Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ અનુવાદ: જીવ સર્વત્ર છે અને કોઈ એક શરીરમાં એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે તેનું ઐક્ય નથી; એક દેહમાંથી અન્ય દેહમાં ગમન થતું હોવાને કારણે કમરજથી મલિન બનીને ભ્રમણ કરે છે. (૩૪) સમજૂતી : જીવ કર્મફળ અનુસાર કમવર્તી શરીર ધારણ કરે છે. જેમ એક શરીરમાં તે હોય છે, તેવી જ રીતે કમથી અન્ય શરીરમાં પણ હોય છે. જીવ દેહાંતર કરે છે, પણ તેનું અસ્તિત્વ કાયમ હોય છે. વળી કોઈ એક દેહમાં તે દૂધપાણીની માફક એકરૂપ બનીને રહ્યો હોવા છતાં ભિન્ન સ્વભાવને લીધે તેનાથી અલગ હોય છે, શરીરમાં રહેલો જીવ શરીરરૂપ જ લાગતો હોવા છતાં તે તેનાથી ભિન્ન છે. વિવિધ અધ્યવસાયોને કારણે ઉત્પન્ન થયેલાં કમોંથી મલિન હોવાને કારણે તે ભવાટવિમાં ભ્રમણ કરે છે. વિવિધ કર્મફળને ભોગવવા માટે તેને જુદા જુદા દેહ ધારણ કરવા પડે છે. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥ ३५ ॥ येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य । ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः ॥ ३५ ॥ અનુવાદ: જેમને જીવસ્વભાવ નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તેઓ દેહથી જુદા થઈ ગયેલા વચનથી અગોચર એવા સિદ્ધો છે. (૩૫). સમજૂતી : અહીં સિદ્ધ જીવનાં લક્ષણો આપ્યાં છે. સિદ્ધો દેહરહિત છે. તે દ્રવ્યપ્રાણને ધારણ કરનાર શરીરથી રહિત છે. તેથી પ્રાણને ધારણ કરવારૂપ અવસ્વભાવ તેમનામાં હોતો નથી. તેમનામાં જીવસ્વભાવનો સંપૂર્ણ રીતે અભાવ પણ નથી. કારણ કે ભાવપ્રાણના ધારણ સ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યતયા સદ્ભાવ છે. કષાય અને યોગથી રહિત અને સર્વ કર્મોની નિર્જરા થઈ ગઈ હોવાને કારણે લોકાકાશના શિખરે સ્થિર હોવા છતાં અત્યંત દેહરહિત છે, અને વાણીથી અગોચર છે. તેમને વાણીથી વર્ણવવા શક્ય નથી. ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्ज ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि ॥ ३६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86