Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ જેમનો માર્ગ વિશેષ રીતે માર્ગારૂઢ (પુરુષોને માટે) વિષયો પ્રત્યેનો સમભાવ ચારિત્ર છે. (૧૦૭) जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं। संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा ॥ १०८ ॥ जीवाजीवौ भावो पुण्यं पापं चासवस्तयोः । संवरनिर्जरबंधा मोक्षश्च ते अर्थाः ॥ १०८॥ અનુવાદ: જીવ અને અજીવ – બે ભાવો તથા તે બેનાં પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ તત્ત્વો છે. (૧૦૮). સમજૂતી : મોક્ષમાર્ગના નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવના તરીકે પ્રથમ સમન્ દર્શન, સમગૂ જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સૂચન છે. કાળસહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થોને “ભાવ” કહેવામાં આવે છે. મિથ્યા દર્શનનો નાશ થતાં આ નવ પદાર્થરૂપ ભાવમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી તે સમ્ય દર્શન છે. તેના વિશેનો બોધ થવો તે સમ્યગું જ્ઞાન છે અને ઇન્દ્રિય તથા મનના વિષયભૂત પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષમોહાદિનો ક્ષય થતાં, જ્ઞાનમાર્ગે આરૂઢ થવું, આગળ વધવું, તે સમ્યક ચારિત્ર છે. આ સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રને ત્રિરત્ન અને તેના વડે મોક્ષમાર્ગને ‘ત્રિલક્ષણવાળો” પણ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગના નવ પદાર્થો કે તત્ત્વો આ પ્રમાણે છે : જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેમાં જીવ અને અજીવ એ બે મુખ્ય પદાર્થો છે. જીવ ચૈતન્યયુકત છે, અજીવ અચેતન છે. (૧૦૭-૧૦૮) જીવ जीवा संसारत्था णिव्वादा चेदणप्पगा दुविहा। उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा ॥१०९ ॥ जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः । उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ॥१०९ ॥ અનુવાદ : વાં બે પ્રકારના છે : સંસારી અને સિદ્ધ, તેઓ ચૈતન્યમય તેમ જ ઉપયોગના લક્ષણવાળા છે. (સંસારી જીવો) દેહસહિત છે અને (સિદ્ધ જીવો). દેહરહિત છે. (૧૯) ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86