Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ અનુવાદ : તે બેના સદ્ભાવથી (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ તથા અલોક અને લોક થાય છે. વળી તે બંને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણ કહેવામાં આવ્યાં છે. (૮૭) ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स। हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ।। ८८ ॥ न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य। મતિ મત્તે સ: પ્રસી નવાનાં મુદ્રનાનાં ર. ૮૮ અનુવાદ : ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે, ગતિ કરતા જીવો તથા પુગલોને માટે આશ્રયરૂપ છે. (૮૮). विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति । ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति ।। ८९ ॥ અનુવાદ: જેમને ગતિ હોય છે તેમને જ વળી સ્થિતિ હોય છે તેઓ તો પોતાના પરિણામોથી ગતિ અને સ્થિતિ કરે છે. (૮૯) સમજૂતી : અહીં ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશિષ્ટતાઓ દર્શાવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે જ બની શકે છે, માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું અસ્તિત્વ છે. જીવ-પુગલના ગતિ અને સ્થિતિના બહિરંગ હેતુને લીધે ધર્મ અને અધર્મનો સ્વીકાર કરવામાં આવે છે. સ્વભાવધર્મની દૃષ્ટિએ તેઓ ભિન્ન છે, લોકાકાશના એક જ ક્ષેત્રમાં તેમનું અસ્તિત્વ હોવાથી, એકક્ષેત્રી હોવાથી અભિન્ન છે. સમસ્ત લોકમાં રહેલા જીવપુલોને ગતિ-સ્થિતિમાં સહાયક હોવાથી સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, લોકપ્રમાણ છે. આ ધર્મ અને અધર્મ જીવપુગલોને ગતિ-સ્થિતિ કરવામાં હેતુભૂત કે પ્રેરક નથી. તે પોતે નિષ્ક્રિય છે, ઉદાસીન છે, પણ ગતિ કે સ્થિતિ કરવા ઇચ્છતા જીવને તેમ કરવામાં મદદરૂપ બને છે તે રીતે આ બંને દ્રવ્યો ધર્મ અને અધર્મ પોતે ગતિ કે સ્થિતિ કરતા નથી, પણ જીવપુદ્ગલો તેમને આધારે ગતિ-સ્થિતિ કરે છે અને ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86