Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ સમજૂતી : અહીં પરમાણુનું સ્વરૂપ વર્ણવ્યું છે. સ્કંધનો અવિભાગી નાનામાં નાના અંશને સ્કંધરૂપી પર્યાયનો અંતિમ ભાગ – જેનો આગળ ભેદ થઈ શકતો નથી તે પરમાણુ છે. તેનો પુન: વિભાગ થઈ શકતો નથી, માટે અવિભાગી છે. તે એક જ પ્રદેશવાળો હોવાથી એક છે. મૂર્ત દ્રવ્યસ્વરૂપ હોવાથી અવિનાશી હોઈને નિત્ય છે. મૂર્તરૂપે ઉત્પન્ન થનારો અને અશબ્દ છે. બધા પરમાણુઓ સમાન ગુણવાળા છે, ભિન્ન ભિન્ન જાતિના નથી. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપ ચાર ધાતુઓના કારણરૂપ છે. (૭૭, ૭૮) सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो ॥ ७९ ॥ शब्द स्कंधप्रभवः स्कंधः परमाणुसङ्गसङ्घातः । स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः ॥ ७९ ॥ અનુવાદ : શબ્દ અંધજન્ય છે. સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, અને તે સ્કંધો સ્પર્શતાં અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે નિયતપણે ઉત્પાઘ છે. (૭૯) સમજૂતી : સ્કંધ પરમાણુઓના સમૂહથી બનેલો છે. અને આ સ્કંધોના અથડાવાથી શબ્દ ઉત્પન્ન થાય છે. એટલે શબ્દ સ્કંધજન્ય છે. શબ્દના અનેક પ્રકાર છે પરંતુ સર્વ શબ્દનું ઉત્પન્ન થવાનું કારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ છે. તે વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમે છે. જીભ, ઢોલ, મેઘ વગેરે માત્ર નિમિત્તરૂપ છે. णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं ॥.८० ॥ नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता। स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः ॥ ८ ॥ અનુવાદ : પરમાણુ પ્રદેશ દ્વારા નિત્ય છે, તે અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કંધોનો નાશ કરનાર તેમ જ રચના કરનાર છે તથા કાળ અને સંખ્યાનો વિભાગ કરનાર છે. (૮૦) ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86