Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः । तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम ॥ १९ ॥ અનુવાદ : એવી રીતે જીવને સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી; જીવોને દેવ, મનુષ્ય એવું ગતિનામકર્મ તેટલા જ કાળનું હોય છે. (૧૯) સમજૂતી : આ પ્રમાણે જીવને સત્નો વ્યય અને અસત્નો ઉદ્ભવ નથી, પણ ગતિનામકર્મના ફળરૂપે ચોક્કસ સમયનું દેવ કે મનુષ્યરૂપનું આયુષ્ય હોય છે. કર્મ જેટલા કાળ સુધી ભોગવવાનું હોય છ, તેટલા કાળ સુધી દેવ કે મનુષ્ય પર્યાયે રહે છે. જીવના ધ્રુવતાના ગુણનો અહીં નિર્દેશ છે. કાર્યફળનો સમય પૂર્ણ થતાં તે અન્ય સ્વરૂપે વિદ્યમાન રહે છે, તેનો નાશ થતો નથી. णाणावरणादीया भावा जीवेण सुठु अणुबद्धा । तेसिमभावं किच्चा अभूद्पुव्वो हवदि सिद्धो ॥ २० ॥ ज्ञानावरणाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धा: । तेषामभावं कृत्वाऽभूतपूर्वो भवति सिद्धः ॥ २० ॥ અનુવાદ : જ્ઞાનાવરણાદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે; તેમનો નાશ કરીને તે અભૂતપૂર્વ સિદ્ધ થાય છે. (૨૦) સમજૂતી : સામાન્ય રીતે જીવ દેવાદિરૂપે કોઈ એક સ્વરૂપે ઉત્પન્ન થઈને કર્મફળને ભોગવ્યા પછી તે સ્વરૂપ નાશ પામતા અન્ય, સ્વરૂપે ઉત્પન્ન થાય છે, પણ જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. માટે સંસારપર્યાયના હેતુરૂપ મોહ-રાગ-દ્વેષાદિ કષાયોનો નાશ થાય તો તેનો સંસારપર્યાય નાશ પામે છે. સંસાર અને સિદ્ધપર્યાય બંને એક જ જીવદ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ છે. एवं भावमभावं भावाभावं अभावभावं च । गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो ॥ २१ ॥ एवं भावमभावं भावाभावमभावभावं च । गुणपर्ययैः सहितः संसरन् करोति जीवः ॥ २१ ॥ Jain Education International ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86