Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ उद्दंशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गायाः । रूपं रसं च गंधं स्पर्श पुनस्ते विजानन्ति ॥ ११६ ॥ અનુવાદ : વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયાં વગેરે જીવો રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે. (૧૧૬) सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्डू । जलचरथलचरखचरा बलिया पंचेंदियाजीवा ॥ ११७ ॥ सुरनरनारकतिर्यचो वर्णरसस्पर्शगंधशब्दज्ञाः । जलचरस्थलचरखचरा बलिनः पंचेन्द्रिया जीवाः ॥ ११७ ॥ અનુવાદ : વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારા દેવ-મનુષ્ય-નારક-તિર્યંચ કે જેઓ જળચર, સ્થળચર, કે ખેચર હોય છે તેઓ બળવાન પંચેદ્રિય જીવો છે. (૧૧૭) સમજૂતી : ઇન્દ્રિય અનુસાર જીવના પ્રકારભેદો સમજાવ્યા છે. અંડસ્થ, ગર્ભમાં રહેલા તથા મૂર્છાગત જીવો એકેન્દ્રિયયુક્ત છે. તેમને સ્પર્શેન્દ્રિય હોય છે. શંબૂક, માતૃવાહ, શંખ, છીપ, પગ વગરના કૃમિ વગેરે દ્રિન્દ્રિય જીવોમાં સ્પર્શેન્દ્રિયની સાથે રસનેન્દ્રિયનો ઉદય થયેલો હોય છે. જૂ, કુંભી, માંકડ, કીડી તેમ જ વીંછી વગેરે જંતુઓને ત્રણ ઈન્દ્રિયો હોય છે : સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. મધમાખી, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર, વગેરે ચાર ઇન્દ્રિયોથી યુક્ત જીવોમાં સ્પર્શ, રસ અને ગંધ ઉપરાંત રૂપને જાણવા માટે ચક્ષુરિન્દ્રિયનો પણ ઉદય થયો હોય છે. આ સર્વ જીવો મનરહિત હોય છે. જ્યારે દેવ-મનુષ્ય-નારક અને તિર્યંચ પ્રકારના જીવો પંચેન્દ્રિય છે. તેઓ સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને ક્ષોત્રેન્દ્રિય એ પાંચે ઇન્દ્રિયોથી યુક્ત હોય છે. તેમાંથી દેવમનુષ્ય અને ચાર નારકોના મનના આવરણનો ક્ષયોપશમ થયો હોવાથી મનહિત હોય છે. જ્યારે તિર્યંચો મનરહિત અને મનસહિત એમ બંને પ્રકારે હોય છે. તેઓ જળમાં, પૃથ્વી પર કે આકાશમાં રહેનારાં અને વર્ણ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણનારાં હોય છે. देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा ॥ ११८ ॥ Jain Education International ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86