Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ સમજૂતી : જીવો અને પુદ્ગલો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના ગુણોને અનુસરતા પ્રવર્તમાન રહે છે. સત્ સ્વભાવવાળા જીવો અને પુદ્ગલોમાં જે પરિવર્તન જોવામાં આવે છે તેને નિશ્ચયપણે કાળ કહેવામાં આવે છે. ववगदपणवण्णरसो ववगददोगंध अट्ठफासो य । अगुरुलहगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति ।। २४ ॥ व्यपगतपञ्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति ॥ २४ ॥ અનુવાદ : કાળ પાંચ વર્ગ ને પાંચ રસ રહિત, બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, અગુરુ – લઘુ, અમૂર્ત અને વર્તનાલક્ષણોથી યુક્ત છે. (૨૪) સમજૂતી : અહીં નિશ્ચયકાળનાં લક્ષણો વર્ણવ્યાં છે. ‘દ્રવ્યસંગ્રહ’માં વર્ણવ્યા પ્રમાણે લોકાકાશના એક એક પ્રદેશ પર એક એક કાળાણુ સ્થિતિ છે. આ કાળાણુ તે નિશ્ચયકાળ છે. અ-લોકાકાશમાં કાળદ્રવ્ય નથી. આ કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે. તે વર્ણાદિથી રહિત હોવાને કારણે અમૂર્ત છે. તે અગુરુલઘુત્વ સ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાહેતુત્વ છે એટલે કે સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચેની ખીલી સહકારરૂપ બને છે, તેવી રીતે સ્વયમેવ પરિણમતાં, પરિવર્તન પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો માટે બાહ્ય નિમિત્તરૂપ બને છે. समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारती । मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ॥ २५ ॥ समय निमिषः काष्ठा कला च नाली ततो दिवारात्रः । मासर्त्वयनसंवत्सरमिति काल: परायत्तः || સ્વ્ ।। અનુવાદ : સમય, નિમિષ, કાષ્ઠા, કળા, ઘડી, રાત્રિદિવસ, માસ, ઋતુ, અયન અને વર્ષ એવો જે કાળ, તે પરાશ્રિત છે. (૨૫) Jain Education International ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86