Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ પુદ્ગલ જ છે, અને તેનાથી જ ત્રણે લોકનું સર્જન થયું છે. તેના છ પ્રકાર છે : (૧) બાદર-ખાદર : પથ્થર, લાકડું વગેરે રૂપ સ્કંધો કે જે છેદાયા પછી સ્વયં જોડાઈ શકતા નથી. (૨) બાદર : દૂધ, ઘી, તેલ, જળ વગેરે કંધો – જે છેદાવા છતાં સ્વયં જોડાઈ શકે છે. (૩) બાઠરસૂક્ષ્મ : છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગેરે સ્થૂળ જણાતા સ્કંધો કે જે છેદી, ભેદી કે ગ્રહી શકાતા નથી. (૪) સૂક્ષ્મબાદર : સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ સૂક્ષ્મ હોવા છતાં અનુભવી શકાય છે. આ આંખ સિવાયની ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો છે. આંખથી ન જોઈ શકાવા છતાં સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંઘી શકાય છે અને કાનથી સાંભળી શકાય છે. (૫) સૂક્ષ્મ : કર્મવર્ગણા વગેરે કંધો કે જે સૂક્ષ્મ છે અને ઇંદ્રિયોથી જાણી શકાતા નથી. (૬) સૂક્ષ્મસૂક્ષ્મ : કર્મવર્ગણાથી નીચેના સ્કંધો કે જે અત્યંત સૂક્ષ્મ છે. सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असो एक्को अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुम् । स शाश्वतोऽशब्दः एकोऽविभागी मूर्तिभवः ॥ ७७ ॥ અનુવાદ : સર્વ સ્કંધોના અંતિમ ભાગને પરમાણુ જાણો. તે અવિભાગી, એક, શાશ્વત, મૂર્તરૂપે ઉત્પન્ન થનારો અને અશબ્દ છે. (૩૭) आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु । सो ओ परमाणू परिणामगुणो सयमसहो ॥ ७८ ॥ आदेशमात्रमूर्त्तः धातुचतुष्कस्य कारणं यस्तु । स ज्ञेयः परमाणुः परिणामगुणः स्वयमशब्दः ॥ ७८ ॥ અનુવાદ : જે આદેશમાત્રથી મૂર્ત છે, ચાર ધાતુઓનું કારણ છે, પરિણામગુણવાળો છે અને સ્વયં અશબ્દ છે, તેને પરમાણુ જાણવો. (૭૮) /૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86