Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ અનુવાદ : જેમ જગતમાં પાણી માછલાંઓને ગતિ કરવામાં સહાયરૂપ બને છે તેમ ધર્મદ્રવ્ય (જીવ-પુદ્ગલોને ગતિ કરવામાં સહાય કરે છે, એમ જાણો. (૮૫) સમજૂતી : અહીં ધર્મના સ્વરૂપનું વર્ણન છે. તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણરહિત હોવાથી અમૂર્ત છે. તે સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો, શબ્દરહિત, અખંડ અને સ્વભાવથી જ સર્વત: વિસ્તૃત હોવાથી વિશાળ છે. નિશ્ચયનય અનુસાર એકપ્રદેશી છતાં વ્યવહારનય પ્રમાણે અસંખ્યપ્રદેશી છે. તે ઉત્પાદ-વ્યયથી યુક્ત છે, પણ સ્વભાવથી ચુત નહિ થતો હોવાને કારણે નિત્ય છે. ગતિ કરવા ઇચ્છતા જીવ-પુગલોને તે સહાયક થાય છે. તે અન્ય કોઈથી ઉત્પન્ન થયો ન હોવાને કારણે સ્વયંસિદ્ધ છે, કોઈ નિશ્ચિત કારણના કાર્યરૂપે ઉત્પન્ન થયો નથી. જીવપુગલો પોતે ગતિ કરતા હોય તો જ ધર્મદ્રવ્ય તેમને સહાયક થાય છે. તે તેમને ગતિ માટે પ્રેરક બનતો નથી. તેને (૮૩-૮૪-૮૫). जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥ ८६ ॥ यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम् । स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव ॥ ८६ ॥ અનુવાદ : જેમ ધર્મદ્રવ્ય હોય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે પૃથ્વીની જેમ સ્થિતિક્રિયા પરિણત જીવ-પુગલનાં માટે નિમિત્તરૂપ છે. (૮૬) સમજૂતી : અહીં અધર્મ દ્રવ્યની વ્યાખ્યા છે. તે સ્થિર થવા ઇચ્છતા જીવ-પુદ્ગલને પૃથ્વીની માફક સ્થિર થવામાં સહાયક બને છે. સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમવા ઇચ્છતા જીવપુદ્ગલને માટે તે સ્થિતિનું કારણ નથી, પણ ઉદાસીનભાવે કેવળ સહાયરૂપ બને છે.. जादो अलोगलोगो जेसिं सन्भावदो य गमणठिदी। दो वि य मया विभत्ता अविभत्ता लोयमेत्ता य॥ ८७ ।। जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिति। द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ॥ ८७॥ 30 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86