Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायंते । तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा ।। १२९ ।। जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्भि । इदि जिणवरेहिं भणिदो अणादिणिघणो सणिधणो वा ॥ १३० ॥ जायते जीवस्यैवं માવ संसारचक्रवाले । इति जिनवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा ॥ १३० ॥ અનુવાદ : જે જીવ ખરેખર સંસારસ્થિત (સંસારી) હોવાને કારણે તેનાથી પરિણામ થાય છે, પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રાપ્ત દેહ ધારણ કરે છે, દેહથી ઇંદ્રિયો થાય છે, ઇંદ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા દ્વેષ થાય છે. એ પ્રમાણે જીવને સંસારચક્રમાં અનાદિ-અનંત અથવા અનાદિ-સાંત ભાવ થયા કરે છે, એમ જિનવરોએ કહ્યું છે. (૧૨૮-૧૨૯-૧૩૦) સમજૂતી : સંસારી જીવ કેવી રીતે ક્રમશ: ભવચક્રમાં પરિભ્રમણ કરે છે તે દર્શાવ્યું છે. સંસારમાં રહેલો જીવ નાનાવિધ કર્મો કરવાને કારણે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારક વગેરે ગતિઓમાં ગમન કરે છે. તેને કારણે તે દેહ ધારણ કરે છે. દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પુન: સ્નિગ્ધ પરિણામ (એટલે કર્મરજનું આવરણ થવું), તેનાથી કર્મપરંપરા અને ક્રમશ: જન્મપરંપરા ચાલ્યા કરે છે. અહીં એ સૂચિત છે કે સંસારનું કારણ પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ છે, જ્યારે મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. હવે આગળની ગાથાઓમાં આ તત્ત્વોનું નિરૂપણ થશે (૧૨૮-૧૩૦) પુણ્ય-પાપ मोहो रागो दोस्रो चित्तपसादो य जस्स भावम्मि । विज्जदि तस्स हो वा असुहो वा होदि परिणामो ॥ १३१ ॥ मोहो रागो द्वेषश्चित्तप्रसादः वा यम् धावे । विद्यते तस्य शुभ वा अशुभो वा भवति परिणामः ॥ १३१ ॥ અનુવાદ : જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ, અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. (૧૩૧) Jain Education International ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86