Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिब्वाणपुरं वजदि धीरो ॥ ७० ॥ उपशांतक्षीणमोहो मार्ग जिनभा पितेन समुपगतः। ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः ॥ ७० ॥ અનુવાદ: જે જિનના ઉપદેશેલા માર્ગને અનુસરીને ઉપશાંત અને ક્ષીણમોહ થઈને આગળ વધે છે તે ધીર પુરુષ નિર્વાણપુરને પામે છે. (૭૦) સમજૂતી : જે પુરુષ જિનેન્દ્રએ ઉપદેશેલા ધર્મનું અનુસરણ કરે છે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધાપૂર્વક તે ધર્મમાર્ગે આગળ વધે છે, તેના મોહ-રાગાદિ કષાયો ક્ષીણ થાય છે. મોહાદિનો નાશ થવાથી કર્મફળની નિર્જરા થાય છે, જીવને ભોગવવા પડતાં કમનો ક્ષય થાય છે. નવાં કમનો ઉદય થતો નથી. તેથી તે નિર્વાણ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि। चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य॥७१ ॥ छक्कापक्कमजुत्तो उवउत्तो सत्तभङ्गसब्भावो। अट्ठासओ णवट्ठो जीवो दसट्ठाणगो भणिदो ॥ ७२ ।। एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति । તુબંધમળો મળતા પ્રાપ્રમુગપ્રધાન છે ? . षट्कापक्रमयुक्तः उपयुक्तः सप्तभङ्गासद्भावः। अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानगो भणितः ॥ ७२ ॥ અનુવાદ: તે મહાત્મા એક જ છે, તે બે ભેદવાળો છે અને ત્રણ લક્ષણથી યુક્ત છે, તેને ચતુર્વિધ ભ્રમણવાળો તથા પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો કહ્યો છે. છ અપક્રમથી યુકત, ઉપયોગ લક્ષણવાળો, સપ્તભંગી સભાવવાળો આઠના આશ્રયરૂપ, નવ-અર્થરૂપ દશસ્થાનગત કહેવામાં આવ્યો છે. (૭૧-૭૨) સમજૂતી : તે જીવને અહીં મહાત્મા કહ્યો છે અને વિવિધ રીતે એનાં લક્ષણો વર્ણવ્યાં છે : (૧) તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ– ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86