Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ અનુવાદ : સર્વ સંગથી મુક્ત અને અનન્ય મનવાળો થઈને આત્માને સ્વભાવ વડે નિયતપણે જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૮) चरियं चरदि सगं सो जो परदव्वप्पभावरहिदप्पा | दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो ॥ १५९ ॥ चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं ત્યાત્મનઃ ॥ ૨૬૨૧ || અનુવાદ : જે પરદ્રવ્યાત્મક ભાવોથી રહિત આત્મા, દર્શનજ્ઞાનરૂપ ભેદને આત્માથી અભેદપણે આચરે છે, ત્યારે તે સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૯) સમજૂતી : જ્ઞાનદર્શન અર્થાત્ શુદ્ધોપયોગ જીવનું લક્ષણ છે. જીવ જ્ઞાનદર્શનથી અનન્ય છે. જીવના સ્વરૂપસમાન આ જ્ઞાનદર્શનમાં જ અવસ્થિત થવું - સ્થિર થવું તે ચારિત્ર છે. તેમાં રાગાદિ પરિણામનો અભાવ હોવાથી તે અનિંદનીય છે. આ ચારિત્ર જ મોક્ષમાર્ગ છે. જીવનું પોતાના જ સ્વભાવરૂપ જ્ઞાનદર્શનમાં અવસ્થિત થવું તે સ્વચારિત્ર કે સ્વસમય છે. આ સ્વચારિત્ર જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. જ્યારે પરભાવમાં અવસ્થિત થવું તે પરચારિત્ર કે પરસમય છે. જે આસક્તિભાવથી પરદ્રવ્ય વિશે શુભ-અશુભ ભાવ ધારણ કરે છે તે જીવ પરચારિત્રનું આચરણ કરનાર છે અને સ્વચારિત્રથી ભ્રષ્ટ થયેલો છે. પરદ્રવ્યમાં ઉપરાગયુક્ત (મલિન-અશુદ્ધ રાગથી યુક્ત) ભાવ તે પરચારિત્ર છે. પરચારિત્રમાં પ્રવૃત્ત થતા જીવને કર્મબંધ થાય છે. તે શુભ કે અશુભ અથવા પુણ્ય કે પાપરૂપે હોઈ શકે. પણ સર્વ સંગથી મુક્ત, અનન્ય મનવાળો થઈને શુદ્ધ જ્ઞાનદર્શનરૂપ પોતાના આત્માને સ્થિરપણે જુએ છે અને જાણે છે તે જીવ સ્વચારિત્રનું આચરણ કરે છે. (૧૫૪-૧૫૯) धम्मादीसहहणं सम्मत्तं णाणमंगपुब्वगदं । चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ॥ १६० ॥ धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम् । वेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ।। १६० ।। Jain Education International ૬૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86