Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं । खंधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ॥ ८१ ॥ एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दम् । स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानीहि ॥ १॥ અનુવાદ : તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે એમ જાણો. (૮૧) સમજૂતી : પરમાણુના સ્વરૂપનું વિશેષ વર્ણન કર્યું છે. તે દ્રવ્ય પુદ્ગલસ્વરૂપ હોવાથી અવિનાશી અર્થાત્ શાશ્વત છે. પરમાણુ એકપ્રદેશી હોવાથી તેનાથી અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્શ વગેરે ગુણોને અવકાશ આપતો હોવાથી અવકાશરહિત નથી તથા તેનામાં અન્ય પ્રદેશોનો અભાવ હોવાથી પોતે જ પોતાનો આદિ, મધ્ય અને અંત છે, તેથી સાવકાશ નથી. તે સ્કંધોનું સર્જન કરે છે અને તેનો ભેદ પણ કરે છે. તથા સંખ્યા અને કાળનો વિભાગ કરનાર છે. કાળના માપનો એકમ સમય છે. સમયની વ્યાખ્યામાં પરમાણુનો આધાર લેવાય છે. કાળની જેમ દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવના પરિમાણને જાણવા માટે પરમાણુ મહત્ત્વનો માપદંડ છે. આ પરમાણુમાં રસ-વર્ણ-ગંધ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક પ્રકારના રસ-વર્ણ કે ગંધસહિત હોય છે. પાંચ રસપર્યાયોમાંથી એક વખતે કોઈ એક જ રસપર્યાય – સહિત હોય છે. જેમ કે અથાણું ગળ્યું, તીખું કે ખાટું. તેવી રીતે સુગંધ અને દુર્ગધ એમ બે ગંધ પર્યાયોમાંથી એક સમયે એક જ ગંધ પર્યાય સહિત હોય છે. સ્પર્શપર્યાયનાં ચાર જોડકાં છે : શીત-સ્નિગ્ધ, શીત-રુક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ અને ઉષ્ણ-રૂક્ષ પરમાણુ કોઈ એક વખતે સ્પર્શના એક જોડકા સહિત એટલે કે બે પ્રકારના સ્પર્શ સહિત પ્રવર્તે છે. આ પરમાણુ શબ્દસ્કંધરૂપે પરિણમવા સમર્થ છે, તેથી શબ્દનું કારણ છે. પણ તે પોતે એક પ્રદેશી હોવાથી અશબ્દ છે. તે સ્કંધરૂપે, કંધની અંદર હોય તો પણ પરિપૂર્ણ સ્વતંત્ર દ્રવ્ય છે. (૮૦-૮૧) उवभोज्जमिदिएहिं य इंदियकाया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सब् पुग्गलं जाणे ॥ ८२ ॥ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86