Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ ૫ ૨૮૫ कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को । चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण ॥ ३८ ॥ कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमथैकः । चेतयति जीवराशि श्वेतकभावेन त्रिविधेन ॥ ३८ ॥ અનુવાદ : ત્રિવિધ ચૈતન્યભાવ વડે એક જીવરાશિ કર્મોના ફળને એક કાર્યને અને એક જ્ઞાનને જાણે છે (અનુભવે છે). (૩૮) સમજૂતી : જીવ પોતાના કર્મફળની પ્રબળતાને આધારે ત્રિવિધ પ્રકારે તેને અનુભવે છે : (૧) અતિ મોહથી મિલન બની ગયેલા આત્માઓ સુખદુ:ખરૂપ કર્મફળને જ મુખ્યત્વે ભોગવે છે. તેમનું કાર્ય કરવાનું સામર્થ્ય નષ્ટ થયું હોય છે. (૨) મોહ અને કર્મરજથી થોડા ઓછા પ્રમાણમાં મલિન બનેલા આત્માઓ કર્મચેતનારૂપ પરિણમે છે. સુખદુ:ખરૂપ કર્મફળ ભોગવવાની સાથે ઇચ્છાપૂર્વક ઇષ્ટ કે અનિષ્ટ કર્મ કરવા તે સમર્થ હોય છે. (૩) અન્ય આત્માઓ અર્થાત્ જેમના સઘળા કષાયો ક્ષીણ થઈ ગયા છે અને જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થયો છે, તેમનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને જ્ઞાનના અનંત સુખને અનુભવે છે. सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ॥ ३९ ॥ सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम् । प्राणित्वमतिक्रांता: ज्ञानं विंदन्ति ते जीवा ॥ ३९ ॥ અનુવાદ : ખરેખર સર્વ સ્થાવરકાય કર્મફળને, ત્રસો ખરેખર કાર્યસહિત કર્મફળને અને પ્રાણિત્વને અતિક્રમી ગયેલા જીવો જ્ઞાનને ઉપલબ્ધ કરે છે. (૩૯) સમજૂતી : અહીં વિભિન્ન પ્રકારના જીવોની અનુભૂતિનું વર્ણન છે. પાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત શુભ કે અશુભ કર્મફળને કારણે સુખદુ:ખનો અનુભવ માત્ર કરે છે, કાર્યરૂપે તેનો પ્રતિભાવ આપતાં નથી. દ્વીદ્રિય વગેરે ત્રસ જીવો ઇષ્ટ કે અનિષ્ટ કર્મો કરવાની સાથે કર્મફળને ભોગવે છે. પણ કેવળજ્ઞાનીઓ, કે જેઓ પ્રાણિત્વને અતિક્રમી ગયા છે, જન્મપરંપરામાંથી મુક્ત થઈ ગયા છે, તેઓ કેવળ જ્ઞાનાનંદને જ ઉપલબ્ધ કરે છે. Jain Education International ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86