Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चैव उप्पादो । गुणपज्जयेसु भावा उप्पादव पकुव्वंति ॥ १५ ॥ भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पाद: । गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति ॥ १५ ॥
અનુવાદ :
ભાવનો નાશ નથી તેમ જ અભાવની ઉત્પત્તિ નથી; ભાવો ગુણપર્યાયોમાં ઉત્પાદ-વ્યય કરે છે. (૧૫)
સમજૂતી :
ભાવ, જે સત્પુર્ણ પ્રવર્તે છે, અસ્તિત્વ ધરાવે છે તેનો દ્રવ્યસ્વરૂપે વિનાશ થતો નથી. એવી રીતે જે અ-ભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. ભાવો એટલે કે સત્ દ્રવ્યો સન્ના વિનાશ અને અસત્ની ઉત્પત્તિ વગર જ ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પત્તિ કરે છે - અર્થાત્ એક અવસ્થામાંથી નાશ પામીને પછીની નવીન અવસ્થામાં ઉત્પન્ન થાય છે. પહેલાંની અવસ્થાના ગુણપર્યાયો નાશ પામીને પરિણામી બીજી અવસ્થાના ગુણપર્યાયો રૂપે ઉદ્ભવે છે.
भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो । सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा ।। १६॥ भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः । सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ।। १६ ।
અનુવાદ :
જીવાદિ તે ‘ભાવ’ છે. જીવના ગુણો ચેતના અને ઉપયોગ છે, દેવ-મનુષ્યનારક અને તિર્યંચરૂપે જીવના ઘણા પર્યાયો છે. (૧૬)
સમજૂતી :
જીવ વગેરે પદાર્થો ‘ભાવ' છે. જીવના મુખ્ય ગુણ તે ચેતના અને ઉપયોગ છે. તેમાં શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિ રૂપે છે અને અશુદ્ધ ચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિસ્વરૂપ છે. ઉપયોગના પણ બે વિભાગ છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ.
જીવના અનેક પ્રકારો છે. તેમાં પરદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયરૂપ ગણાય છે તેવા મુખ્ય દેવો-નારક-તિર્યંચ અને મનુષ્યસ્વરૂપ વગેરે મુખ્ય પર્યાયો છે.
Jain Education International
८
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86