Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ સમજૂતી : સમયના જુદા જુદા વિભાગો જણાવીને અહીં વ્યવહારકાળનું સ્વરૂપ દર્શાવ્યું છે. કલા, વિકલા, ઘડી, પળ, રાત્રિદિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષ વગેરે કાળવિભાગો વ્યવહારોપયોગી છે. તેમને વ્યવહારકાળ કહે છે. તે પરઆશ્રિત છે. णत्थि चिरं वा खिप्पं मत्तारहिंदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥ २६ ॥ नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा । पुद्गलद्रव्येण विना तस्मात्कालः प्रतीत्यभवः ।। २६ ।। અનુવાદ : ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન પરિમાણ વિના હોય નહિ અને તે પરિમાણ ખરેખર પુદ્ગલદ્રવ્ય વિના થતું નથી; તેથી કાળ આશ્રિત પાગે ઊપજનારો છે. (૨૬) સમજૂતી : સમયના વિભાગો નિરચયકાળના જ પર્યાયો છે. પણ તે પરમાણુ વગેરે દ્વારા પ્રગટ થાય છે. વધારે સમય કે ઓછો સમય એવું જ્ઞાન પરિમાણ વગર શક્ય નથી, તેથી કાળની માત્રા જાણવી પડે. આ માત્રા કે પરિમા - પુદગલ દ્રવ્ય પર આધારિત છે, એટલે કે કાળને બીજા પદાર્થો દ્વારા માપી શકાતા ડાવાથી પરાશ્રિત કહેવામાં આવે છે. કાળનું પરિમાણ અન્ય પદાર્થો પર આધારિત છે તેથી તેને બીજાના આશ્રયે ઉત્પન્ન થનારો કહ્યો છે. जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पह कत्ता । भोत्ता य देहमेत्तो ण हि मुनो कम्ममंजुना ॥ २७ ॥ जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता । भोक्ता च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः ॥ २७ ॥ અનુવાદ : જીવ ચૈતન્યયુકત, ઉપયાગની વિશેષતાવાળા પ્રભુ, કર્તા, ભોકતા, દેહપ્રમાણ, અમૂર્ત, કર્મસંયુક્ત છે. (૨૭) સમજૂતી : આ ગાથામાં જીવદ્રવ્યનાં વિશેષ લક્ષણો નિર્દયાં છે. આત્મા પ્રાગ ધારણ કરવાને કારણે જીવે છે, ચૈતન્યરૂપ હોવાથી ચયિતા છે, જીવ ઉપયોગલક્ષાગવાળો છે, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં જીવ સ્વયં સમર્થ છે તેથી ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86