Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ मसत्तणेण णो देही देवो हवेदि इदरो वा । उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो ॥ १७ ॥ मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा । उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः ॥ १७ ॥ અનુવાદ : મનુષ્યપણાથી નષ્ટ થયેલો દેહી દેવ અથવા અન્ય રૂપે ઉત્પન્ન થાય છે; તે બન્નેમાં જીવભાવ નષ્ટ થતો નથી અને અન્ય ઉત્પન્ન થતો નથી. (૧૭) સમજૂતી : મનુષ્યસ્વરૂપે જન્મેલો જીવ, મનુષ્ય-શરીરનો નાશ થતાં, પોતે નાશ પામતો નથી. તે દેવ કે અન્ય સ્વરૂપે ઉદ્ભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. ‘ભાવનો નાશ થતો નથી’ એમ જે આગળ કહ્યું તે પ્રમાણે તે મનુષ્યસ્વરૂપમાં રહેલો જીવ દેવ, નારક કે તિર્યંચ સ્વરૂપે અન્ય પર્યાયથી ઉત્પન્ન થાય છે. દેહનો નાશ થતાં જીવનો ઉચ્છેદ ન થતાં પરિવર્તન, પરિણામ પામે છે. सो चेव जादि मरणं जादि ण णठ्ठो ण चेव उप्पण्णो । उप्पण्णी य विट्ठो देवो मणुसु ति पज्जाओ ॥ १८ ॥ स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः । उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः ॥ १८ ॥ અનુવાદ : તે જ જન્મે છે અને મૃત્યુ પામે છે, છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી; દેવ, મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. (૧૮) સમજૂતી : દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે તે સ્વરૂપી દૃષ્ટિએ એક પ્રકારનું પરિવર્તન છે. પૂર્વે એક દેહમાં આશ્રય લઈને રહેલો જીવ, તે દેહ નાશ પામતાં અન્ય રૂપે પરિણમે છે. જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ – માનવ – વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो । तावदिओ जीवाणं देवो मणुसो ति गदिणामो ॥ १९ ॥ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86