Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ અનુવાદ : દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, સત્ સ્વભાવવાળું છે. તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે. (૧૧) સમક્તી : દ્રવ્યાર્થ પર્યાયાર્થિની અપેક્ષાથી દ્રવ્યના બે ભાગ પાડ્યા છે. શુદ્ધ નયની દષ્ટિએ સહવર્તી ગુણો અને કમવર્તી પર્યાયોના સર્ભાવરૂપ અને ત્રણે કાળ ટકનારાં દ્રવ્યનો વિનાશ કે ઉત્પાદ શક્ય નથી, તે અનાદિ-અનંત છે. પણ તેના પર્યાયોમાં, સહવર્તી પયાઁયોમાં ધ્રૌવ્યના ગુણ સાથે વિનાશ અને ઉત્પાદ પણ સંભવે છે, તેથી તે વિનાશ અને ઉત્પાદથી યુક્ત છે; તેથી દ્રવ્ય દ્રવ્યાર્થિક દષ્ટિએ વિનાશરહિત, ઉત્પાદરહિત અને સત્ સ્વભાવવાળું છે અને તે જ પર્યાયાર્થિક કથનથી ઉત્પાદવાળું અને વિનાશવાળું છે. पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥ १२ ॥ पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति । द्वयोरनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति ॥ १२ ॥ અનુવાદ : પર્યાયોથી રહિત દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાયો હોતાં નથી; શ્રમણો બંનેના અપૃથભાવને પ્રરૂપે છે. (૧૨) સમજૂતી : અહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ બતાવ્યો છે. दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवदि। अन्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा ॥१३॥ द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति । अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात् ॥ १३ ॥ અનુવાદ : દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અન્યોન્યભાવ છે. (૧૩) સમજૂતી : અહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે. જેમ પુદ્ગલ વિના સ્પર્શ – રસ - ગંધ – વાર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વગેરે ગુણો હોતા નથી. જેમ સ્પર્ધાદિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86