Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ અનુવાદ : પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે, કર્મોનો નહિ; આ પ્રમાણે જિનવચન જાણવું. (૬૧) कम्मं पि समं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ॥ ६२ ॥ कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानम् । जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन ॥ ६२ ॥ અનુવાદ : કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી બરાબર પોતાને કરે છે. (૬૨) कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं । कि तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ।। ६३॥ कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम् । कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलम् ।। ६३ ।। અનુવાદ : જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે ? (૬૩) પુદ્ગલ સમજૂતી : આ ગાથાઓમાં (૫૯થી ૬૩) કર્મ, કર્તા, કર્મફળ અને કર્મફળને કોણ ભોગવે છે તે વિશેના મતમતાંતરો વ્યક્ત થયા છે. તેમાં અનેકવિધ ચર્ચાવિચારણાનો અવકાશ રહે છે. ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो 1 सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ॥ ६४ ॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादरैश्वानंतानंतैर्विविधैः ॥ ૬૪ ॥ અનુવાદ : લોકવિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદ્ગલકાયોના વડે અવગાહનથી ગાઢ રીતે ભરેલો છે. (૬૪) Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86