Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ અનુવાદ: જીવો, પુગલકાય, ધર્મ, અધર્મ, તેમ જ આકાશ અસ્તિત્વમાં નિયત, અનન્યમય અને બહુપ્રદેશ છે. (૪) સમજૂતી : પાંચ અસ્તિકાયનાં નામ અને તેના કાયત્વ વિશેનું કથન છે. પાંચ અસ્તિકાયો તે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ. તેમનાં નામો અર્થાનુસારી છે. અસ્તિત્વમાં નિયત છે એટલે કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાની નિશ્ચિત લક્ષણવાળાં છે, અનન્યમય છે. તેમને કાયત્વ છે, તેઓ અનેકપ્રદેશ છે. (કાળને અસ્તિત્વ છે પણ કાયત્વ નથી. તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નહિ હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અહીં અસ્તિકાયોની જ વિવક્ષા છે). जेसिं अत्थि सहाओ गुणेहिं सह पज्जएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पण्णं जेहिं तरुलुक्कं ॥५॥ येषामस्ति स्वभावः गुणैः सह पर्ययैर्विविधैः । ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम् ॥५॥ અનુવાદ: જેમને વિવિધ ગુણો અને પ્રદેશો સાથે પોતાનું અસ્તિત્વ છે તે અસ્તિકાયો છે, કે જેમનાથી ત્રણ લોક ઉત્પન્ન થયા છે. (૫) સમજૂતી : ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક – એ ત્રણે લોક પાંચ અસ્તિકાય દ્વારા નિષ્પન્ન થયા છે. આ પાંચ અસ્તિકાયોને પોતાના વિશેષ ગુણો અને પર્યાયો હોય છે. અસ્તિત્વનું સામાન્ય લક્ષણ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્ય આ પંચાસ્તિકાયોમાં પણ છે. આ અસ્તિકાયો અવયવી એટલે કે પ્રદેશવાળાં છે – એટલે કે કાયત્વવાળાં છે. ते चेव अत्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुत्ता ॥६॥ ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः । गच्छन्ति द्रव्यभावं परिवर्तनलिङगसंयुक्ताः ॥६॥ અનુવાદ : તે અસ્તિકાયો ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે, નિત્ય છે, અને પરિવર્તનલિંગ સહિત, દ્રવ્યભાવને પામે છે. (૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86