Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 73
________________ મેઃ इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठु मार्गे । यावत्तावत्तेषां पिहितं पापास्रवछिद्रम् ॥ १४१ ॥ અનુવાદ : જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલો નિગ્રહ કરે છે, તેટલું તેમનું પાપાસવનું છિદ્ર બંધ થાય છે. (૧૪૧) સમજૂતી : પાપાસવનું સ્વરૂપ વર્ણવ્યું છે. કાર્યમાં થતો પ્રમાદ, ચિત્તની કલુષતા, વિષયો પ્રત્યેની તીવ્ર આસક્તિ, અન્યને દુ:ખ દેવું અને અપવાદ આપવો ~~~ તે પાપાસવના કારણરૂપ છે. તીવ્ર મોહને કારણે ઉત્પન્ન થતી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા; કષાયને કારણે ઉદ્ભવતી કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યાઓની રાગદ્વેષજનિત ઇન્દ્રિયવશતા; આર્ટ અને રૌદ્ર ધ્યાન; અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન અને દર્શન-ચારિત્ર, મોહનીયથી ઉત્પન્ન મોહ ~ આ ભાવ-પાપાસવ છે. પૌદ્ગલિક કર્મોને કારણે થતા દ્રવ્યપાપાસવમાં આ ભાવો નિમિત્તરૂપ બને છે. ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો યથાશક્ય નિગ્રહ પાપાસવનો નિરોધ કરે છે. (૧૩૯-૧૪૧) जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु । णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स ।। १४२ ।। यस्य न विद्यते राग द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नास्रवति शुभमशुभं समसुखदु:खस्य भिक्षोः || १४२ ॥ અનુવાદ : જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તેવા સુખ દુ:ખમાં સમત્વ રાખનાર ભિક્ષુને શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. (૧૪૨) जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स । संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स ॥ १४३ ॥ यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य । संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः ॥ १४३ ॥ અનુવાદ : જે વિરક્તને યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત કર્મનો સંવર થાય છે. (૧૪૩) Jain Education International ૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86