Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ દેહાંતરમાં (જુદા જુદા શરીરોમાં) કર્મયોગ અનુસાર પ્રવર્તે છે. અહીં વિદ્યમાન પર્યાય અર્થાત્ વર્તમાન શરીરના નાશમાં અને અવિદ્યમાન પર્યાય અર્થાત્ નવા દેહની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે. એ દૃષ્ટિએ સત્ ભાવનો નાશ અને અસત્નો ઉત્પાદ કહ્યો છે. उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे । जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा ।। ५६ ।। उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन । विस्तीर्णाः ॥ ५६ ॥ ॥ ॥ युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु અનુવાદ : ઉદયથી, ઉપશમથી ક્ષયથી અને ક્ષમોપશમથી અને પરિણામથી યુક્ત એવા જીવગુણો છે; અને અનેક પ્રકારના અર્થ દ્વારા તેને વિસ્તારવામાં આવ્યા છે. (૫૬) સમજૂતી : જીવના પાંચ ભાવો કે ગુણો ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને પરિણામનો ઉલ્લેખ છે. ફળ આપવામાં સમર્થ એવો કર્મનો ઉદ્ભવ તે ઉદય છે, તેનો અનુદ્ભવ (ઉદ્ભવ ન થયો તે) ઉપશમ છે. ઉદ્ભવ તેમ જ અનુદ્ભવ તે ક્ષયોપશમ છે. કર્મમાંથી આત્યંતિક નિવૃત્તિ થવી તે ક્ષય છે અને દ્રવ્ય પોતે અસ્તિત્વ જાળવી રાખે છે તેથી તે પરિણામસ્વરૂપ છે. ――― कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं । सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ॥ ५७ ॥ कर्म वेदयमानो जीवो भावं करोति यादृशकम् । स तस्य तेन कर्ता भवतीति च शासने पठितम् ॥ ५७ ॥ અનુવાદ : કર્મને વેદતો થકો જીવ જેવા ભાવને ભાવિત કરે છે, તે ભાવનો તે પ્રકારે તે કર્તા છે એમ શાસનમાં કહેવાયું છે. (૫૭) સમજૂતી : જીવ વડે કર્મફળ ભોગવાય છે. આ દ્રવ્યકર્મને નિમિત્તે જીવ કર્તારૂપે જે કાર્યો કરે છે, તે કાર્યભાવનો તે કર્તા બને છે. कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा । खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं ।। ५८ ।। Jain Education International ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86