Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ સમજૂતી : અહીં જીવના બે વિભાગ : (૧) અમુક એવા સંસારી તથા (૨) મુકત જીવનો નિર્દેશ કર્યો છે. જીવ અનંતકાળ અગુરુલઘુગુણ રૂપે પ્રવર્તે છે. જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતા સ્વભાવથી જ હંમેશાં અસંખ્ય અંશો થાય છે, તેથી જીવ આવા અસંખ્ય અંશો જેવો હોય છે, એમ કહ્યું છે. જીવોના જે અવિભાગી પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ ભાગ છે તેને પ્રદેશ કહે છે – તે અસંખ્ય છે. તેમાંથી કેટલાક જીવો (કેવળ સમુઘાતને કારણે) આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. તે જીવોમાં જે રાગદ્વેષાદિ કષાયો અને મિથ્યા દર્શનથી યુક્ત છે, તે સંસારી – અમુકત જીવો અને તેનાથી વિમુકત છે તે સિદ્ધ છે. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ॥ ३३ ॥ यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम् । तथा देही देहस्थः स्वदेहमानं प्रभायसति ॥ ३३ ॥ અનુવાદ : જેમ પદ્મસાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકાશે છે, તેમ દેહી જીવ દેહમાં રહ્યો થકો સ્વદેહપ્રમાણ પ્રકાશે છે. (૩૩) સમજૂતી : જીવ શરીરના કર્મના પરિણામરૂપ દેહ ધારણ કરે છે ત્યારે તે દેહના સંકોચવિસ્તારના પ્રમાણમાં તેમાં વ્યાપી રહે છે. અહીં જીવના પ્રમાણમાપનો ઉલ્લેખ છે. અસંખ્યપ્રદેશી જીવદ્રવ્ય નાના કે મોટા દેહ અનુસાર, તેમાં સંકોચ વિસ્તાર પામે છે. જેમ પદ્મરાગમણિને જેટલા પ્રમાણમાં દૂધમાં નાખવામાં આવ્યો હોય, તેટલું દૂધ તેની પ્રભાથી પ્રકાશિત બને છે, તેમ સ્વદેહના પ્રમાણ અનુસાર દેહી પોતાના સહજ ગુણોને તેમાં વ્યાપ્ત કરે છે. सव्वत्य अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ॥ ३४ ॥ सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः । अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ॥ ३४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86