Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ जदि हवदि दव्यमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे। दव्वाणंतियमधवा दव्वाभावं पकुवंति ॥ ४४ ॥ यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये । द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकुर्वन्ति ॥ ४४ ॥ અનુવાદ: જો દ્રવ્ય ગુણથી અન્ય હોય અને ગુગ દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યની અનંતતા અથવા દ્રવ્યનો અભાવ થાય. (૪૪) સમજૂતી : દ્રવ્ય અને ગુણ એકબીજાથી ભિન્ન નથી, એમ સ્પષ્ટપણે અહીં પ્રતિપાદન કરેલું છે. કારણ કે ગુગ હંમેશાં કોઈકને આધારે જ હોઈ શકે – અને જેને આધારે હોય તે દ્રવ્ય જ હોય. દ્રવ્ય વગર ગુણ સંભવી શકે નહીં. ગુણ એક દ્રવ્યને આધારે ન હોય તો તેને આધાર માટે બીજા દ્રવ્યની જરૂર રહે, બીજા દ્રવ્યને આશ્રયે ન હોતાં ત્રીજા દ્રવ્યનો આધાર લે છે. આમ, દ્રવ્યની પરંપરા સર્જાય છે, જે દ્રવ્યની અનંતતા સૂચવે છે. બીજી રીતે જોઈએ તો દ્રવ્ય ગુણરહિત હોઈ શકે નહિ. દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણ અને તેનો સમુદાય અલગ અલગ હોઈ શકે નહિ. જો ગુણોને દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્ય કેવી રીતે સંભવી શકે ? તે રીતે ગુણોને દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્યનો અભાવ થાય. अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं । णिच्छंति णिच्चयण्हू तब्विवरीदं हि वा तेसिं ॥ ४५ ॥ अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वम् । नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेपाम् ॥ ४५ ॥ અનુવાદ: દ્રવ્ય અને ગુણ અવિભકત અને એકરૂપ છે; નિશ્ચયના જાગનારાઓ તેનાથી વિપરીત અથવા તેમને વિભક્ત કે ભિન્ન માનતા નથી. (૪૫). સમજૂતી : દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને અભિન્ન પ્રદેશત્વ સ્વરૂપ અનન્યપણે છે. ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा। ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते ॥ ४६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86