Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ અનુવાદ: જીવો અનાદિ-અનંત છે, સાંત છે અને જીવભાવથી અનંત છે કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે. (૫૩) સમજૂતી : જીવો સહજપણે અનાદિ-અનંત છે. તેનું મુખ્ય લક્ષણ સહજ ચૈતન્ય છે. તેના પાંચ મહત્વના ગુણો છે : ઔદાયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક. एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ॥ ५४॥ एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः । इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम् ॥ ५४॥ અનુવાદ: એ રીતે જીવને સત્નો વિનાશ અને અસતનો ઉત્પાદ હોય છે એવું જિનવરોએ કહ્યું છે કે, જે અન્યોન્ય વિરુદ્ધ છતાં અવિરુદ્ધ છે. (૫૪) સમજૂતી : દ્રવ્યાર્થિક નય અનુસાર સત્નો નાશ નથી અને અસતુનો ઉત્પાદ નથી પણ પર્યાયાર્થિક નયના કથન પ્રમાણે સત્નો નાશ અને અસત્ની ઉત્પાદ છે. આ પરસ્પર વિરોધી લાગતાં વચન ખરેખર વિરોધી નથી. નિશ્ચયનય અને વ્યવહારનય અનુસાર તેનું એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવે છે. णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी। कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ॥ ५५ ॥ नारकतिर्यङ्मनुप्या देवा इति नामसंयुताः प्रकृतयः । कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम् ॥ ५५ ॥ અનુવાદ: નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એવાં નામવાળી પ્રકૃતિઓ સત્ ભાવનો નાશ અને અસત્ ભાવને ઉત્પન્ન કરે છે. (૫૫) સમજૂતી : સનો નાશ અને અસનો ઉત્પાદ કયા હેતુથી વર્ણવવામાં આવે છે, તે અહીં જણાવ્યું છે. જીવ, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં, કર્મફળની ગતિ અનુસાર ઉત્પન્ન થાય છે. તે એક જ શરીરમાં અનંત કાળ સુધી રહેતો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86