Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ સમજૂતી : દ્રવ્ય અને ગુણોની રચના એક જ અસ્તિત્વરૂપે થઈ હોવાથી અનાદિઅનંતકાળથી તેઓની સહવૃત્તિ – સાથે રહેવાપણું છે – તે જ સમવર્તીપણું તે સમવાય છે. દ્રવ્ય અને ગુણોનો સંજ્ઞા – લક્ષણ – પ્રયોજન વગેરે દષ્ટિએ ભેદ હોવા છતાં વસ્તપણે અભેદ છે. દ્રવ્ય અને ગુણોનું આવું અપૃથકત્વ હોવાથી તેમની અયુતસિદ્ધિ છે, તે કદી ભિન્ન હોતાં નથી. वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहि। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति ॥ ५१॥ दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो ॥५२॥ वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः । द्रव्याश्च अन्यन्याः अन्यत्वप्रकाशका भवन्ति ॥५१॥ दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुतः हि नो स्वभावात् ५ ५२॥ અનુવાદ : પરમાણમાં જે વર્ગ-રસ-ગંધ-સ્પર્શનું નિરૂપણ કરવામાં આવે છે તે દ્રવ્યથી અભિન્ન હોવા છતાં વિશેષો વડે ભિન્નત્વ પ્રગટ કરે છે એવી રીતે જીવને વિષે સંબંદ્ધ એવાં દર્શન-જ્ઞાન અભિન્ન હોવા છતાં વ્યપદેશ દ્વારા પૃથકપણાને કરે છે, સ્વભાવથી નહિ. (૫૧-૫૨) સમજૂતી : - પરમાણુમાં રહેલાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ દ્રવ્ય સાથે એકત્વ ધરાવતા હોવા છતાં કથન-વર્ણનને કારણે તેનાથી ભિન્ન હોય તેમ લાગે છે, પરંતુ સ્વભાવથી. એકરૂપ છે, તેવી રીતે જીવની સાથે સંબંદ્ધ દર્શન-જ્ઞાન વ્યપદેશને કારણે ભિન્ન હોવાનું જણાય છે, પણ સ્વભાવથી ભિન્ન નથી. जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो। सम्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य ॥५३॥ जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात् । सद्भावतोऽनंताः पञ्चाग्रगुणप्रधानाः च ॥ ५३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86