Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ સમજૂતી : આકાશ દ્રવ્ય અને ધર્મ-અધર્મ સાથેનો તેનો સંબંધ સમજાવ્યો છે. આ ષ દ્રવ્યાત્મ લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે (આકાશ સિવાયનાં દ્રવ્યો લોકાકાશમાં અસ્તિત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં, જેને અલોકાકાશ કહેવામાં આવે છે, તે અનંત અને લોકથી અન્ય છે, અને અનન્ય પણ છે. તેમાં ગતિ સ્થિતિ હોતી નથી, તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્રભાગે સ્થિર થાય છે. ગતિસ્થિતિનો હેતુ આકાશને વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે, એમ જિનેશ્વરે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. ધર્મ-અધર્મ અને આકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલાં હોવાને કારણે જ એકત્વવાળાં છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મ – ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ અને અવગાહહેતુત્વ – ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. (૯૦-૯૬) आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु ॥ ९७ ॥ आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः । मूर्तं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ॥ ९७ ॥ અનુવાદ : આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધર્મ અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ ખરેખર ચેતન છે. (૯૭) जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु॥९८ ॥ जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः । पुद्गलकरणा जीवाः स्कंधा खलु कालकरणास्तु ।। ९८ ॥ અનુવાદ : બાહ્ય કારણ સહિત રહેલા જીવો અને પુગલો સક્રિય છે, બાકીનાં (દ્રવ્યો સક્રિય) નથી; જીવો પુદ્ગલકરણવાળા છે અને સ્કંધો (અર્થાત્ પુગલો) તો કાળકરાણવાળા છે. (૯૮) ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86