Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 58
________________ અનુવાદ : ‘કાળ’ એવો વ્યપદેશ સદ્ભાવનો પ્રરૂપક છે તેથી તે નિત્ય છે. ઉત્પન્ન થતાં જ નષ્ટ થનારો બીજો જે (વ્યવહારકાળ) તે દીર્ઘ સ્થિતિનો પણ છે. (૧૦૧) एदे कालागासा धमाधम्मा य पुग्गला जीवा । लब्भंति दव्वसणं कालस्स द णत्थि कायत्तं ॥ १०२ ॥ एते कालाकाशे धर्माधर्मौ च पुद्गला जीवाः । लभते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वम् ॥ १०२ ॥ અનુવાદ : આ કાળ, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલો અને જીવો ‘દ્રવ્ય’ સંજ્ઞાને પામે છે; પરંતુ કાળને કાયત્વ નથી. (૧૦૨) સમજૂતી : આ ગાથાઓમાં કાળદ્રવ્યનું વર્ણન છે. તેના વ્યવહારકાળ અને નિશ્ર્ચયકાળ એવાં બે સ્વરૂપ છે. જેને આપણે ક્ષણ, મુહૂર્ત અથવા સેકંડ, મિનિટ, કલાક, દિવસ, રાત્રિ વગેરે એકમોમાં વિભાજિત કરીને ઓળખીએ છીએ તે વ્યવહારકાળ છે. તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે. વ્યવહારકાળ ક્ષણભંગુર છે, કારણ દરેક ક્ષણે તે નવી રીતે પરિણમે છે પણ કાળ દ્રવ્ય હોવાને કારણે નિશ્ચય દષ્ટિએ નિત્ય અને અવિનાશી છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશમાં દ્રવ્યનાં સઘળાં લક્ષણો હોવાથી તેને દ્રવ્ય કહેવામાં આવે છે. કાળમાં પણ તે લક્ષણો હોવાથી તેને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. પરંતુ જીવાદિ દ્રવ્યોમાં પ્રદેશપણાનું જે લક્ષણ છે જેમ કે દ્વિપ્રદેશી, બહુપ્રદેશી, અનંતપ્રદેશી વગેરેને કારણે તેમને અસ્તિકાય કહેવામાં આવે છે. કાળમાં પ્રદેશત્વ નથી, તેથી તે અસ્તિકાય નથી. આ કારણથી પ્રસ્તુત ગ્રંથમાં કાળ અસ્તિકાય નહીં હોવાથી તેનું વિશદ વર્ણન નથી, પણ અન્ય પાંચ દ્રવ્યોનું અસ્તિકાય સ્વરૂપે વિસ્તૃત કથન કરવામાં આવ્યું છે. ફળકથન एवं पवयणसारं पंचत्थियसंग्रहं वियाणित्ता । जो मुयदि रागदोसे सो गाहदि दुक्खपरिमोक्खं ।। १०३ ।। एवं प्रवचनसारं पञ्चास्तिकायसंग्रहं विज्ञाय । यो मुञ्चति रागद्वेषौ स गाहते दुःखपरिमोक्षम् ॥ १०३ ॥ Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86