Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 77
________________ તે સર્વજ્ઞ અને સર્વલોકદર્શી બનીને ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ, અનંત સુખને પામે છે. (૧૫૦-૧૫૧) दंसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।। १५२ ॥ दर्शनज्ञानसमग्रं ध्यानं नो न्यद्रव्यसंयुक्तम् । जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।। १५२ ।। અનુવાદ : સ્વભાવસહિત સાધુને (કેવળીભગવાનને) દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાના હેતુ રૂપ બને છે. (૧૫૨) जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि । ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ।। १५३ ।। यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि । व्यपगतवैद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः || १५३ ॥ અનુવાદ : જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોની નિર્જરા કરતો થકી વેદનીય અને આયુષ (કર્મોથી) રહિત થઈને ભવને ત્યજે છે; તેથી તે મોક્ષ છે. (૧૫૩) સમજૂતી : મોક્ષનું માહાત્મ્ય અહીં વર્ણવ્યું છે. આસવ, સંવર, નિર્જરા આદિથી કર્મોનો જ્યારે સંપૂર્ણપણે ક્ષય થાય છે ત્યારે કર્મોનો અભાવ થવાથી આત્મા તેના મૂળ વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ભાવકર્મનો સર્વથા ક્ષય થવો તે ભાવમોક્ષ છે અને પૌદ્ગલિક કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો તે દ્રવ્યમોક્ષ છે. આ મોક્ષની અવસ્થામાં જીવ ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ અને અનંત સુખને પામે છે. ધ્યાનાગ્નિ વડે સર્વ કર્મોની નિર્જરા કરીને જ્ઞાની પુરુષ ભવનો ત્યાગ કરે છે. (૧૫૦-૧૫૩) जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं । चरियं च तेसु णियदं अत्थित्तमणिदियं भणियं ॥ १५४ ॥ ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम् । जीवस्वभावं चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम् ।। १५४ ।। Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86