________________
પુરોવચન ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના રૂપમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની સાથે જ વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં ભારતીય સંસ્કૃતિના ગહન અધ્યયનના ઉદ્દેશથી પ્રાકૃત-પાલિ વગેરે પ્રાચીન ભાષાઓ તથા જેન-બૌદ્ધદર્શનોના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓનો સવિશેષ આરંભ થયો, જેના વિકાસમાં મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, આચાર્ય ધર્માનંદ કોસંબી વગેરે બૌદ્ધ-જૈનવિદ્યાના પ્રખર વિદ્વાનોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
૧૯૯૩ના એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયન કેન્દ્રની સ્થાપના થયા પછી અહીં જૈનદર્શનના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપનના કાર્યનો પણ આરંભ થયો છે.
મહાવીર સ્વામી-કથિત આગમ-સાહિત્યમાં અને તે પછી અન્ય આચાર્યો દ્વારા રચાયેલા જૈન તત્વદર્શન વિષયક સાહિત્યમાં સૃષ્ટિના ઉદ્ભવના-સંદર્ભમાં જીવઅજીવ વગેરે દ્રવ્યો વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે.
દિગંબર આગમ સાહિત્યના મહાન પ્રવર્તક આચાર્ય કુંદકુંદાચાર્યે દ્રવ્યાત્મક પદાર્થોનું પોતાના ગ્રંથોમાં વિશિષ્ટરૂપે નિર્માણ કર્યું છે. પ્રસ્તુત ગ્રંથ પંચાસ્તિકાયના પ્રથમ શ્રુતસ્કંધમાં પડ્રદ્રવ્ય અને પાંચ અસ્તિકાયોનું વ્યાખ્યાન છે. અહીં દ્રવ્યનું લક્ષાણ, દ્રવ્યના ભેદ, સપ્તભંગી, ગુણ અને પર્યાય, કાળ દ્રવ્યનું સ્વરૂપ, જીવનું લક્ષણ, સિદ્ધોનું સ્વરૂપ, જીવ અને પુદ્ગલનો બંધ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાયના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે.
બીજા શ્રુતસ્કંધમાં નવ પદાર્થોના પ્રરૂપણ સાથે મોક્ષમાર્ગનું વર્ણન છે. પુગ્ય, પાપ, જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ વિશે આધારભૂત સમજૂતી આપી છે. જૈન તત્વવિજ્ઞાને વિશ્વનું સર્જન, મનુષ્ય અને વિશ્વના સંબંધો વિશે આગવી વિચારણા રજૂ કરી છે. વિશ્વ પરમેશ્વરનું સર્જન છે, એવું જૈન ધર્મ સ્વીકારતો નથી. તેના મતાનુસાર વિશ્વ જીવ અને અજીવ – એ બે પ્રકારનાં દ્રવ્યોમાંથી નિષ્પન્ન થયું છે. જૈનદર્શન વાસ્તવવાદી છે. જગતની રચનાની વાસ્તવિકતા દર્શાવવા માટે સત્તા, સતુ, તત્ત્વ, અર્થ, પદાર્થ વગેરે શબ્દોનો પણ તેમાં ઉપયોગ થયો છે. ઉમાસ્વાતિ વાસ્તવિકતા માટે તત્વ શબ્દને સ્થાને દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરે છે, અને દ્રવ્યની વ્યાખ્યા સતુ દ્વારા કરે છે. સતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org