Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ સમજૂતી : સમગ્ર લોક સૂક્ષ્મ તેમ જ સ્થૂળ પુદ્ગલકાયો વડે વ્યાપ્ત છે, તેમનાથી સમગ્ર રીતે ભરાયેલો છે. अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावेहिं । गच्छंति कम्मभावं अण्णोष्णागाहमवगाढा ।। ६५ ।। आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः । गच्छंति कर्म भावमन्योन्यावगाहावगाढा: ।। ६५ ।। અનુવાદ : આત્મા પોતાના ભાવને વ્યક્ત કરે છે; ત્યાં રહેલાં પુદ્ગલો પોતાના ભાવો વડે જીવને વિષે અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશીને કર્મભાવને પામે છે. (૬૫) સમજૂતી : આત્મા મોહરાગાદિ અવિશુદ્ધ ભાવોને પરિણમે છે ત્યારે જીવના પ્રદેશોમાં પરસ્પર અવગાહરૂપે પ્રવેશેલા પુદ્ગલસ્કંધો કર્મરૂપે પ્રવર્તે છે. जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती । अकदा परेहिं दिट्ठा कम्माणं वियाणाहि ॥ ६६ ॥ यथा पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कंधनिर्वृत्तिः । अकृता परैर्दृष्टा तथा कर्मणां विजानीहि ।। ६६॥ અનુવાદ : જેમ પુદ્ઘ દ્રવ્યોની વિવિધ પ્રકારની સ્કંધરચના અન્યથી કરાયા વગર થયેલી જોવામાં આવે છે, તેમ કર્મોની વિવિધતા પરથી અકૃત હોવાનું જાણો. (૬૬) સમજૂતી : વિવિધ પ્રકારના પુદ્ગલસ્કંધો અન્ય કર્તાની અપેક્ષા વિના સહજ રીતે જ ઉદ્ભવે છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઉદ્ભવે છે. जीवा पुग्गलकाया अण्णोष्णागाढगहणपडिबद्धा । काले विजुज्जमाणा सुहदुक्खं दिति भुंजंति ॥ ६७ ॥ जीवा: पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः । काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ॥ ६७ ॥ Jain Education International ૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86