Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ देवाश्चतुर्णिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः । तिर्यंच: बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः ॥ ११८ ॥ અનુવાદ : દેવોના ચાર નિકાય છે; મનુષ્યો કર્મભૂમિજ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચોના અનેક પ્રકાર છે, અને નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે. (૧૧૮) સમજૂતી : અહીં, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકોના ભેદ નિર્દેશ્યા છે. દેવોના ચાર પ્રકાર છે : ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈજ્ઞાનિક, મનુષ્યોના કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા બે ભેદ છે. તિર્યંચોના પૃથ્વી, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ વગેરે અનેક પ્રકાર છે. નારકોના સાત પ્રકાર આ પ્રમાણે છે : રત્નપ્રભાભૂમિજ, શર્કરાપ્રભાભૂમિજ, વાલુકાપ્રભાભૂમિજ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમ:પ્રભાભૂમિજ અને મહાતમ:પ્રભાભૂમિજ. જીવો ચતુર્ગતિનામકર્મના ફળ સ્વરૂપે દેવ-મનુષ્ય-નારક કે તિર્યંચ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. खीणे पुब्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु । पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ।। ११९ ।। क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु । प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात् ॥ ११९ ॥ અનુવાદ : પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષ્યકર્મ ક્ષીણ થતાં તે જીવો પોતાની લેશ્યાને અનુસાર ખરેખર અન્ય ગતિ અને આયુષ્ય પ્રાપ્ત કરે છે. (૧૧૯) एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ।। एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । વૈવિદ્દીના સિદ્ધા' મળ્યા. સંસારિગોડમવ્યાસ્ત્ર | ૨૦ || અનુવાદ : આ જીવનિકાયો દેહમાં આશ્રય લઈને વિચરનારા કહેવામાં આવ્યા છે. સિદ્ધો દેહરહિત છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે. (૧૨૦) Jain Education International પર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86