________________
ण हि इंद्रियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता ।
जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।। १२१ ॥ न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ॥ १२१ ॥ અનુવાદ :
ઇન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ પ્રરૂપે છે. (૧૨૧)
जाणदि पस्सदि सव्वं इच्छति सुक्खं बिभेदि दुक्खादो ।
कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं ॥। १२२ ।। जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति દુઃવાત્ । करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ॥ १२२ ॥
અનુવાદ :
જીવ બધું જાણે છે અને જુએ છે, સુખને ઇચ્છે છે, દુ:ખથી ભય પામે છે, હિત-અહિતને કરે છે અને તેમનાં ફળને ભોગવે છે. (૧૨૨)
સમજૂતી :
જીવ વિશેની કેટલીક વિશેષ માહિતી અહીં આપી છે, જીવ પોતાનાં ગતિનામકર્મ અને આયુષ્યકર્મ અનુસાર જન્મપ્રાપ્તિ કરે છે. દરેક જીવને પોતાના મનોભાવો અને કર્મ અનુસાર લેશ્યા હોય છે. નીલ, કપોત, કૃષ્ણ, પદ્મ, પીત, અને શુક્લ વર્ણની આભાથી તે યુક્ત હોય છે. આ લેશ્યા અનુસાર ગતિનામકર્મ અને આયુષ્યકર્મ બંધાય છે, અને જીવ તે અનુસાર જન્મ ગ્રહણ કરે છે. દેવરૂપ રહેલો જીવ પુન: દેવયોનિ જ પ્રાપ્ત કરે તે અનિવાર્ય નથી. તે કર્મ અનુસાર પુનર્જન્મ પ્રાપ્ત કરે છે.
દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી, પણ પૌદ્ગલિક કર્મો તેમાં કારણરૂપ છે. સિદ્ધ સિવાયના સર્વ જીવો દેહસહિત છે, અને સંસારીના બે પ્રકાર છે : ભવ્ય અને અભવ્ય. અર્થાત્ જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા અસમર્થ છે તેવા અને અભવ્ય અર્થાત્ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવા મર્થ છે.
જીવ પૌદ્ગલિક કાયા દ્વારા વ્યકત થાય છે પણ શરીરની ઇન્દ્રિયો અથવા છ પ્રકારના શાસ્ત્રોક્ત કાય જીવ નથી, પણ તેનામાં જે જ્ઞાન છે તે જ વાસ્તવમાં જીવ છે. તેને કારણે જ જીવ સર્વ વસ્તુને જોવા-સમજવા સમર્થ બને છે. તે જીવ છે. તે પદાર્થોની સાથે રહે છે. તે ચૈતન્ય સ્વભાવવાળો જેને જ્ઞાનીઓ
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org