Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ અનુવાદ : જ્યારે ક્રોધ, માન, માયા અથવા લોભ ચિત્તનો આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ ‘કલુષતા’ કહે છે. (૧૩૮) સમજૂતી : પુણ્યતત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. પ્રશસ્ત રાગ, કરુણાનો ભાવ અને કલુષતારહિત ચિત્ત - એ ત્રણ શુભ ભાવો ભાવ પુણ્યાસવ છે અને એ ભાવના નિમિત્તરૂપે થતાં શુભ કર્મોનું પરિણામ દ્રવ્યપુણ્યાસવ છે. પ્રશસ્ત રાગ એટલે અર્હત-સાધુ-સિદ્ધ પ્રત્યેની ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુઓનું અનુસરણ. કૃષિત, ક્ષુધાતુર કે દુ:ખીને જોઈને મનમાં દુ:ખ અનુભવે અને તેમના પ્રત્યે કરુણાથી વર્તે તે અનુકંપા છે. મદ, મોહ, લોભ, દ્વેષ વગેરેથી ચિત્તને થતો ક્ષોભ તે કલુષતા છે. (૧૩૫-૧૩૮) चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु । परपरिदावपवादो पावस्स य आसवं कुणदि ॥ १३९ ॥ चर्या 'प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु । परपरितापापवादः पापस्य चास्रवं करोति ॥ १३९ ॥ અનુવાદ : બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા · એ પાપનો આસવ કરે છે. (૧૩૯) ――― सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि । णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होंति ।। १४० ॥ संज्ञाथ त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे । ज्ञानं च दुःप्रयुक्तं मोह: पापप्रदा भवन्ति ।। १४० ॥ અનુવાદ : સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્ર ધ્યાન, દુ:પ્રયુક્ત જ્ઞાન અને એ ભાવો પાપપ્રદ છે. (૧૪૦) સંવર મોહ . ―― इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्ठ मग्गम्हि । जावत्तावत्तेसिं पिदिं Jain Education International ૧૯ પાવાસનજીવું। ૪ । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86