Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ અનુવાદ : દર્શનને પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળદર્શન (એમ ચાર ભેદવાળું) કહ્યું છે. (૪૨) સમજૂતી : દર્શનોપયોગના ચાર પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે : (૧) ચક્ષુદર્શન : ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને સામાન્યપણે જોઈ શકવું તે ચક્ષુદર્શન છે. (૨) અચક્ષુદર્શન : ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સામાન્યપણે જઈ શકવું તે અચક્ષુદર્શન છે. (૩) અવધિદર્શન : (૪) કેવળદર્શન ण वियप्पदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ ४३ ॥ न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवंत्यनेकानि । तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः ॥ ४३ ॥ અનુવાદ : જ્ઞાનથી જ્ઞાનીને ભિન્ન માનવામાં આવતો નથી; તોપણ જ્ઞાનના અનેક પ્રકારો છે, તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ કહ્યું છે. (૪૩) સમજૂતી : જ્ઞાની અને જ્ઞાન ભિન્ન નથી, કારણ બંનેના અસ્તિત્વનો આધાર એક જ છે, બંનેને એકદ્રવ્યપણું છે, સમાન પ્રદેશો હોવાના કારણે એકક્ષેત્રપણું છે અને એક જ સમયે અસ્તિત્વમાં હોવાથી એકકાળપણું છે. ભાવની દૃષ્ટિએ પણ તેમનામાં એકરૂપતા છે, તેથી જ્ઞાન અને જ્ઞાનીને એક જ માનવામાં આવે છે પણ જ્ઞાનના અનેક પ્રકારો છે. એક જ આત્મામાં જ્ઞાનના મતિ-શ્રુત વગેરે અનેક પ્રકારો સહવર્તી રૂપે રહે છે. આત્મા એક જ હોવા છતાં, તે અનેક પ્રકારના જ્ઞાનથી યુક્ત હોઈ શકે છે, કારણ જે દ્રવ્યમાંથી તેનું સર્જન થયું છે તે દ્રવ્ય અનેકરૂપ છે. વ્ય સહવર્તી અને ક્રમવર્તી એવા અનેક ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંત રૂપવાળું છે. તે એક હોવા છતાં વિશ્વરૂપ (અનેકરૂપ) છે, તેથી જ એક આત્મા અનેક પ્રકારના જ્ઞાનથી યુક્ત હોય છે એમ કહેવામાં વિરોધ નથી. - Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86