________________
સમજૂતી :
અહીં કવિ સમય એટલે કે આગમને પ્રણામ કરે છે. શ્રમણના મુખમાંથી નીકળેલી અર્થમય એવી આ આગમરૂપી વાણી ચાર ગતિ મનુષ્ય અને દેવનું નિવારણ કરનાર અને નિર્વાણ અપાવનાર છે.
· નારક, તિર્યંચ,
समवाओ पंचन्हं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चैव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ।। २ ।। समवादः समवायो वा पंचानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम् । स च एव भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ॥ ३ ॥ અનુવાદ :
પાંચ અસ્તિકાયનું સમ્યકથન અથવા સમ્યક્ બોધ તે સમય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે, તે જ લોક છે. તેનાથી આગળ અમાપ અ-લોક આકાશસ્વરૂપ છે. (૩)
સમજૂતી :
—
આ ગાથામાં સમય શબ્દની પરિભાષા આપી છે. પાંચ અસ્તિકાયો વિશેનું સમ્યક્ કથન કે બોધ સમય છે. શબ્દ, જ્ઞાન અને અર્થ · એમ ત્રણ પ્રકારે સમયનો અર્થ કહ્યો છે. સમ એટલે પૂર્વગ્રહ કે રાગદ્વેષથી રહિત — વિશુદ્ધ. અને વાદ એટલે વર્ણ, પદ અને વાક્યના સમૂહવાળો પાઠ. પાંચ અસ્તિકાય વિશેનો આવો સમવાદ તે શબ્દસમય કે શબ્દાગમ છે. મિથ્યાદર્શનનો નાશ થતાં પંચાસ્તિકાય વિશેનું જ્ઞાન ઉદ્ભવે છે તે જ્ઞાનસમય કે જ્ઞાનાગમ છે. કથનરૂપે વર્ણવેલા પંચાસ્તિકાયનો પદાર્થરૂપ અથવા વસ્તુરૂપ સમૂહ કે જથ્થો તે અર્થસમય કે અર્થાગમ છે.
આ અર્થસમયના લોક અને અલોક એવા ભેદ છે. આ પંચાસ્તિકાયનો જેટલો સમૂહ છે, તેટલો લોક છે. તેનાથી આગળ અમાપ અનંત અલોક છે. જ્યાં જીવાદિપદાર્થો જોવામાં આવે છે, તે લોક છે. અલોક પણ અભાવ માત્ર નથી, પણ તે શુદ્ધ આકાશદ્રવ્ય છે.
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥ ४ ॥
जीवाः पुगलकाया धर्माधर्मौ तथैव आकाशम् । अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः ॥ ४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org