Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ અનુવાદ : એ પ્રમાણે પ્રવચનના સારભૂત ‘પંચાસ્તિકાયસંગ્રહ’ને જાણીને જે રાગદ્વેષને છોડે છે, તે દુ:ખમાંથી મુક્તિ મેળવે છે. (૧૦૩) मुणिण एतदट्ठे तदणुगमणुज्जदो हिदमोहो । पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो ॥ १०४ ॥ ज्ञात्वैतदर्थं तदनुगमनोद्यतो निहतमोहः प्रशमितरागद्वेषो भवति हतपरापरो जीवः ॥ १०४ ॥ અનુવાદ : જીવ આ અર્થને જાણીને તેને અનુસરવાનો પ્રયત્ન કરતાં મોહરહિત થઈને રાગદ્વેષને નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. (૧૦૪) સમજૂતી : પંચાસ્તિકાય ગ્રંથના અધ્યયનનું ફળ અહીં વર્ણવ્યું છે. તેનો અર્થ જાણી, તેનું અનુસરણ કરનારના રાગદ્વેષાદિ કષાયોનો નાશ થાય છે અને સર્વ પ્રકારનાં કર્મોનો ક્ષય થતાં પોતાના મૂળ વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. (૧૦૩-૧૦૪) Jain Education International ૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86