Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ સમજૂતી : અહીં અસ્તિકાયને દ્રવ્ય તરીકે વર્ણવ્યાં છે. તેઓ નિત્ય છે, અને ત્રિકાળ ભાવના પર્યાયસ્વરૂપે પરિણમતાં હોવાથી દ્રવ્યસ્વરૂપ છે. કાળને કાયત્વ નહીં હોવાથી પંચાસ્તિકાયમાં તેનો ઉલ્લેખ નથી, પણ કાળ દ્રવ્ય હોવાથી તેનો અહીં નિર્દેશ છે. કાળને ‘પરિવર્તનલિંગ’ કહ્યો છે. પુદ્ગલ વગેરેમાં દેખાતાં પરિવર્તનોનું એક નિમિત્ત કાળ છે, તેથી તેને પરિવર્તનલિંગ કહે છે. अण्णोष्णं पविसंता दिंता ओगासमण्णमण्णस्स । मेलंता विय णिच्चं सगं सभावं ण विजर्हति ॥ ७ ॥ अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमयोऽन्यस्य । मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ॥ ७ ॥ અનુવાદ : તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્યને અવકાશ આપે છે, પરસ્પર મળે છે, તોપણ હંમેશા પોતાના સ્વ-ભાવનો ત્યાગ કરતાં નથી. (૭) સમજૂતી : આ દ્રવ્યો પરસ્પર એકબીજામાં ભળી જતાં હોવા છતાં પોતાના સ્વ-ભાવનો ત્યાગ કરતાં નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. सत्ता सव्वपयत्था सविस्सरूवा अणंतपज्जाया । भंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि एक्का ॥ ८ ॥ सत्ता सर्वपदार्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादध्रौव्यात्मिका सप्रतिपक्षा भवत्येका ॥ ८ ॥ અનુવાદ : સર્વ પદાર્થમાં સ્થિત સત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક, સવિશ્વરૂપ, અનંત પર્યાયમય સપ્રતિપક્ષ અને એક છે. (૮) સમજૂતી : સત્તા અર્થાત્ સત્પણું, હોવું તે. અર્થાત્ અસ્તિત્વ. તેનું સ્વરૂપ અહીં વર્ણવ્યું છે. સત્તા એટલે કે અસ્તિત્વનાં ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતા એ ત્રણ લક્ષણો છે. સર્વ પદાર્થોની જે સ્થિતિ છે, તે જ અસ્તિત્વ છે. સર્વ પદાર્થો સત છે તેથી સર્વ પદાર્થોમાં સત્તા છે. વિશ્વનાં સર્વ રૂપોના તે વિદ્યમાને છે · એટલે ‘વિ તપે છે. તે અનંત પર્યાયોવાળી છે. એક વસ્તુની સ્વરૂપસત્તા અન્ય વસ્તુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86