Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 75
________________ અનુવાદ : જેને રાગદ્વેષ અને મોહ યોગોનું પરિકર્મ નથી, તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે. (૧૪૬) સમજૂતી : નિર્જરાના સ્વરૂપનું વર્ણન છે. નિર્જરા એટલે કમનો આંશિકપણે ક્ષય થવી તે. શુભાશુભ પરિણામનો નિરોધ તે સંવર છે. અને યોગ એટલે જીવના લક્ષણરૂપ શુદ્ધોપયોગ. સંવર અને ઉપયોગથી યુક્ત પુરુષ વિવિધ પ્રકારનાં બહિરંગ અને અંતરંગ તપ કરીને, અનેક કમની નિર્જરા કરે છે. બહિરંગ અને અંતરંગ તપ વડે વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી ઉપાર્જિત કર્મયુગલોનો સમ્યક પ્રકારે ક્ષય થવો તે દ્રવ્યનિર્જરા છે. કર્મરજને ખેરવી નાખવામાં – એટલે કે નિર્જરા માટે શુદ્ધભાવરૂપ ધ્યાન મહત્ત્વનું છે. રાગ, દ્વેષ, મોહથી રહિત અને મન, વચન, કાયા પ્રત્યે ઉપેક્ષિત ભાવે વર્તનાર ભિક્ષુના ચિત્તમાં ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે છે અને શુભાશુભ કમનું દહન કરે છે. આ પ્રમાણે કર્મોની નિર્જરા થાય છે. (૧૧૪-૧૪૬) બંધ जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण ॥ १४७॥ यं शुभमशुभमुदीर्ण भावं रक्तः करोति ययात्मा। स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ॥ १४७ ॥ અનુવાદ : : જો રાગયુક્ત આત્મા ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા ને ભાવ વડે વિવિધ પુલકર્મથી બદ્ધ થાય છે. (૧૪૭) जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो। भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥ योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः। भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ॥ १८ ॥ અનુવાદ : ગ્રહણનું નિમિત્ત યોગ છે; યોગ મનવચનકાયજનિત છે. બંધનું નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત છે. (૧૪૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86