________________
અનુવાદ :
એ રીતે સંસારમાં ગમનાગમન કરતો, ગુણપર્યાયોથી યુક્ત જીવ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવને કરે છે. (૨૧) સમજૂતી :
આ ગુણપર્યાયથી યુક્ત જીવ સંસારમાં ગતિ કરે છે ત્યારે તે ઉદ્ભવ પામતો અને નાશ પામતો જ ગાય છે અથવા સત્નો નાશ અને અસતુનો ઉદ્દભવ થતો અનુભવાય છે. પણ જીવદ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય જ છે. જ્યારે તે પર્યાયની ગૌણતા અને દ્રવ્યના પ્રાધાન્યથી વિવક્ષિત હોય ત્યારે ઉત્પન્ન થતો નથી અને વિનાશ પામતો નથી. પરંતુ પર્યાયનું પ્રાધાન્ય અને દ્રવ્યની ગૌણતા હોય ત્યારે તે ઉત્પન્ન થતો અને વિનાશ પામતો જણાય છે. અહીં અનેકાન્તવાદી દષ્ટિનો સમન્વય છે.
जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभूदा हि लोगस्स ॥ २२ ॥ जीवाः पुद्गलकाया आकाशमस्तिकायौ शेषौ ।
अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य ॥ २२ ॥ અનુવાદ :
જીવો, પુલકાયો, આકાશ અને બાકીના બે અસ્તિકાયો અ-મૃતક છે, અસ્તિત્વમય છે અને ખરેખર લોકના કારણભૂત છે. (૨૨) સમજૂતી :
અહીં દ્રવ્યોના સ્વરૂપનું વર્ણન છે. તે અકૃતક હોવાને કારણે અસ્તિત્વમય છે. છે પ્રકારનાં દ્રવ્યોમાંથી જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ અને અધર્મ અને અસ્તિત્વ હોવાની સાથે કાયત્વ પણ છે. તે પ્રદેશયુક્ત છે, જ્યારે કાળને પ્રદેશત્વ કે કાયત્વ નથી.
सम्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च । परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो ॥ २३ ॥
सद्भावस्वभावानां जीवानां तथैव पुद्गलानां च ।
परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्तः ॥ २३ ॥ અનુવાદ :
સત્તાસ્વભાવવાળા જીવો અને પુગલોના પરિવર્તનથી સિદ્ધ થતો એવો કાળ નિયમથી ઉપદેશવામાં આવ્યો છે. (૨૩).
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org