Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः । ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते ॥४६ ॥ અનુવાદ : વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘાણાં હોય છે. પરંતુ તે દ્રવ્યગુણોના પૃથકત્વમાં તેમ જ અપૃથકત્વમાં પણ હોઈ શકે છે. (૪૬) સમજૂતી : કથન, સંસ્થાન, સંખ્યા વગેરે દ્રવ્યગુણોમાં વસ્તુપણે ભિન્ન નથી. णाणं धणं च कुव्वदि धणिण जह णाणिणं च दुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ॥४७॥ ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्याम् । भणंति तथा पृथकत्वमेकत्वं चापि तत्त्वज्ञाः॥४७॥ અનુવાદ: જેવી રીતે ધન અને જ્ઞાન ‘ધની” અને “જ્ઞાની” કરે છે – એમ બે પ્રકારે કહેવામાં આવે છે, તેવી રીતે તત્ત્વજ્ઞો પૃથકત્વ તેમ જ એકત્વને વિશે કહે છે. (૪૭) સમજૂતી : દ્રવ્યનો વસ્તપણે કેવી રીતે ભેદ અને અભેદ હોય છે તે અહીં દર્શાવ્યું છે. ધન અને તેના દ્વારા “ધનવાન” તરીકે ઓળખાતા પુરુષમાં ભિન્નતા છે. ભિન્ન અસ્તિત્વ, સંસ્થાન, સંખ્યા અને વિષયમાં રહેલું ધન ભિન્ન અસ્તિત્વ, સંસ્થાન, સંખ્યા અને વિષયવાળા પુરુષને ધની તરીકે ઓળખાવે છે ત્યારે ધન અને ધનીનો પૃથકત્વનો ભાવ દર્શાવે છે, પણ જ્ઞાન અને જ્ઞાનીમાં તેવું પૃથકત્વ નથી. તે બંને અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, અભિન્ન સંખ્યા, અભિન્ન સંસ્થાન અને અભિન્ન વિષયવાળા છે. જ્ઞાન અને જ્ઞાની પુરુષમાં એકત્વનો ભાવ છે. જ્યાં દ્રવ્યના ભેદથી કથન વગેરે હોય ત્યાં ભિન્નત્ય છે, જ્યાં દ્રવ્યનો અભેદ છે ત્યાં એકત્વ છે. णाणी णाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स। दोण्हं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं ॥४८॥ ज्ञानी ज्ञानं च सदाांतरिते त्वन्योऽन्यस्य । द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतम् ॥ ४८ ॥ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86