Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ પ્રભુ છે. તે સાથે કર્તા-ભોકતા અને સ્વદેહપ્રમાણ છે. અરૂપી સ્વભાવવાળો હોવાને કારા અમૂર્ત છે. પુદ્ગલપરિણામાત્મક કમ સાથે સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે. कम्ममलविप्पमुक्को उड़े लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ॥ २८ ॥ कर्ममविप्रमक्त ऊर्ध्वं लोकस्यान्तमधिगम्य । स सर्वज्ञानदर्शी लभते सुखमनिन्द्रियमनंतम् ॥ २८ ॥ અનુવાદ: કર્મમળથી સંપૂર્ણ રીતે મુકત અને સર્વજ્ઞાન અને દર્શનથી યુક્ત આત્મા ઊર્ધ્વમાં, લોકાગ્રે સ્થિર થઈને અનંત અનિંદ્રિય સુખને પ્રાપ્ત કરે છે. (૨૮). સમજૂતી : જન્મપરંપરામાંથી મુકત થયેલી અવસ્થાવાળા આત્માનું અહીં વર્ણન છે. કર્મરજથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો, સર્વ પ્રકારના કષાયોથી રહિત આત્મા, પોતાના ઊર્ધ્વગમનના સ્વભાવને લીધે ઊર્ધ્વ પ્રતિ ગતિ કરે છે. અ-લોકાકાશમાં ગતિ હેતુનો અભાવ હોવાથી તે લોકાકાશના અંતભાગમાં બિરાજે છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન પામીને અતીન્દ્રિય સુખને અનંતપણે ભોગવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य । पप्पोदि सुहमणंतं अव्वाबाधं सगममुत्तं ॥ २९ ॥ जातः स्वयं स चेतयिता सर्वज्ञः सर्वलोकदर्शी च । प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम् ॥ २९ ॥ અનુવાદ : સ્વયંભૂ ચતયિતા સર્વજ્ઞ અને સર્વલોકદર્શી, એવો તે સ્વકીય, અમૂર્ત અવ્યાબાધ અનંત સુખને પ્રાપ્ત કરે છે. (૨૯) સમજૂતી : અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત સુખ આત્માનો નિજ સ્વભાવ છે. પણ કર્મરજથી મલિન થતાં પોતાના સ્વભાવને વિસરી જાય છે. પણ પુન: સમસ્ત કર્મોનો ક્ષય થતાં જીવ સિદ્ધ બને છે અને લોકાકાશના શિખરે સ્થિર થઈને અનંત, અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. કર્મકલેશનો સંપૂર્ણ વિનાશ થતાં આત્મા નિજ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86