Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्ये न तेन सः सिद्धः । उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति ॥ ३६॥ અનુવાદ : તે સિદ્ધ કોઈ કારાગથી ઉત્પન્ન થતા નથી તેથી તે કાર્યરૂપ નથી, અને કાંઈ પણ ઉપજાવતા નથી તેથી તે કારણરૂપ પણ નથી. (૩૬) સમજૂતી : સિદ્ધ કાર્યકારણના ભાવથી પર છે. સંસારી જીવ ભાવકને કારણે આત્માનાં પરિણામોની પરંપરારૂપે સંસારમાં પ્રવર્તમાન રહે છે. અને દ્રવ્યકમને પરિણામે દેહાંતરમાં – જુદા જુદા શરીરરૂપે ઉત્પન્ન થાય છે. કર્મરૂપ કારણ વડે તે દેવ - મનુષ્ય – તિર્યંચ કે નારકના કાર્યરૂપે ઉત્પન્ન થાય છે. સંસારી જીવો માટે કર્મ કારણરૂપ છે અને ઉત્પત્તિ કાર્યરૂપ છે, પણ સિદ્ધ માટે આ કાર્યકારણપરંપરા નથી. કર્મનો સંપૂર્ણ રીતે ક્ષય થતાં તે સ્વયં સિદ્ધરૂપે પ્રકાશે છે. સંસારી જીવ ભાવકર્મ અને દ્રવ્યકર્મના પરિણામરૂપ દેવ – મનુષ્ય – નારક કે તિર્યંચનાં રૂપો ઉત્પન્ન કરીને કર્મફળ ભોગવે છે પણ સિદ્ધ જીવ તેવાં કોઈ રૂ૫ ઉત્પન્ન કરતો નથી. તેઓ બંને પ્રકારનાં કર્મોનો ક્ષય થતા, સ્વયં પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે પણ ભાવદ્રવ્યકર્મના પરિણામરૂપ કોઈ કાર્યરૂપ શરીર ઉત્પન્ન કરતા નથી. सस्सदमध उच्छेदं भवमभव्वं च सुण्णमिदरं च । विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सम्भावे ॥ ३७॥ शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरश्च । विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे ॥ ३७॥ અનુવાદ: જો સદ્ભાવ ન હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન પણ હોય નહિ. (૩૭). સમજૂતી : અહીં મોક્ષમાં પણ જીવની હયાતી હોય છે, એ ભાવ રજૂ કર્યો છે. મુક્તિ એટલે જીવનો અભાવ નહિ, મોક્ષ મળતાં જીવનું અસ્તિત્વ વિલીન થઈ જતું નથી. ‘મુક્તિ એટલે જીવનો અભાવ” એમ હોય તો દ્રવ્યના જે વિવિધ ગુણો વર્ણવ્યા છે, તે મિથ્યા બની જાય. દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, તેના પર્યાયો નાશવંત છે. તેની ભવ્યતા અને અભિવ્યતા, શૂન્યતા અને અશૂન્યતા, સાત્ત અને અનંત જ્ઞાન-અજ્ઞાન વગેરે ભાવકે લક્ષણોની દષ્ટિએ મોક્ષમાં પણ જીવનો સદ્દભાવ હોય છે, એ હકીકત અહીં સ્વીકારી છે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86