Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 81
________________ સમજૂતી : વ્યવહાર અને નિશ્ચયનય અનુસાર મોક્ષમાર્ગની વ્યાખ્યા આપી છે. તે માટે સમન્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વર્ણન કર્યું છે. ધર્માસ્તિકાય વગેરે પ દ્રવ્યોમાં શ્રદ્ધા તે સમ્યકત્વ. અંગપૂર્વ સંબંધી બોધ થવો તે જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિ તે ચારિત્ર – આ વ્યવહાર મોક્ષમાર્ગ છે. આ સમગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી યુકત આત્મા જ નિશ્ચયનયની દૃષ્ટિએ મોક્ષમાર્ગ છે. આ આત્મા પોતે જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તેથી જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપે પ્રવર્તે છે એમ કહેવાય છે ત્યારે આત્મા જ આત્માનું આચરણ કરે છે, એમ સ્પષ્ટ થાય છે. આત્મા જ આત્માને આત્માથી આચરે છે, જુવે છે અને જાણે છે ત્યારે ત્યાં આત્મા જ કર્તા, કર્મ અને કરણરૂપે પ્રગટ થાય છે ત્યાં આત્મારૂપે કર્તા કર્મ અને કરણની અભિન્નતા છે. આત્મા વિમુક્ત થતો સર્વ જાણે છે – જુએ છે અને સૌખ્યનો અનુભવ કરે છે – એમ ભવ્ય જીવો શ્રદ્ધા રાખે છે, પાગ અભવ્ય જીવો આવી શ્રદ્ધાથી રહિત હોય છે. તેથી અભવ્ય જીવ મોક્ષમાર્ગ માટે યોગ્ય નથી. (૧૬૦-૧૬૩) दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि । साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥ १६४ ।। दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि । - સામિાહું મળતું સૈસ્તુ જે વા નો વા શ્વકા અનુવાદ: દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવા યોગ્ય છે – એમ સાધુઓએ કહ્યું છે, પરંતુ તેમનાથી બંધ પણ થાય છે અને મોક્ષ પણ થાય છે. (૧૬૪). अण्णाणादो णाणी जदि मण्णादि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो ॥ १६५ ॥ अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात् । भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ॥ १६५ ॥ અનુવાદ : (શુભ ભક્તિભાવથી) દુ:ખમોક્ષ થાય છે એમ જે અજ્ઞાનને લીધે જ્ઞાની માને, તો તે પરસમયરત જીવ છે. (૧૬૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86