Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ અનુવાદ: જો જ્ઞાની અને જ્ઞાન સદા પરસ્પર ભિન્ન પદાર્થરૂપે હોય તો બન્નેમાં અચેતનત્વ સંભવે કે જે સમ્યક પ્રકારે જિનોને અમાન્ય છે. (૪૮) સમજૂતી : જ્ઞાની અને જ્ઞાનને ભિન્ન પદાર્થરૂપે માનવામાં આવે તો, જિનેશ્વરના કથન અનુસાર તે યોગ્ય નથી. દ્રવ્ય અને ગુણ જેમ પરસ્પર આશ્રિત છે, અભિન્ન છે તેમ જ્ઞાન અને જ્ઞાની પણ પરસ્પર આશ્રય ધારણ કરે છે. આત્માને કર્તા માનવામાં આવે છે, અને જ્ઞાન તેનું સાધન છે. જ્ઞાનના સાધન દ્વારા આત્મા કાર્ય કરવામાં સમર્થ બને છે. પણ જ્ઞાન તેનાથી પૃથક હોય તો આત્મા સાધન રહિત બનતાં કાર્ય કરવાનું સામર્થ્ય ગુમાવી દે છે, તેથી તેનું ચૈતન્યપણું નષ્ટ થાય છે. તેવી રીતે જ્ઞાન કરણ છે – સાધન છે, પણ આત્માથી ભિન્ન હોય તો જ્ઞાન આત્માનું કાર્ય કરી શકે નહીં કારણ કે સાધન તરીકે તે નિચ્ચેષ્ટ બની રહે. ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि ॥ ४९ ॥ न हि सः समवायादार्थतरितस्तु ज्ञानतो ज्ञानी। .. अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ॥ ४९ ॥ અનુવાદ: જ્ઞાનથી અલગ એવો તે સંયોગથી જ્ઞાની થાય છે એવું ખરેખર નથી. “અજ્ઞાની” એવું વચન એકત્વને સિદ્ધ કરે છે. (૪૯) સમજૂતી : આત્મા અને જ્ઞાનનું એકત્વ જ અહીં સમજાવ્યું છે. समवत्ती समवाओ अपुधन्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिहिट्ठा ॥५०॥ समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ॥ ५० ॥ અનુવાદ: સમવતીપણું તે સમવાય છે; તે જ, અપૃથકપણું અને અયુતસિદ્ધપણું છે, તેથી દ્રવ્ય અને ગુણોનું સહજ ઐક્ય નિર્દેશ્ય છે. (૫૦) ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86