૂટે છે. (૧૫૫) जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं । सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥ १५६ ॥ . यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम् । स स्वकचरित्रभ्रष्टः परचरितचरो भवति जीवः ॥ १५६ ॥ अनुवाद : જે આસકિતને કારણે પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવ કરે છે, તે જીવ સ્વચારિત્રભ્રષ્ટ થઈને અન્યના ચારિત્રનું આચરણ કરે છે. (૧૫૬) आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण । सो तेण परचरित्तो हवदि त्ति जिणा परूवेंति ॥ १५७ ॥ आम्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिनाः प्ररूपयन्ति ॥ १५७ ॥ अनुवाद : . જે ભાવથી આત્માને પુષ્ય અથવા પાપ આવે છે, તે ભાવ વડે તે (જીવ) ५२यारित्र - मेम Gिrनो प्र३५ छ. (१५७) जो सब्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण। जाणादि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥१५८ ॥ यः सर्वसङ्गमुक्तः अनन्यमनाः आत्मानं स्वभावेन । जानाति पश्यति नियतं सः स्वकचरितं चरति जीवः ॥ १५८॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : સર્વ સંગથી મુક્ત અને અનન્ય મનવાળો થઈને આત્માને સ્વભાવ વડે નિયતપણે જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૮) चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा | दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥ १५९ ॥ चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं ત્યાત્મનઃ ॥ ૨૬૨૧ || અનુવાદ : જે પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત આત્મા, દર્શનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, ત્યારે તે સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૯) સમજૂતી : જ્ઞાનદર્શન અર્થાત્ શુદ્ધોપયોગ જીવનું લક્ષણ છે. જીવ જ્ઞાનદર્શનથી અનન્ય છે. જીવના સ્વરૂપસમાન આ જ્ઞાનદર્શનમાં જ અવસ્થિત થવું - સ્થિર થવું તે ચારિત્ર છે. તેમાં રાગાદિ પરિણામનો અભાવ હોવાથી તે અનિંદનીય છે. આ ચારિત્ર જ મોક્ષમાર્ગ છે. જીવનું પોતાના જ સ્વભાવરૂપ જ્ઞાનદર્શનમાં અવસ્થિત થવું તે સ્વચારિત્ર કે સ્વસમય છે. આ સ્વચારિત્ર જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. જ્યારે પરભાવમાં અવસ્થિત થવું તે પરચારિત્ર કે પરસમય છે. જે આસક્તિભાવથી પરદ્રવ્ય વિશે શુભ-અશુભ ભાવ ધારણ કરે છે તે જીવ પરચારિત્રનું આચરણ કરનાર છે અને સ્વચારિત્રથી ભ્રષ્ટ થયેલો છે. પરદ્રવ્યમાં ઉપરાગયુક્ત (મલિન-અશુદ્ધ રાગથી યુક્ત) ભાવ તે પરચારિત્ર છે. પરચારિત્રમાં પ્રવૃત્ત થતા જીવને કર્મબંધ થાય છે. તે શુભ કે અશુભ અથવા પુણ્ય કે પાપરૂપે હોઈ શકે. પણ સર્વ સંગથી મુક્ત, અનન્ય મનવાળો થઈને શુદ્ધ જ્ઞાનદર્શનરૂપ પોતાના આત્માને સ્થિરપણે જુએ છે અને જાણે છે તે જીવ સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૪-૧૫૯) धम्मादीसहहणं सम्मत्तं णाणमंगपुब्वगदं । चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ॥ १६० ॥ धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम् । वेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ।। १६० ।। ૬૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ अनुवाद : धर्म वगेरे (अस्तिप्रायो ) मां श्रद्धा ते सभ्यत्व, अंगपूर्वसंबंधी (भागारी) ने જ્ઞાન અને તપમાં આચરણ તે ચારિત્ર छे. (१६०) એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा | ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो ति ॥ १६१ ॥ निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा । न करोति किंचिदप्यन्यन्न मुञ्चति स मोक्षमार्ग इति ।। १६१ ।। अनुवाद : એ ત્રણ સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે ખરેખર સમાહિત થયેલો આત્મા અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી ‘મોક્ષમાર્ગ' કહેવામાં खाप्यो छे. (१९१) जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारितं णाणं दंसणमिदि णिच्छिदो होदि ॥ १६२ ॥ यश्वरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम् । स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति ।। १६२ ।। अनुवाद : जे ( खात्मा) अनन्यभय खात्माने आत्माधी खायरे छे, भागे छे, नुखे छे, ते ( खात्मा ) यारित्र छे, ज्ञान छे, दर्शन छे प्रेम निश्चित छे. (१९२ ) जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि । इदि तं जाणदि भविओ अभवियसतो ण सहहृदि ।। १६३ ।। येन विजानाति सर्वं पश्यति स तेन सौख्वमनुभवति । इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धते ॥ १६३ ॥ અનુવાદ : જેના વડે (આત્મા મુક્ત થતાં) સર્વને જાણે છે અને દેખે છે, તેના વડે તે સુખ અનુભવે છે; આ પ્રમાણે ભવ્ય જીવ જાણે છે, અભવ્ય જીવ શ્રદ્ધા રાખતો नथी. (१६३) ૬૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમજૂતી : વ્યવહાર અને નિશ્ચયનય અનુસાર મોક્ષમાર્ગની વ્યાખ્યા આપી છે. તે માટે સમન્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વર્ણન કર્યું છે. ધર્માસ્તિકાય વગેરે પ દ્રવ્યોમાં શ્રદ્ધા તે સમ્યકત્વ. અંગપૂર્વ સંબંધી બોધ થવો તે જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિ તે ચારિત્ર – આ વ્યવહાર મોક્ષમાર્ગ છે. આ સમગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી યુકત આત્મા જ નિશ્ચયનયની દૃષ્ટિએ મોક્ષમાર્ગ છે. આ આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તેથી જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપે પ્રવર્તે છે એમ કહેવાય છે ત્યારે આત્મા જ આત્માનું આચરણ કરે છે, એમ સ્પષ્ટ થાય છે. આત્મા જ આત્માને આત્માથી આચરે છે, જુવે છે અને જાણે છે ત્યારે ત્યાં આત્મા જ કર્તા, કર્મ અને કરણરૂપે પ્રગટ થાય છે ત્યાં આત્મારૂપે કર્તા કર્મ અને કરણની અભિન્નતા છે. આત્મા વિમુક્ત થતો સર્વ જાણે છે – જુએ છે અને સૌખ્યનો અનુભવ કરે છે – એમ ભવ્ય જીવો શ્રદ્ધા રાખે છે, પાગ અભવ્ય જીવો આવી શ્રદ્ધાથી રહિત હોય છે. તેથી અભવ્ય જીવ મોક્ષમાર્ગ માટે યોગ્ય નથી. (૧૬૦-૧૬૩) दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि । साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥ १६४ ।। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि । - સામિાહું મળતું સૈસ્તુ જે વા નો વા શ્વકા અનુવાદ: દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવા યોગ્ય છે – એમ સાધુઓએ કહ્યું છે, પરંતુ તેમનાથી બંધ પણ થાય છે અને મોક્ષ પણ થાય છે. (૧૬૪). अण्णाणादो णाणी जदि मण्णादि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो ॥ १६५ ॥ अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात् । भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ॥ १६५ ॥ અનુવાદ : (શુભ ભક્તિભાવથી) દુ:ખમોક્ષ થાય છે એમ જે અજ્ઞાનને લીધે જ્ઞાની માને, તો તે પરસમયરત જીવ છે. (૧૬૫) Page #82 -------------------------------------------------------------------------- ________________ अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो । बंधदि पुणं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि ।। १६६ ॥ अर्ह । द्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः । बध्नाति पुण्यं बहुशो न खलु स कर्मक्षयं करोति ।। १६६ ।। अनुवाद : अत, सिद्ध, चैत्य (खताहिनी प्रतिभा), प्रवयन ( - शास्त्र), मुनिगाग़ भने જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય ५२तो नथी. (१६७) जस्स हिदणुमेत्तं वा परदव्बम्हि विज्जदे रागो । सोण विजादि समयं सगस्स सव्वागमधरो वि ।। १६७ ।। यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः । स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि ।। १६७ ।। अनुवाद : જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ આસક્તિ તે, ભલે સર્વે આગમેના જ્ઞાતા હોય तोयाग, स्वीय समयने भागतो नथी. (१६८) धरिदु जस्स ण सक्कं चित्तुन्भामं विणा दु अप्पाणं । रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स ।। १६८ ।। धर्तुं यस्य न शक्यम् चित्तोग्रामं विना त्वात्मानम् । रोधस्तस्य न विद्यते शुभाशुभकृतस्य कर्मणः ॥ १६८ ॥ अनुवाद : જે (રાગના સદ્ભાવને લીધે) પોતાના ચિત્તને ભ્રમણ વિનાનું રાખી શકતો नथी, तेने शुभाशुभ र्मनी निरोध नथी. (१६८) तम्हा णिव्बुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि ।। १६९ ।। तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममश्व भूत्वा पुनः । सिद्धेषु करोति भक्तिं निर्वाणं तेन प्राप्नोति ।। १६९ ॥ ૬૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ : માટે મોક્ષાર્થી જીવ નિ:સંગ અને મમત્વરહિત થઈને સિદ્ધોની ભક્તિ (- શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે. (૧૬૯) सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स । णिव्वाणं संजमतवसंपउत्तस्स ।। १७० दूरतरं सपदार्थं तीर्थंकरमभिगतबुद्धेः सूत्ररोचिनः । दूरतरं निर्वाणं संयमतर्पः सम्प्रयुक्तस्य ॥ १७० ॥ અનુવાદ : સંયમતપથી યુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકરથી પ્રભાવિત થયેલી છે અને સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે. (૧૭૦) अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण । जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियादि ।। १७१ ॥ अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन । यः करोति तपः कर्म स सुरलोकं समादत्ते ।। १७१ ॥ અનુવાદ : જે (જીવ) અહંત, સિદ્ધ, ચૈત્ય અને પ્રવચન પ્રત્યે ભક્તિ પૂર્વક પ્રવર્તે છે, અને પરમ સંયમ સહિત તપકર્મ કરે છે, તે દેવલોકને સમ્પ્રાપ્ત કરે છે. (૧૭૧) तम्हा णिब्बुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि । सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ॥ तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित् । स तेन वीतरागो भव्यो भवसागरं तरति ।। १७२ ॥ અનુવાદ : તેથી મોક્ષાભિલાષી જીવ, સર્વત્ર કિચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે. (૧૭૨) સમજૂતી : જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષમાર્ગરૂપ હોવાથી તેનું સેવન કરવાનો બોધ આપ્યો છે. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધનામાં શુભાશ્રમ ભાવનો થોડો ૭૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ પાગ અંશ હોય તો તે મોક્ષમાર્ગને બદલે બંધનો હેતુ બને છે. તે પરસમય પ્રવૃત્તિથી યુક્ત હોય તો આંશિક રીતે પણ બંધને કારણરૂપ બને છે. અહંતાદિ ભગવંતોની ભક્તિ દુ:ખમોક્ષના કારણરૂપ માનીને ધારવું તે સૂક્ષ્મ રીતે પણ પરસમય છે. ભક્તિમાં અલ્પ અંશે પગ રાગ ભળેલો હોય તો તે જીવ ભક્તિ દ્વારા ઘણાં પુણ્ય મેળવે છે, પણ કર્મક્ષય થતો નથી. અહંત આદિન અને સકળ આગમોના જાણકા અને સાધકને લેશ પાગ પરદ્રવ્ય પ્રતિ રાગ હોય તો તે તેને માટે સ્વસમયનો અભાવ દર્શાવે છે, તે પરસમય છે, મોક્ષમાર્ગમાં બાધક છે.આ ભક્તિ રાગયુક્ત હોવાથી ચિત્ત સ્થિર-એકાગ્ર થઈ શકતું નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તના ભૂમાગથી કર્મબંધ થાય છે તેથી મોક્ષાર્થી જીવે નવ પદાર્થો, તીર્થકરો કે સૂત્રો પ્રત્યે લેશ પણ રૂચિ-પ્રીતિ રાખ્યા વગર વિરક્ત ભાવે, નિ:સંગ રીતે ભક્તિ કરવી જોઈએ તો જ તે નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. અન્યથી ભક્તિ અને તપસંયમ દ્વારા તે દેવલોકને પ્રાપ્ત કરે છે, પણ મોક્ષ મેળવી શકતો નથી તેથી મોક્ષના અભિલાષી જીવે સર્વથા વીતરાગી થવું જોઈએ. (૧૬૪-૧૭૨) સમાપન मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया। भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥ १७३ ॥ मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया। भणितं प्रवचनसारं पश्चास्तिकसंग्रहं सूत्रम् ॥ १७३ ॥ અનુવાદ: પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર કહ્યું. (૧૭૩) સમજૂતી : ગ્રંથની સમાપ્તિ કરતાં આચાર્યશ્રીએ વીતરાગ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને જિનપ્રવચનના સારરૂપ પંચાસ્તિકાયસંગ્રહ'ની રચના કરી હોવાનું જણાવ્યું છે. (૧૭૩) ૭૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ Ice DA Hidrne lieelal