________________
અનુવાદ :
જીવો અને પુલકાયો અન્યોન્ય-અવગાહને અને ગ્રહણ કરવાથી બદ્ધ છે; સમય થતાં છૂટા પડે છે અને સુખદુ:ખ આપે છે અને ભોગવે છે. (૬૭) સમજૂતી :
પુદ્ગલ અને જીવના અન્યોન્ય સંબંધની પ્રગાઢતા નિર્દેશી છે. જીવ અને પુદ્ગલ અન્યોન્ય એકબીજાથી બદ્ધ છે. અને સમય થતાં જીવ અને પુદ્ગલ છૂટા પડે છે, પણ વ્યવહારદષ્ટિએ પુદ્ગલકાય વડે થયેલાં કર્મોનું ફળ જીવ ભોગવે છે. જીવ મોહ રાગાદિ કષાયો વડે સ્નિગ્ધ હોવાને કારણે કર્મરજથી મલિન થાય છે. આ પૌગલિક કર્મોનું ફળ તે ભોગવે છે. નિશ્ચયનય અનુસાર આત્મા સુખદુ:ખરૂપ પરિણામનો ભોક્તા છે.
तम्हा कम्मं कत्ता भावेण हि संजुदोध जीवस्स । भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं ॥ ६८ ॥
तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य।
भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम् ।। ६८ ॥ અનુવાદ :
તેથી જીવના ભાવથી સંયુકત એવું કર્મ કર્તા છે. ચૈતન્યભાવને કારણે કર્મફળનો ભોક્તા જીવ છે. (૬૮).
एवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहिं कम्मेहिं । हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥ ६९ ॥
एवं कर्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः।
हिंडते पारमपारं संसारं मोहसंछन्नः ॥ ६९॥ અનુવાદ:
એ રીતે પોતાનાં કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોક્ષુક્ત થઈને સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. (૬૯) સમજૂતી :
અહીં કર્મના કર્તા અને ભોક્તા તરીકે જીવ વિશેનું કથન છે. શરીરરૂપે જન્મ ધારણ કર્યા પછી જીવ સ્વાભાવિક રીતે થતાં કર્મોનો કર્તા બને છે, અને કર્મફળનો ભોકતા પણ બને છે. કર્મમાં કર્મફળને ભોગવતાં ભોગવતાં તે મોહ-રાગાદિ કષાયોનો સ્પર્શ પણ પામે છે. પરિણામે તે સાંત કે અનંત રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૬૮, ૬૯)
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org