Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ (૨) જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે. (૩) ઉત્પત્તિ, સ્થિતિ અને લય અર્થાત્ ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાના જીવને ત્રણ લક્ષણવાળો ગણવામાં આવે છે અથવા કર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે પણ ત્રણ લક્ષણવાળો કહેવાય છે. (૪) દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ – એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. (૫) પારિણામિક, ઔદાયિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે. (૬) જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે. (૭) અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગથી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે. (૮) જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો અથવા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી અષ્ટ-આશ્રય છે. (૯) નવ પદાર્થ કે તત્ત્વો – જીવ, અજીવ, પાપ, પુણ્ય આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષરૂપે પ્રવર્તમાન હોવાથી નવ-અર્થરૂપ છે. (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દ્વિીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. આમ, જીવનાં વિવિધ સ્વરૂપો કે પ્રકારભેદનું અહીં વર્ણન છે : पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उटुं गच्छदि सेसा विदिसावज्जं गर्दि जंति ॥ ७३ ॥ प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः सर्वतो मुक्तः। ऊर्ध्व गच्छति शेषा विदिग्वर्जा गतिं यांति ॥ ७३ ॥ અનુવાદ: પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વત: મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે, બાકીના જીવો વિદિશાઓ છોડીને ગમન કરે છે. (૭૩) સમજૂતી : ચાર પ્રકારના અનુબંધથી યુક્ત જીવ શુદ્ધ આત્મસ્વરૂપ બનતા, સહજ રીતે જ ઊર્ધ્વગમન કરે છે. સંસારી જીવો, જે કર્મરજથી મલિન છે, તેઓ જન્મજન્માંતરમાં ભ્રમણ કરે છે. પુદ્ગલ खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू। इदि ते चदुब्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ।। ७४ ॥ ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86